રમતગમત

વેઇટ-લિફ્ટિંગ

વેઇટ–લિફ્ટિંગ : વધુમાં વધુ વજન ઊંચકવાની રમતકળા. તેને ‘લોખંડી રમત’ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટ-લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પર્ધકે વજનસહિતના બારને ‘ટૂ હૅન્ડ્ઝ સ્નૅચ’ તથા ‘ક્લીન ઍન્ડ જર્ક’ પદ્ધતિથી ઊંચકવાનો હોય છે. દરેક ઊંચક પ્રકારમાં સ્પર્ધકને ત્રણ તક આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ વેઇટ-લિફ્ટિંગ ફેડરેશનની સ્થાપના ફ્રાન્સમાં પૅરિસ મુકામે થઈ હતી અને સૌપ્રથમ…

વધુ વાંચો >

વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ

વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ (જ. 19 જાન્યુઆરી 1930, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટખેલાડી. તેઓ સૌથી સફળ વિકેટકીપર નીવડવા ઉપરાંત આધારભૂત જમણેરી બૅટધર પણ બની રહ્યા. દક્ષિણ આફ્રિકા વતી તેઓ વિક્રમજનક 50 ટેસ્ટમાં રમ્યા. 1961-62માં ન્યૂઝીલૅન્ડ સામે તેમણે 26 બૅટધરોને આઉટ કર્યા. (તેમાં 23 કૅચ અને 3 સ્ટમ્પિંગ હતાં.)…

વધુ વાંચો >

વૅડ, વર્જિનિયા

વૅડ, વર્જિનિયા (જ. 10 જુલાઈ 1945, બૉર્નમાઉથ, હૅમ્પશાયર, યુ.કે.) : યુ.કે.નાં મહિલા ટેનિસ-ખેલાડી. તેઓ 1977ની વિમ્બલડનની સિંગલ્સની સ્પર્ધામાં વિજેતા બન્યાં. પ્રેક્ષકોએ આ જીત ખૂબ હોંશથી વધાવી, કારણ કે એ વિમ્બલડનનું શતાબ્દી-વર્ષ હતું અને પોતાના જ દેશના ખેલાડી ઘરઆંગણે વિજેતા બને એ બહુ મોટી ઘટના હતી. તેઓ લગભગ તેમની બત્રીસમી વર્ષગાંઠ…

વધુ વાંચો >

વૅન ઉસ્ટન-હૅગ કીટી

વૅન ઉસ્ટન–હૅગ કીટી (જ. 1949, માર્ટનસ્ટિક, હોલૅન્ડ) : હોલૅન્ડનાં મહિલા-સાઇકલસવાર (cyclist). તેઓ વિશ્વનાં એક સૌથી મજબૂત સાઇકલસવાર લેખાયાં. તેમની ઝળહળતી કારકિર્દીમાં તેમણે 6 વિશ્વ વિજયપદક અને 22 રાષ્ટ્રીય વિજયપદક હાંસલ કર્યા. 1975-76માં અને 1978-79માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન બન્યાં. 1971માં બીજા ક્રમે, 1968-69માં અને 1974માં ત્રીજા ક્રમે રહ્યાં; 1968 અને 1976માં તેઓ…

વધુ વાંચો >

વેન્ડેન, માઇક

વેન્ડેન, માઇક (જ. 17 નવેમ્બર 1949, લિવરપૂલ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1968ના ઑલિમ્પિકના રમતોત્સવમાં 100 મી. તથા 200 મી. ફ્રીસ્ટાઇલ – એ બંને સ્પર્ધામાં છ-દશાંશના તફાવતથી તેઓ વિજેતા બન્યા. તેઓ ‘સ્વિમિંગ મશીન’ તરીકે ઓળખાતા. વળી ઑસ્ટ્રેલિયન રિલે ટીમમાં રજત અને કાંસ્યચંદ્રક પણ તેમણે જીત્યા હતા. ટૂંકા અંતરના તરણમાં તેમણે 52.2નો…

વધુ વાંચો >

વેરિટી, હેડલી

વેરિટી, હેડલી (જ. 18 મે 1905, હેડિંગ્લી, લીડ્ઝ, યૉર્કશાયર, યુ.કે.; અ. 31 જુલાઈ 1943, કૅસેર્ટા, ઇટાલી) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. 1930ના દાયકાના વિશ્વના સર્વોત્તમ ધીમા મધ્યમ (slow medium) ડાબેરી સ્પિનર તરીકે તેઓ વ્યાપક ખ્યાતિ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધની અતિજાણીતી ક્રિકેટ-દુર્ઘટના નિમિત્તે પણ તેમનું નામ જુદી રીતે પ્રસિદ્ધિ પામ્યું હતું – ઇટાલીની…

વધુ વાંચો >

વેલિંગ્ટન ટ્રૉફી

વેલિંગ્ટન ટ્રૉફી : હૉકીની પ્રતિષ્ઠિત ટ્રૉફી. આ ટ્રૉફી જીતવા માટે દરેક રાષ્ટ્ર વર્ષો સુધી મહાવરો કરે છે. અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારત માટે હૉકીની રમતનું વિશેષ મહત્વ છે; કારણ કે ભારત હૉકીમાં 1928થી 1956 સુધી ‘ઑલિમ્પિક ચૅમ્પિયન’ હતું અને 1975માં તો ભારત હૉકીમાં ‘વિશ્વ ચૅમ્પિયન’ પણ બન્યું હતું. આ રીતે જ…

વધુ વાંચો >

વેલ્સ, ઍલન

વેલ્સ, ઍલન (જ. 3 મે 1952, એડિનબરો, યુ.કે.) : ઍથ્લેટિક્સના આંગ્લ ખેલાડી. 1980માં 100 મીટરમાં તેઓ ઑલિમ્પિક રમતોમાં ચૅમ્પિયન બન્યા અને તે વખતે તેમની વય 28 હોવાથી, એ ચૅમ્પિયનશિપમાં તેઓ સૌથી મોટી ઉંમરના ચૅમ્પિયન હતા. યુ.એસ.ના બહિષ્કારના કારણે તેઓ ટોચના અમેરિકન ખેલાડી સામે પોતાની તાકાતનું પ્રદર્શન કરી શક્યા નહિ, પરંતુ…

વધુ વાંચો >

વેંગસરકર, દિલીપ બળવંત

વેંગસરકર, દિલીપ બળવંત (જ. 6 એપ્રિલ 1956, મુંબઈ) : ભારતના ક્રિકેટ ખેલાડી. ઉચ્ચ કક્ષાના પૂર્વ ટેસ્ટ બૅટધર ઇંગ્લૅન્ડના લૉડર્ઝના મેદાન ખાતે ત્રણ વાર સદીઓ ફટકારવાનું સ્વપ્નું સાર્થક કરનાર ભારતના એકમાત્ર બૅટધર. વેંગસરકરે આ સિદ્ધિ પોતાના પ્રથમ 3 ઇંગ્લૅન્ડ-પ્રવાસ દરમિયાન એટલે કે 1979, 1982 અને 1986માં હાંસલ કરી અને ક્રિકેટના વિશ્વમથક…

વધુ વાંચો >

વૉકર, જૉન

વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…

વધુ વાંચો >