રક્ષા મ. વ્યાસ
મોર્સી, મોહમદ
મોર્સી, મોહમદ (જ. 8 ઑગસ્ટ, 1951 શારકિયા ઇજિપ્ત) : ઇજિપ્તના નવા ચૂંટાયેલા અને પાંચમા પ્રમુખ. ઇજિપ્તમાં જાન્યુઆરી, 2011ની ક્રાંતિ સાથે ભારે ઊથલપાથલ થઈ. તેમાં 11 ફેબ્રુઆરી, 2011માં 30 વર્ષ જૂના હોસ્ની મુબારક શાસનનો અંત આવ્યો. ક્રાંતિના સવા વર્ષ પછી 23–24 મે, 2012ના નવી ચૂંટણીઓ યોજાઈ. તેમાં આઠ દાયકા જૂની સંસ્થા…
વધુ વાંચો >મોસાદ
મોસાદ : ઇઝરાયલની જગપ્રસિદ્ધ ગુપ્તચર સંસ્થા. 14 મે 1948ના રોજ ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની સ્થાપના પૂર્વે, 1936થી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કો-ઑર્ડિનેશન ઍન્ડ ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટેલિજન્સ ઍન્ડ સિક્યુરિટી નામક સંસ્થા કાર્યરત હતી. આ સંસ્થા 1 એપ્રિલ, 1951થી ‘મોસાદ’ના નવા નામથી કાર્યરત બની. ‘મોસાદ’ હીબ્રૂ શબ્દ છે, જેનો અર્થ છે ‘સંસ્થા’…
વધુ વાંચો >મોહંતા, પ્રફુલ્લકુમાર
મોહંતા, પ્રફુલ્લકુમાર (જ. 23 ડિસેમ્બર 1952, રૂપનારાયણ સાત્ર, કાલિયાબોર નાગાન જિલ્લો) : આસામના પૂર્વ મુખ્ય પ્રધાન અને અગ્રણી વિદ્યાર્થી નેતા. પિતા દેવકાંત અને માતા લક્ષ્મીપ્રભા. વિજ્ઞાન અને કાયદાના સ્નાતક થઈને ઑલ નાગાન જિલ્લા વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ટૂંકા ગાળામાં જ તેના પ્રમુખ ચૂંટાયા. યુવાજગત સાથે કામ કરતાં તેમનામાં નેતૃત્વના ગુણો…
વધુ વાંચો >મ્યાનમાર
મ્યાનમાર : અગ્નિ એશિયામાં આવેલો ભારતનો પડોશી દેશ. અગાઉ તે બ્રહ્મદેશ (બર્મા) તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 00´થી 28° 30´ ઉ. અ. અને 92° 00´થી 101° 00´ પૂ. રે. વચ્ચેનો 6,76,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પતંગને મળતો આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ…
વધુ વાંચો >મ્યૂનિક કરાર
મ્યૂનિક કરાર : યુરોપમાં સંભવિત યુદ્ધ નિવારવા માટે જર્મનીના મ્યૂનિક શહેર ખાતે યુરોપની મુખ્ય સત્તાઓ વચ્ચે થયેલો નિષ્ફળ કરાર. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના વીસીના ગાળામાં જર્મની મજબૂત રાષ્ટ્ર બનવા ઉત્સુક હતું. આથી તેણે પશ્ચિમ ચેકોસ્લોવાકિયામાં આવેલ સુદાતનલૅન્ડ વિસ્તાર પર પ્રદેશલાલસાભરી નજર દોડાવી, કારણ કે આ વિસ્તારમાં 30,00,000 જર્મન-મૂળ ધરાવતા…
વધુ વાંચો >યાજ્ઞિક, ઇન્દુલાલ
યાજ્ઞિક, ઇન્દુલાલ (જ. 22 ફેબ્રુઆરી 1892, નડિયાદ; અ. 17 જુલાઈ 1972, અમદાવાદ) : પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિ:સ્પૃહ રાજકીય નેતા. પિતા કનૈયાલાલ અને માતા મણિગૌરી. 1903માં 11 વર્ષની વયે જ્ઞાતિની સભામાં અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી તેમણે તેમની પ્રતિભાનો ચમકારો દર્શાવ્યો હતો. મુંબઈમાં પ્લેગ ફેલાતો અટકાવવાની જાહેર સેવા દરમિયાન પિતાએ પ્રાણ…
વધુ વાંચો >યાલ્ટા પરિષદ
યાલ્ટા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછીની વિશ્વવ્યવસ્થા અંગેની વિચારણા હાથ ધરવા માટે યોજાયેલી પરિષદ. કાળા સમુદ્રમાં વસેલા દેશ ક્રીમિયાના હવા ખાવાના સ્થળ યાલ્ટા ખાતે આ પરિષદ 4થી 11 ફેબ્રુઆરી 1945 દરમિયાન મળી હતી. મિત્ર દેશોના ત્રણ માંધાતાઓએ તેમાં સક્રિય ભાગ લીધો હતો. અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટ, ગ્રેટ બ્રિટનના…
વધુ વાંચો >યુગોસ્લાવિયા
યુગોસ્લાવિયા અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…
વધુ વાંચો >યુનિસેફ (UNICEF)
યુનિસેફ (UNICEF) : રાષ્ટ્ર સંઘની અનૌપચારિક સંસ્થા, જે વિશ્વભરનાં પીડિત બાળકોની સહાય માટે કાર્યરત છે. બીજા વિશ્વયુદ્ધ- (1939–1945)ને અંતે યુદ્ધનો ભોગ બનેલાં, ઘવાયેલાં અને નિ:સહાય બાળકોની સમસ્યા રાષ્ટ્ર સંઘ સમક્ષ હતી. આથી આવાં બાળકોની મદદ માટે ડિસેમ્બર 1946માં સામાન્ય સભા દ્વારા યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ(UNICEF)ની સ્થાપના કરવામાં આવી.…
વધુ વાંચો >યુનેસ્કો (UNESCO)
યુનેસ્કો (UNESCO) : રાષ્ટ્રસંઘની અનૌપચારિક સંસ્થા, જે વિશ્વના તમામ દેશોમાં કેળવણી, વિજ્ઞાન, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પાયાનાં મૂલ્યો સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. વિશ્વના દેશો વચ્ચે બૌદ્ધિક સહકારમાં વધારો કરવાનો ઉદ્દેશ પહેલા વિશ્વયુદ્ધ(1914–1918)ને અંતે લીગ ઑવ્ નેશન્સે સ્વીકાર્યો હતો. આ માટે ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટલેક્ચ્યુઅલ કો-ઑપરેશન (International Institute of Intellectual Co-operation)…
વધુ વાંચો >