મ. ઝ. શાહ
ટ્રાવેલર્સ ટ્રી
ટ્રાવેલર્સ ટ્રી : એકદળી વર્ગના સીટેમીનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ravenala madagascariensis, Sonnert છે અને તે માડાગાસ્કર ટાપુનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો કેળનાં પર્ણો સાથે સામ્ય ધરાવે છે. પર્ણદંડો 1.5 મી. લાંબા, નીચેથી ખીચોખીચ અને ઉપરથી ફેલાયેલા હોવાથી પર્ણદળો પંખાકારે ગોઠવાય છે. તેઓ લંબગોળાકાર હોય છે. આ વૃક્ષ પર…
વધુ વાંચો >ટ્રેડસ્કન્શિયા
ટ્રેડસ્કન્શિયા : એકદળી વર્ગના કોમ્મેલીનેસી કુળની શાકીય પ્રજાતિ. તે મેક્સિકોની મૂલનિવાસી છે. ઉચ્ચાગ્ર ભૂશાય Tradescantia zebrena, Hort, (wanderingjew) syn. Zebrina pendula Schnize. નાની અધ:પતિત (decumbent) બહુવર્ષાયુ શાખિત જાતિ છે. તે જમીન પર પથરાઈ જાય છે અને લટકતી છાબમાં સુંદર દેખાય છે. પર્ણો લાંબાં, અંડાકાર, નીચેની સપાટીએથી રોમિલ, અણીદાર, 7થી 8…
વધુ વાંચો >ડમરો
ડમરો : દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरुआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી…
વધુ વાંચો >ડહેલિયા
ડહેલિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ 3,000 બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate)…
વધુ વાંચો >ડાયન્થસ
ડાયન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા કૅરિયોફાયલેસી કુળની નાની શાકીય જાતિઓ ધરાવતી પ્રજાતિ. તે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની – ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશની – મૂલનિવાસી છે. તેની ઘણી જાતિઓ સુંદર પુષ્પો માટે મૂલ્યવાન ગણાય છે. ભારતમાં થતી બાગમાં ઉગાડાતી વિવિધ જાતિઓ ઉપરાંત તેની 9 જેટલી વન્ય જાતિઓ પણ થાય છે.…
વધુ વાંચો >ડાયફૅનબેકિયા
ડાયફૅનબેકિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની માંસલ શાકીય જાતિઓની બનેલી પ્રજાતિ. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની મૂલનિવાસી છે. ભારતમાં તેની કેટલીક જાતિઓ અને ઉપજાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. તે 60થી 90 સેમી. ઊંચી કૂંડાની વનસ્પતિઓ છે અને આકર્ષક સુંદર બહુવર્ણી (variegated) પર્ણોનો મુકુટ ધરાવે છે. તેનાં પર્ણો…
વધુ વાંચો >ડાયમૉર્ફોથિકા
ડાયમૉર્ફોથિકા : દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી જાતિ. (વૈજ્ઞાનિક નામ : Dimorphotheca aurantiaca.) તે આફ્રિકાની મૂલનિવાસી છે. હવે લગભગ બધે જ થાય છે. 30–35 સેમી. ઊંચી હોય છે. તેનાં પુષ્પો શિયાળામાં બેસે છે અને ડેઇઝીની જેમ મુખ્યત્વે કેસરી, પરંતુ તપખીરિયા તેમજ બીજા રંગનાં પુષ્પ પણ સારા પ્રમાણમાં આવે છે.…
વધુ વાંચો >ડીડલેકેન્થસ
ડીડલેકેન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના એકેન્થેસી કુળની એક પ્રજાતિ. Daedalacanthus roseus T. Anders. syn. Eranthemum roseum R. Br. (હિ. गुलशाम ; મ. दसमूलि; તા. નીલમૂલી) લગભગ 1.8 મીટર ઊંચી ક્ષુપ જાતિ છે. તેનાં પર્ણો સાદાં એકાંતરિક લંબચોરસ ભાલાકાર (lanceolate) હોય છે. ઊબકા આવે તેવી તીવ્ર વાસ ધરાવતાં વાદળી કે ગુલાબી…
વધુ વાંચો >ડૂરેન્ટા
ડૂરેન્ટા : દ્વિદળી વર્ગમાં આવેલ કુળ વર્બીનેસીની ક્ષુપ અને વૃક્ષની બનેલી નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. Duranta repens, Linn. syn. D. plumieri, Jacq. (ગુ. દમયંતી) ભારતમાં પ્રવેશ પામેલી એકમાત્ર જાતિ છે અને વાડની શોભા વધારવા ઉગાડાય છે. તે લગભગ 2.0થી 5.0 મીટર ઊંચી હોય છે. તેની ઝૂકેલી ચતુષ્કોણીય…
વધુ વાંચો >ડૅઇઝી
ડૅઇઝી : દ્વિદળી વર્ગમાં આવેલ એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી કેટલીક જાતિઓ. તેના મુંડક પ્રકારના પુષ્પવિન્યાસના બિંબની મધ્યમાં નલિકાકાર અને સામાન્યત: પીળાં બિંબપુષ્પકો અને તેની ફરતે રંગીન આકર્ષક કિરણપુષ્પકો આવેલાં હોય છે. તેના પ્રકાંડના તલપ્રદેશમાંથી શાખાઓ ફૂટીને વનસ્પતિઓ ઝૂમખાંદાર બને છે. ઑક્સ-આઇ ડૅઇઝી અમેરિકામાં થતું પ્રાકૃતિક ડૅઇઝી છે. તેનું વૈજ્ઞાનિક નામ…
વધુ વાંચો >