યોગેશ ડબગર
બૅસેલેસી
બૅસેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 5 પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં થાય છે. Basella rubra જૂની દુનિયા(ઍશિયા)ની મૂલનિવાસી જાતિ છે. Boussingaultiaની 12 જાતિઓ પૈકીની 2 જાતિઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં થાય છે. Anrederaની એક…
વધુ વાંચો >બૉરાજિનેસી
બૉરાજિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં લગભગ 113 પ્રજાતિઓ અને 2,400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે ભૂમધ્યસમુદ્રીય પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 37 પ્રજાતિઓ અને 152 જાતિઓ થાય છે. તે પૈકી ગુજરાતમાં 5 પ્રજાતિઓ અને 19 જાતિઓ જોવા મળે…
વધુ વાંચો >ભાંગ
ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >ભોંયઆમલી
ભોંયઆમલી : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phyllanthus fraternus Webster. syn. P. niruri Hook f. છે. તે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને ભારતના ગરમ પ્રદેશોમાં ખાસ કરીને ખેડાયેલી ભૂમિમાં હંમેશાં શિયાળુ-અપતૃણ તરીકે થાય છે. તે સંભવત: બાંગ્લાદેશ અને પશ્ચિમ ભારતની મૂલનિવાસી…
વધુ વાંચો >મહુડો
મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે.…
વધુ વાંચો >માર્ટિનિયેસી
માર્ટિનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 5 પ્રજાતિઓ અને લગભગ 16 જાતિઓ ધરાવે છે, આ જાતિઓ અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની મૂલનિવાસી છે. લ્યૂઝિયાનાથી શરૂ થઈ પશ્ચિમ તરફ કૅલિફૉર્નિયામાં થતી Proboscideaની 4 જાતિઓ સ્થાનિક છે. ભારતમાં આ કુળની એક પ્રજાતિ અને તેની એકમાત્ર જાતિ Martynia annua Linn. (વીંછુડો) થાય…
વધુ વાંચો >યુક્કા
યુક્કા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એગેવેસી કુળની એક સદાહરિત, ક્ષુપીય પ્રજાતિ. તે મેક્સિકો, વેસ્ટ ઇંડિઝ અને યુ.એસ.ના શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી છે અને લગભગ 30 જેટલી જાતિઓની બનેલી છે. તે શોભન વનસ્પતિ તરીકે પણ કેટલીક જગાઓએ ઉગાડવામાં આવે છે. કેટલીક જાતિઓ રેસાઓ માટેનો સ્રોત પણ છે. ભારતમાં તેની 4 જાતિઓનો…
વધુ વાંચો >રૂંછાળો દૂધલો (રાઇટિયા)
રૂંછાળો દૂધલો (રાઇટિયા) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Wrightia tinctoria R. Br. (સં. શ્ર્વેતકુટજ; હિં. ઇન્દ્રજવ, મીઠા ઇન્દ્રજવ; બં. ઇન્દ્રજવ; ગુ. રૂંછાળો દૂધલો, દૂધલો, કાળો ઇન્દ્રજવ; મ. કાલાકુડા, ઇન્દ્રજવ; તે. ટેડ્લાપાલા, આમકુડા, જેડ્ડાપાલા; ક. કોડામુર્કી, બેપાલ્લે; ત. વેયપાલે, ઇરુમ્પાલાઈ, થોંયાપાલાઈ; મલ. કોટકપ્પાલ્લા, અં. પાલા…
વધુ વાંચો >રોઝેસી
રોઝેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી કેલિસીફ્લોરી, ગોત્ર રૉઝેલ્સ અને કુળ રોઝેસી. આ કુળમાં લગભગ 115 પ્રજાતિઓ અને 3,200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પૃથ્વીના મોટાભાગના પ્રદેશોમાં થયેલું છે. તે પૂર્વ એશિયા,…
વધુ વાંચો >વનસ્પતિ-સંગ્રહાલય
વનસ્પતિ-સંગ્રહાલય : વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં જાડા ધારક-કાગળ (mount paper) ઉપર ચોંટાડેલ નમૂનાઓ કોઈ ચોક્કસ જાણીતા વર્ગીકરણ મુજબ ગોઠવેલા હોય છે અને તેમને પિજ્યન હોલ કે સ્ટીલના ખાનાયુક્ત અથવા લાકડાના કબાટમાં મૂકવામાં આવે છે. વનસ્પતિ-સંગ્રહાલય સામાન્ય રીતે વનસ્પતિ-ઉદ્યાન સાથે સંકળાયેલું હોય છે. તે મોટેભાગે સંશોધનસંસ્થાઓમાં જોવા મળે છે. ફૉસબર્ગ…
વધુ વાંચો >