યાંત્રિક ઇજનેરી

વૉટ, જેમ્સ (Watt James)

વૉટ, જેમ્સ (Watt James) (જ. 19 જાન્યુઆરી 1736; અ. 25 ઑગસ્ટ 1819) : સ્કૉટલૅન્ડના ઇન્સ્ટ્રૂમેન્ટ-મિકેનિક અને સંશોધક. યાંત્રિક ક્રાંતિમાં તેમના વરાળ એન્જિનનો ઘણો જ ફાળો છે. 1795માં તેઓને ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીની ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. તેમના પિતા વહાણ અને ઘર બાંધવાનો ધંધો કરતા હતા. તેમની તબિયત નાજુક હોઈ, તેમની…

વધુ વાંચો >

વૉશર (washer)

વૉશર (washer) : સ્ક્રૂ-બંધક(fastener)ની સજ્જડતા (tightness) સુધારવા માટે વીંટીના આકારનું સપાટ સાધન. વૉશર મશીનઘટક(conponent)ની સાથે વપરાતો એક ભાગ છે. તે બોલ્ટ અને નટની સાથે વપરાય છે. ત્રણ પ્રકારનાં વૉશર સામાન્યત: વપરાશમાં છે : સાદું (plane), સ્પ્રિંગ-બંધક (spring-lock) અને દંત-બંધક (tooth-lock). પ્રમાણભૂત સાદું વૉશર પ્લેટનું નુકસાન થતું અટકાવવા માટે અથવા બોલ્ટ…

વધુ વાંચો >

વ્હિટની ઈલી (Whitney Eli)

વ્હિટની ઈલી (Whitney Eli) (જ. 8 ડિસેમ્બર 1765, વેસ્ટબરો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જાન્યુઆરી 1825) : અમેરિકન સંશોધક. યેલમાં અભ્યાસ કર્યા બાદ તેઓ જ્યૉર્જિયામાં શિક્ષક તરીકે જોડાયા. જનરલ ગ્રીનની વિધવા નાથાનેલ ગ્રીને તેમની સંશોધક વૃત્તિને આધાર આપ્યો. ગ્રીનના કપાસનાં મોટાં ખેતરો હતાં, જેમાંથી મળતા રૂમાંથી કપાસિયાં અલગ કરવા માટે તેમણે…

વધુ વાંચો >

શાફ્ટ સીલ

શાફ્ટ સીલ : યંત્રોના હાઉસિંગમાંથી બહાર નીકળતા અને ગતિ કરતા શાફ્ટની આજુબાજુએથી ઊંજણતેલ (lubricating oil)  અથવા ગૅસને બહાર નીકળતા રોકવા માટેનો યાંત્રિક ભાગ. આને ઑઇલસીલ પણ કહેવાય છે. આ ઑઇલસીલ, એન્જિનના ફ્રક કેસમાં રહેલા ઊંજણતેલને બહાર આવતું રોકવાનું કાર્ય કરે છે. સામાન્ય પ્રકારના સીલમાં ‘ઈલાસ્ટોમર’ રિંગ મૂકેલી હોય છે. ઈલાસ્ટોમર…

વધુ વાંચો >

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં)

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં) : દાગીનામાં છિદ્ર (શાર) પાડવા તેમજ તે માટેનાં પાનાં અને યંત્રો. વસ્તુને કે તેના ભાગોને જ્યારે એકબીજા સાથે જોડવાનાં થાય ત્યારે જો સ્ક્રૂ કે પિનથી જોડવાની રીત વાપરીએ તો છિદ્ર પાડવાનો પ્રશ્ર્ન ઊભો થાય છે. દાગીનો કયા પદાર્થ(લાકડું, પ્લાસ્ટિક કે ધાતુ)નો બનેલો છે, કુલ કેટલાં…

