મ. ઝ. શાહ
નાગફણી
નાગફણી : એકદળી વર્ગમાં આવેલ હીમોડોરેસી કુળની વનસ્પતિ. તે બહુવર્ષાયુ શાકીય, 60 સેમી. થી 80 સેમી. ઊંચો શોભાનો છોડ છે. એને ગુજરાતીમાં નાગફણી કહે છે. તેની ત્રણ જાતો મુખ્ય છે : (1) Sansevieria zeylanica Roxb. તેનાં પર્ણો તલવાર જેવાં 60થી 80 સેમી. લાંબાં તથા 5થી 7 સેમી. પહોળાં અને લીલા…
વધુ વાંચો >નારવેલ (Morning Glory Railway Creeper)
નારવેલ (Morning Glory Railway Creeper) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea cairica (Linn.) sweet syn. I. palmata Forsk; Convolvulus cairia (ગુ. નારવેલ, પાંચ પત્તી) છે. તે વળવેલ (twiner) હોવાથી અત્યંત ઝડપથી વૃદ્ધિ પામે છે. મંડપ અગર ટ્રેલિસ ઉપર એ ખૂબ જલદી વધીને એને ભરી…
વધુ વાંચો >નીલગિરિ
નીલગિરિ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મિર્ટેસી (લવંગ) કુળની વનસ્પતિ. તેને Eucalyptus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે. આ પ્રજાતિ 300 જેટલી સદાહરિત અને સુરભિત (aromatic) વૃક્ષ-જાતિઓ વડે બનેલી છે અને તે ઑસ્ટ્રેલિયા, તાસ્માનિયા, ન્યૂગિની અને પડોશી ટાપુઓની સ્થાનિક (indegenous) પેદાશ છે. ત્યાં તે વનોનો ઘણો મોટો ભાગ બનાવે છે. તેની વિવિધ…
વધુ વાંચો >નેસ્ટર્શીઅમ
નેસ્ટર્શીઅમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુ સિફેરી) કુળની એક પ્રજાતિ. તે સાત છોડરૂપ જાતિઓની બનેલી નીની પ્રજાતિ છે અને ઉત્તર ગોળાર્ધમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. આ જાતિઓ પાણીની તીખી ભાજીઓ (water cresses) તરીકે જાણીતી છે; જેમાં Nasturtium microphyllum (પાણીની તીખી ભાજી) N.…
વધુ વાંચો >પગલા પાન
પગલા પાન : દ્વિદળી વર્ગના સ્ટર્ક્યુલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sterculia diversifolia syn. (S. alata Roxb. var. diversifolia) છે. તેને ગાંડું વૃક્ષ (mad tree) અથવા (તેનું થડ બાટલી આકારનું હોવાથી) ‘બૉટલ ટ્રી’ કહે છે. તે ઑસ્ટ્રેલિયાનું મૂલનિવાસી ગણાય છે. આ વૃક્ષ મધ્યમસરની ઊંચાઈ ધરાવે છે. આ વૃક્ષનાં કોઈ બે…
વધુ વાંચો >પડદાવેલ (curtain creeper)
પડદાવેલ (curtain creeper) : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ છે Vernonia elaegnifolia. D. C. આ વેલ સારી એવી ઝડપથી વધે છે. એની મુખ્ય ડાળીઓ જમીનને સમાંતર આડી લંબાવવામાં આવે તો એમાંથી પડદાની ઝાલરની માફક નાની નાની અસંખ્ય ડાળીઓ લટકે છે. એને સમયાંતરે કાપતા રહેતાં ગીચ પડદા જેવું…
વધુ વાંચો >પાનરવો (પાંડેરવો)
પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…
વધુ વાંચો >પામ (તાડ)
પામ (તાડ) : એકદળી વર્ગના એરિકેસી કુળની વૃક્ષસ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેની પ્રત્યેક જાતિની આગવી વિશિષ્ટતા હોય છે. કેટલીક જાતિઓ બગીચામાં શોભાની વનસ્પતિ તરીકે તો કેટલીક ફળ અથવા રસ માટે ઉગાડવામાં આવે છે. તાડની કેટલીક જાતિઓ નીચે મુજબ છે : (1) રૉયલ અથવા બૉટલ પામ : તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia…
વધુ વાંચો >પારસ (સફેદો)
પારસ (સફેદો) : દ્વિદળી વર્ગના ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum flexile Vahl. (J. caudatum Wall. સહિત) છે. તે આસામ, આકા, લુશાઈ, ખાસી અને દક્ષિણ ભારતની ટેકરીઓ તેમજ પશ્ચિમઘાટમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળતી મોટી વેલ છે. તેની છાલ સફેદ, પર્ણો સામાન્યત: ત્રિપર્ણી, પંજાકાર સંયુક્ત; સમ્મુખ, અગ્ર…
વધુ વાંચો >પારસપીપળો
પારસપીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા માલ્વેસી(કાર્પાસ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thepesia populnea Solanad ex Correa (સં. પારિસ, તૂલ, કપીતન, પાર્શ્વપિપ્પલ, ગર્દભાણ્ડ; હિં. ગજદંડ, પારસ પીપલ, ભેંડિયા ઝાડ; બં. પાકુરગજશુંડી, પારસપિપ્પુલા; મ. પરસચાઝાડ, પારોસા પિંપળ, આષ્ટ, પારસભેંડી, પિંપરણી; ગુ. પારસપીપળો, તા. ચીલન્થિ, તે ગંગરાવી, મલ. પૂવરસુ; ક. હૂવરસે;…
વધુ વાંચો >