રક્ષા મ. વ્યાસ

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો (જ. 5 એપ્રિલ 1856, ફ્રેંકલિન કાઉન્ટી, વર્જિનિયા; અ. 14 નવેમ્બર 1915) : અમેરિકાના શિક્ષણકાર અને શ્યામ પ્રજાના પ્રભાવશાળી નેતા. તેઓ વર્જિનિયા રાજ્યના હાલ્સફૉર્ડ ખાતે ગુલામ તરીકે જન્મ્યા હતા. બાળક તરીકે તેઓ 9 મહિના કોલસાની ખાણમાં કામ કરી 3 મહિના શાળાએ જતા. હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી 1875માં તેઓ…

વધુ વાંચો >

વ્હાઇટ હાઉસ

વ્હાઇટ હાઉસ : અમેરિકાના પ્રમુખનું વૉશિંગ્ટન ડી. સી.માં આવેલું સત્તાવાર નિવાસસ્થાન. 1600માં પેન્સિલવાનિયા ઍવન્યૂની સામે આવેલી 7 હેક્ટર જમીનમાં આ ઇમારત રચવામાં આવી છે, જેમાં અમેરિકાના પ્રમુખ અને તેમનો પરિવાર વસે છે. પ્રમુખનાં મહત્વનાં કાર્યાલયો પણ આ ઇમારતમાં છે અને ત્યાંથી કામકાજ કરે છે. વ્હાઇટ હાઉસની ઇમારત 132 ખંડ ધરાવે…

વધુ વાંચો >

શકધર, શ્યામલાલ

શકધર, શ્યામલાલ (જ. 1 નવેમ્બર 1918, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર; અ. 17 મે 2002) : ભારતીય લોકસભાના પૂર્વ સેક્રેટરી-જનરલ અને પૂર્વ મુખ્ય ચૂંટણી-અધિકારી. પિતા કે. આર. શકધર. પત્ની સર્ગાદેવી. ભારત સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે તેમણે વિવિધ મંત્રાલયોમાં કામગીરી બજાવી હતી; પરંતુ દેશના પ્રજાસત્તાકના ઘડતરકાળમાં સંસદીય કાર્યપદ્ધતિ અને વ્યવહારને દૃઢ…

વધુ વાંચો >

શર્મા, શંકર દયાળ (ડૉ.)

શર્મા, શંકર દયાળ (ડૉ.) (જ. 19 ઑગસ્ટ 1918, ભોપાલ, મધ્યપ્રદેશ; અ.  26 ડિસેમ્બર 1999, દિલ્હી) : ભારતના 10મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997), સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી રાજકારણી. પિતા કુશીલાલ અને માતા સુભદ્રા. તેઓ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક પદવી મેળવી…

વધુ વાંચો >

શાર્પવિલ

શાર્પવિલ : દક્ષિણ આફ્રિકાના વેરીનિગિંગ શહેરનું પરું, જે રંગભેદની  નાબૂદીની શ્યામ પ્રજાની લડતનું આરંભબિંદુ બન્યું. દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિઓ માટે કુખ્યાત હતું, જેમાં શ્યામ પ્રજાજનોને ગોરાઓના વસવાટના વિસ્તારોમાં દાખલ થવા માટે ઓળખપત્રો આપવામાં આવતાં. આવાં ઓળખપત્રો વિના આ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વર્જ્ય હતો. આ હડહડતા અન્યાય વિરુદ્ધ આંદોલન કરવા…

વધુ વાંચો >

શાહ, વિદ્યાબહેન

શાહ, વિદ્યાબહેન (જ. 7 નવેમ્બર 1922, જેતપુર, રાજકોટ) : જાણીતાં મહિલા-કાર્યકર અને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ-વિજેતા. કુટુંબની સુધારક વિચારસરણીને કારણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અભ્યાસની તક સાંપડી અને 1942માં અર્થશાસ્ત્ર વિષયનાં સ્નાતક બન્યાં. ‘હિંદ છોડો’ આંદોલનના આ વર્ષમાં તેઓ રાષ્ટ્રીય આંદોલનની અસર હેઠળ આવ્યાં. રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ સામાજિક સેવાની પ્રવૃત્તિઓના પાઠ શીખ્યાં.…

વધુ વાંચો >

શિવસેના

શિવસેના : મહારાષ્ટ્રનો 1966માં સ્થપાયેલ કટ્ટર હિંદુત્વવાદી અને ચુસ્ત પ્રદેશવાદી રાજકીય પક્ષ. મહારાષ્ટ્રમાં ‘ધરતીના પુત્રો’(sons of the soil)ને પ્રાથમિકતા મળવી જોઈએ – એ તેનું ધ્યેય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું ત્યારે મહારાષ્ટ્રની પ્રજાનો અવાજ બુલંદ બનાવવા ટોચના મહારાષ્ટ્રવાસીઓની એક બેઠક બોલાવવામાં આવેલી. આ સૌએ એક…

વધુ વાંચો >

શીલ્સ, એડ્વર્ડ

શીલ્સ, એડ્વર્ડ (જ. 1910; અ. 1995) : રાજ્યશાસ્ત્ર, કાયદા અને સમાજશાસ્ત્રનાં ક્ષેત્રોના વીસમી સદીના બૌદ્ધિક. ‘શિક્ષણના સમર્થ જીવ’ (Energizer Bunny of Education) તરીકે તેમની ઓળખ શિકાગો યુનિવર્સિટીના વર્તુળમાં સ્થાયી થઈ હતી. તેમના પિતા સિગારેટના ઉત્પાદક હતા અને રશિયામાંથી આવીને અમેરિકામાં સ્થિર થયા હતા. 1933માં વ્હાર્ટન ખાતે તેમણે વિદ્યાર્થી તરીકે નોંધણી…

વધુ વાંચો >

શેખ, મુજીબુર રહેમાન

શેખ, મુજીબુર રહેમાન (જ. 17 માર્ચ 1920, તાન્જીપુરા, ઢાકા, અખંડ ભારત; અ. 15 ઑગસ્ટ 1975, ઢાકા, બાંગ્લાદેશ) : બંગાળી રાજકીય નેતા, બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ વડાપ્રધાન તથા પ્રમુખ. તેઓ મધ્યમવર્ગીય જમીનદાર કુટુંબનું સંતાન હતા. પ્રારંભિક ઉચ્ચ શિક્ષણ કોલકાતાની ઇસ્લામિયા કૉલેજમાંથી મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારબાદ ટૂંકા ગાળા માટે ઢાકા યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

શેખાવત, ભૈરોસિંગ

શેખાવત, ભૈરોસિંગ (જ. 23 ઑક્ટોબર 1923, ખાચરિયાવાસ ગામ, સિકર જિલ્લો, રાજસ્થાન) : ભારતના 11મા ઉપરાષ્ટ્રપ્રમુખ. ભારતીય જનતા પક્ષના અગ્રણી અને અનુભવી નેતા તેમજ 1977માં અને 1993માં રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી. માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ તેમના પિતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો અને પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. નાની ઉંમરથી…

વધુ વાંચો >