રમતગમત

રૉડીના, ઇરિના

રૉડીના, ઇરિના (જ. 1949, મૉસ્કો) : રશિયાનાં નામી ફિગર-સ્કેટર. 3 ઓલિમ્પિક રમતોમાં એટલે કે 1972, 1976 અને 1980માં તેઓ અન્યની જોડી(pair)માં રહી વિજેતા-પદક જીત્યાં અને એ જ રીતે 1969થી ’72 દરમિયાન ઉબાનૉવની જોડીમાં 4 તથા 1973થી 1978 દરમિયાન ઝૈત્સેવ સાથે 6 વાર વિશ્વવિજેતા પદક જીત્યાં. એ જ વર્ષો દરમિયાન યુરોપિયન…

વધુ વાંચો >

રૉડ્ઝ, વિલ્ફ્રેડ

રૉડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 1877, કર્ક હિટન, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ, યુ.કે.; અ. 1973) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેઓ યૉર્કશાયર તથા ઇંગ્લૅન્ડ તરફથી ક્રિકેટ રમતા રહ્યા અને 1895થી 1930 સુધીની ક્રિકેટ-કારકિર્દીમાં વિશ્વવિક્રમ રૂપે તેમણે કુલ 4,187 વિકેટો ઝડપી અને ખેલાડી તરીકે 39,722 રન નોંધાવ્યા. એક જ સીઝનમાં 100…

વધુ વાંચો >

રોનો, હેન્રી

રોનો, હેન્રી (જ. 12 ફેબ્રુઆરી 1952, કૅપ્રિર્સેંગ, નંદી હિલ્સ, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. શ્રેણીબંધ નોંધપાત્ર વિશ્વવિક્રમોને પરિણામે તેમની તેજસ્વી પ્રતિભા જોવા મળી હતી. જોકે કેન્યા દ્વારા કરેલ બહિષ્કારને લીધે તેઓ 1976 અને 1980ના ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શક્યા ન હતા. પરંતુ 1978નું વર્ષ તેમને માટે મહાન નીવડ્યું; કૉમનવેલ્થ રમતોત્સવ…

વધુ વાંચો >

રૉબર્ટ્સ, ઍન્ડી

રૉબર્ટ્સ, ઍન્ડી (જ. 29 જાન્યુઆરી 1951, અર્લિગ્ઝ વિલેજી ઍન્ટિગુયાના) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર. તેઓ એક સૌથી ઝડપી અને સૌથી ખતરનાક ગોલંદાજ છે. વેસ્ટ ઇન્ડિઝ વતી રમનારા તેઓ ઍન્ટિગુયાનાના સૌપ્રથમ ખેલાડી હતા; ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારા તેઓ વેસ્ટ ઇન્ડિઝના ત્રીજા ખેલાડી બની રહ્યા. ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ તેમણે 1974માં એક મૅચથી કર્યો,…

વધુ વાંચો >

રૉબિન્સન, શુગર રે

રૉબિન્સન, શુગર રે (જ. 1920, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1989) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ. મૂળ નામ વૉકર સ્મિથ. 1946થી 1951 સુધી તેઓ વેલ્ટર વેટ (67 કિગ્રા. સુધીના વજનની) સ્પર્ધાનું વિશ્વપદક (world title) ધરાવતા રહ્યા. 1950–51માં તેઓ મિડલ વેટ સ્પર્ધાનું વિશ્વપદક ધરાવતા થયા. 1951માં તેઓ મિડલ વેટ પદકની સ્પર્ધામાં રૅન્ડૉલ્ફ ટર્પિન સામે…

વધુ વાંચો >

રોવ, ડાયૅના

રોવ, ડાયૅના (જ. 14 એપ્રિલ 1933, મેરિલબોન, લંડન) : ટેબલટેનિસનાં આંગ્લ મહિલા ખેલાડી. એકસમાન દેખાતી આ જોડિયા બહેનો હતી; પોતે ડાબા હાથે ખેલતાં. જમણા હાથે ખેલનારાં તેમનાં બહેન રોઝલિંડ સાથે મળીને આ જોડી 1951 અને 1954માં વિશ્વ ડબલ સ્પર્ધામાં વિજેતા બની; 1952–53 તથા 1955માં તેઓ રનર્સ-અપ બની રહ્યાં. 1950–55 દરમિયાન…

વધુ વાંચો >

રોવર્સ કપ

રોવર્સ કપ : ફૂટબૉલ માટેનો ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રીય કક્ષાનો કપ. આ કપની શરૂઆત 1891માં થઈ હતી. પ્રથમ રોવર્સ કપ જીતવાનું શ્રેય પ્રથમ બટૅલિયન વૉર્સેસ્ટર રેજિમેંટને જાય છે. આજે તો રોવર્સ કપની પ્રતિષ્ઠા ફૂટબૉલમાં રાષ્ટ્રીય કક્ષાની ‘સંતોષ ટ્રોફી’ જેવી છે. દર વર્ષે રમાતી આ ટ્રોફી જીતવા માટે સમગ્ર દેશની ફૂટબૉલ…

વધુ વાંચો >

રૉસ, રાલ્ફ

રૉસ, રાલ્ફ (જ. 17 માર્ચ 1885, લુઈવિલે, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1913 સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાના ઍથ્લેટિક ખેલાડી. 1904 અને 1908માં તેઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ગોળાફેંકના ચૅમ્પિયન બન્યા અને 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; 1912માં તે ગોળાફેંકમાં બીજા ક્રમે રહ્યા. 1912માં તે બે હાથે ફેંકવાના ગોળામાં ત્રીજા સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; એ…

વધુ વાંચો >

રૉસ, લાયનલ

રૉસ, લાયનલ (જ. 21 જૂન 1948, વૅરેગુલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : કોઈ પણ રમતમાં વિશ્વકક્ષાનું વિજયપદક જીતનાર એકમાત્ર ઑસ્ટ્રેલિયન આદિવાસી. તેમણે 1964માં વ્યવસાયી ધોરણે મુક્કાબાજી ખેલવાનો પ્રારંભ કર્યો. 1966માં તેઓ ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બન્યા. 1968માં જાપાનના ‘ફાઇટિંગ હૅરાડા’ને પૉઇન્ટની દૃષ્ટિએ હરાવી, વિશ્વકક્ષાના બૅન્ટમવેઇટ વિજયપદકના વિજેતા બન્યા. આ વિજયપદક તેઓ 3 વખત સુધી…

વધુ વાંચો >

રયાન, બની

રયાન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, ઍનેહેમ, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : અમેરિકાનાં ટેનિસનાં મહિલા ખેલાડી. 1914 અને 1934 દરમિયાન તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડન ડબલ્સ વિજયપદક(12 મહિલા તથા 7 મિક્સ્ડ)નાં વિજેતા બન્યાં. આ વિક્રમ 1979માં બિલી કિંગના હાથે તૂટ્યો. ડબલ્સનાં ખેલાડી તરીકે તેમની…

વધુ વાંચો >