રક્ષા મ. વ્યાસ
મકવાણા (ડૉ.) યોગેન્દ્રકુમાર
મકવાણા (ડૉ.) યોગેન્દ્રકુમાર (જ. 23 ઑક્ટોબર 1933, સોજિત્રા, ગુજરાત) : ગુજરાતના જાણીતા દલિત નેતા અને કેંદ્રીય મંત્રી. પિતા માવજીભાઈ. માતા રતનબહેન. તેમનો વ્યવસાય વણકરનો. તેમનું પ્રાથમિક અને શાલેય શિક્ષણ વતનમાં. આ દરમિયાન કઠિન પરિશ્રમભર્યું જીવન જીવીને, ખેત-મજૂરી કરીને તેઓ આગળ વધતા ગયા. વતનની શાળામાં શિક્ષણ દરમિયાન તેઓ વ્યાયામવીર છોટુભાઈ પુરાણીના…
વધુ વાંચો >મકારિયોસ, આર્ચબિશપ
મકારિયોસ, આર્ચબિશપ (જ. 13 ઑગસ્ટ 1913, પાનો પાન સિરિઆ, પાફોસ, સાયપ્રસ; અ. 3 ઑગસ્ટ 1977, નિકોસિયા) : સાયપ્રસના પ્રમુખ, રાજકારણી અને ગ્રીક આર્ચબિશપ (1950થી ’77). મૂળ નામ મિખાઇલ ક્રિસ્ટોડોઉ માઉસકોસ. ગરીબ ભરવાડના આ પુત્રે સાયપ્રસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ ઍથેન્સમાં અને ત્યારબાદ બૉસ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ થિયૉલૉજીમાં અભ્યાસ કર્યો. તેઓ 1946માં…
વધુ વાંચો >મણિપુર
મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…
વધુ વાંચો >મતાધિકાર
મતાધિકાર : લોકશાહી શાસનવ્યવસ્થામાં પુખ્તવયના સર્વ નાગરિકોને બંધારણ દ્વારા પ્રાપ્ત થતો મુખ્ય રાજકીય અધિકાર. વ્યક્તિનું વ્યક્તિત્વ વિકસે, ગૌરવ વધે અને નાગરિક રાજકીય જીવનમાં સક્રિય બને તથા નાગરિકતાનો વિકાસ થાય તે માટે અધિકારો આપવામાં આવે છે. આવા અધિકારો મૂળભૂત અધિકાર હોવાથી તેનો સમાવેશ જે તે દેશના બંધારણમાં કરવામાં આવે છે. બંધારણ…
વધુ વાંચો >મતિપ્રક્ષાલન
મતિપ્રક્ષાલન (brainwashing) : વ્યક્તિને સહેતુક વિચારશૂન્ય કરી અન્ય મતનું આરોપણ કરવાની પદ્ધતિ. આ હેતુ માનસિક યાતના યા અન્ય માર્ગે સિદ્ધ કરવામાં આવે છે. આ પદ્ધતિના મુખ્ય ત્રણ તબક્કાઓ છે : પ્રથમ તબક્કામાં સજા પામનાર વ્યક્તિને તેના અન્ય તમામ સાથીઓ કે સહકર્મચારીઓથી અલગ કે તદ્દન વિખૂટી પાડી દેવામાં આવે છે. વળી…
વધુ વાંચો >મથાઈ, જૉન
મથાઈ, જૉન (જ. 10 જાન્યુઆરી 1886; અ. 2 નવેમ્બર 1969, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણામંત્રી. ચેન્નઈની કિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. અને ત્યારબાદ બી.એલ. થયા. ઑક્સફર્ડ અને પછીથી લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં અભ્યાસ કર્યો. પ્રારંભે 1910થી ’14 સુધી ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1918માં ચેન્નઈની પ્રેસિડન્સી કૉલેજમાં…
વધુ વાંચો >મસાણી, મીનુ (મિનોચર)
મસાણી, મીનુ (મિનોચર) (જ. 20 નવેમ્બર 1905, મુંબઈ; અ. 28 મે 1998, મુંબઈ) : પીઢ સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી સાંસદ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા. ઇંગ્લૅંડથી બાર-ઍટ-લૉ થયા બાદ ભારત આવી સમાજવાદી પક્ષમાં જોડાયા. સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈ 1932 અને 1933માં નાસિકમાં કારાવાસ ભોગવ્યો. ત્યારબાદ ટૂંકા…
વધુ વાંચો >મહંમદ યૂનુસ
મહંમદ યૂનુસ (જ. 28 જૂન 1940, બથુઆ, હાથાઝારી, ચિતાગોંગ) : 2006ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા, પ્રથમ અને એકમાત્ર બાંગ્લાદેશી (નોબેલ પુરસ્કાર મહંમદ યૂનુસ અને ગ્રામીણ વિકાસ બૅંકને સરખે હિસ્સે આપવામાં આવ્યો.) પિતા હાજી દુલામિયાં સોદાગર અને માતા સુફિયા ખાતૂન. પિતાનો આભૂષણોનો વ્યવસાય હતો. તેમનાં પત્નીનું નામ છે આફ્રોજી. તેમની બે…
વધુ વાંચો >મહાનગરપાલિકા
મહાનગરપાલિકા : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું મોટાં શહેરોને આવરી લેતું રાજકીય અને વહીવટી તંત્ર. લગભગ પ્રત્યેક દેશમાં મોટાં શહેરોમાં વિવિધ સ્વરૂપે મહાનગરપાલિકાઓ કાર્યરત હોય છે. તેનાં સ્વરૂપ અને કાર્યોમાં દેશ-કાળ અનુસાર ભારે વૈવિધ્ય હોય છે. સ્થાનિક સ્વરૂપ ધરાવતા વિવિધ અને વ્યાપક પ્રશ્નો પ્રત્યેક નગરમાં ઊભા થાય છે અને તેને કાર્યક્ષમ રીતે…
વધુ વાંચો >મહેતા, જીવરાજ (ડૉ.)
મહેતા, જીવરાજ (ડૉ.) : (જ. 29 ઑગસ્ટ 1887, અમરેલી, ગુજરાત; અ. 7 નવેમ્બર 1978, મુંબઈ) : કુશળ તબીબ, સંનિષ્ઠ રાજનીતિજ્ઞ અને ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન. પિતા નારાયણ મહેતા. માતા ઝમકબહેન મહેતા. અંધ પિતામહીએ પણ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાવું પડે તેવી ગરીબીમાં તેમનો જન્મ થયો હતો. કિશોરાવસ્થા દરમિયાન અમરેલીના સિવિલ સર્જન ડૉ.…
વધુ વાંચો >