વધુ વાંચો >

શૉલ્ઝ, ક્રિસ્ટૉફર લૅથામ

શૉલ્ઝ, ક્રિસ્ટૉફર લૅથામ (જ. 14 ફેબ્રુઆરી 1819, મૂર્ઝબર્ગ, પેન્સિલવેનિયા; અ. 17 ફેબ્રુઆરી 1890) : ટાઇપરાઇટર વિકસાવનાર અમેરિકન સંશોધક. તેમણે શાળાશિક્ષણ પૂરું કર્યા બાદ તાલીમી પ્રિન્ટર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 4 વર્ષ બાદ માબાપ સાથે વિસ્કોન્સિનમાં સ્થળાંતર કર્યું. થોડા વખતમાં જ મેડિસોનમાં ‘વિસ્કોન્સિન એન્ક્વારર’ના સંપાદક બન્યા, એક વર્ષ બાદ સાઉથપૉર્ટ…

વધુ વાંચો >

સમય અને ગતિ-અભ્યાસ / કાર્યપદ્ધતિ-અભ્યાસ અને કાર્યસમય-આંકન

સમય અને ગતિ–અભ્યાસ (Time and Motion study) / કાર્યપદ્ધતિ–અભ્યાસ અને કાર્યસમય–આંકન (Method study and Work measurement) કોઈ પણ કાર્ય પૂરું કરવામાં લાગતા સમય તેમજ તે કાર્ય દરમિયાન વ્યક્તિના તેમજ વસ્તુ / પદાર્થોના થતા બધા પ્રકારના હલનચલન-(આવનજાવન)ને લગતો તલસ્પર્શી અભ્યાસ. સમય અને ગતિ-અભ્યાસને નામે વર્ષો પહેલાં કામ શરૂ થયા બાદ આજે…

વધુ વાંચો >

સમેરિયમ

સમેરિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ લેન્થેનાઇડ શ્રેણીનું વિરલ-મૃદા (rare earth) તત્ત્વ. સંજ્ઞા Sm. 1879માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક ફ્રેંકોઈ લેકોક દ બોઇસબોદ્રાંએ ‘સમેરિયા’ તરીકે અલગ પાડી તેના વર્ણપટ ઉપરથી તત્ત્વને પારખ્યું હતું. સમેરિયા એ સમેરિયમ અને યુરોપિયમનું મિશ્રણ હતું અને સમેર્સ્કાઇટ નામના ખનિજમાંથી તત્ત્વને અલગ પાડવામાં આવ્યું હોવાથી તેને સમેરિયમ…

વધુ વાંચો >

સંયોજન-પથ (Assembly line)

સંયોજન–પથ (Assembly line) : સાધન, કારીગર અને યંત્રની ઔદ્યોગિક ગોઠવણી (arrangement) એટલે સંયોજન-પથ. આ ગોઠવણી જથ્થાબંધ (mass) ઉત્પાદનમાં અને દાગીનાઓ-(workpieces)ના નિરંતર પ્રવાહમાં ઉપયોગી છે. દરેક પેદાશ(product)ના ઘટકો નક્કી કરી તે મુજબ સંયોજન-પથનો અભિકલ્પ (design) કરવામાં આવે છે. આને માટે અંતિમ પેદાશ પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સામગ્રી(material)ની દરેક હલચલ (movement)…

વધુ વાંચો >

સિસ્ટમ-ઇજનેરી (system engineering)

સિસ્ટમ–ઇજનેરી (system engineering) : વિવિધ ઘટકોનું યોજનાબદ્ધ એકીકરણ તંત્ર. જુદા જુદા ઘટકો જે અમુક પ્રમાણમાં આગવું / સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા છતાં એકબીજા સાથે સંકળાયેલા હોય તેવાનું યોગ્ય રીતે એકીકરણ (assembly) કરી યોજના પ્રમાણેનો (અપેક્ષિત) ઉદ્દેશ પાર પાડવો. સિસ્ટમ અને સિસ્ટમ-ઇજનેરીનો અર્થ જુદી જુદી વ્યક્તિઓને મન જુદો જુદો થતો હોય…

વધુ વાંચો >