માનસશાસ્ત્ર
ટોળું
ટોળું (crowd) : સમાન લક્ષ્ય કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ. ટોળામાં જોડાયેલી વ્યક્તિઓએ થોડા સમય માટે પરસ્પર તાદાત્મ્ય સાધ્યું હોય છે અને તે સમાન આવેગો અનુભવતી હોય છે. મોટેભાગે ટોળામાં જોડાયેલા લોકો એકબીજાની નજીક હોય છે અને સમાન વિષય પ્રત્યે ઉત્સુકતા કે નિસબત…
વધુ વાંચો >તનાવ અને અનુકૂલન
તનાવ અને અનુકૂલન : પરિસ્થિતિમાં થતા ફેરફારથી મનની તનાવભરી સ્થિતિ અને તે સતત રહેતી પરિસ્થિતિ સાથે ગોઠવવાની પ્રક્રિયા. માનસિકતણાવ–તનાવ (stress) અને મનોવેદના (distress) એ આધુનિક ઝડપી યુગનો માનસિક વિકાર છે. આધુનિક જીવન જીવવાની શૈલી જ એવી છે કે જીવનમાંથી સુખસંતોષ, શાંતિ, ધીરજ, હળવાશ, ફુરસદ જેવા અનુભવોની બાદબાકી થતી જાય છે…
વધુ વાંચો >તરુણાવસ્થા
તરુણાવસ્થા (adolescence) : બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રાંતિનો સમયગાળો. વયની ર્દષ્ટિએ લગભગ 11 વર્ષથી શરૂ કરીને ૨0 વર્ષની ઉંમર સુધીના સમયગાળાને તરુણાવસ્થા ગણવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને મંથનની આ મૂંઝવણભરી અવસ્થા છે. આ ગાળામાં વૃદ્ધિનો દર ઊંચો રહે છે અને તેની સમાપ્તિ પહેલાં જાતીય પરિપક્વતા આવી જાય છે.…
વધુ વાંચો >તાર્કિક સમસ્યાઉકેલ
તાર્કિક સમસ્યાઉકેલ : તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય એવી ઉદ્દીપક પરિસ્થિતિરૂપ સમસ્યાનો તર્કસંગત ઉકેલ શોધવો તે. જ્યારે વ્યક્તિને કશુંક જોઈતું હોય પરંતુ તે મેળવવા માટે શું કરવું તેનું તત્કાલ જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા છે તેમ કહેવાય. આમ, જ્યારે પ્રવર્તમાન સ્થિતિ અને ઇચ્છિત લક્ષ્ય વચ્ચે તફાવત કે અસંગતતા હોય ત્યારે…
વધુ વાંચો >તોતડાપણું
તોતડાપણું : વાણીની વિકૃતિ. બાળકની વાણીના વિકાસમાં મુશ્કેલીઓ આવે તો તે ખામીયુક્ત બની શકે છે. વાણીની ખામીઓમાં અપૂરતા શિક્ષણથી પરિણમતી અશુદ્ધ ભાષાથી માંડીને વાણીની વિકૃતિઓ જોવા મળે છે. વાણીની વિકૃતિઓમાં મુખ્યત્વે (1) કાલું બોલવું (lipsing); (2) અસ્પષ્ટ કે ગરબડિયું બોલવું (slurring); (3) તોતડાપણું (stuttering) અને અટકીને બોલવું – આ ત્રણનો…
વધુ વાંચો >થર્સ્ટન, એલ. એલ.
થર્સ્ટન, એલ. એલ. [જ. 29 મે 1887, શિકાગો, ઇલિનૉય; અ. 29 સપ્ટેમ્બર 1955, chapel Hill, North (qrolina)] : વિખ્યાત અમેરિકન મનોવિજ્ઞાની. બુદ્ધિમાપનના ક્ષેત્રે તેમનો ફાળો મહત્વનો ગણાય છે. કેળવણી કૉર્નેલ અને શિકાગો યુનિવર્સિટીમાં. ત્યારપછી કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં આઠ વર્ષ વ્યવસાય કર્યો. પછીનાં બધાં વર્ષો શિકાગો યુનિવર્સિટીમાં ગાળ્યાં. તેમના વ્યવસાય,…
વધુ વાંચો >દુ:ખત્રય
દુ:ખત્રય : સંસારમાં અનુભવવા મળતાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણે પ્રકારનાં દુ:ખોનો સમૂહ. દુ:ખ એટલે શારીરિક કે માનસિક વ્યથા અથવા પીડા. ભારતીય દર્શનોએ દુ:ખ વિશે સૂક્ષ્મ વિચાર કર્યો છે; કારણ કે રોગ, ઘડપણ, મૃત્યુ વગેરે જગતનાં દુ:ખોમાંથી છુટકારો એટલે મોક્ષ જગતના પરમ તત્વના જ્ઞાનથી થાય છે. પરિણામે દુ:ખ એ…
વધુ વાંચો >ધ્યાન
ધ્યાન (attention) : કોઈ એક પદાર્થ, વિષય કે અનુભવ વખતે થતી મનની એકાગ્રતા. કોઈ ઉદ્દીપક વસ્તુ, બનાવ, ક્રિયા કે વિચાર ઉપર સભાનતાને કેન્દ્રિત કરવાની ક્રિયા. શરીરની બહારના કે અંદરના વાતાવરણમાંથી વિવિધ ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો ઉપર સતત અથડાતા રહે છે. પણ આપણને એ બધા ઉદ્દીપકોનું ભાન થતું નથી. ચોક્કસ સમયે એમાંથી…
વધુ વાંચો >નશાખોરી
નશાખોરી : કેફી કે માદક પદાર્થનો વારંવાર નશો કરવાની વૃત્તિ. કેફી પદાર્થ લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર ઉપર અસર થાય છે અને તેની અસર વ્યક્તિની મનોદૈહિક પ્રક્રિયા ઉપર પડે છે. આને કારણે કાં તો પ્રક્રિયા ઉત્તેજિત થાય છે અને શિથિલ પડે છે. આ ઉત્તેજના અથવા શિથિલતાના વિશિષ્ટ અનુભવને નશો કહેવામાં આવે છે.…
વધુ વાંચો >નિત્શે, ફ્રેડરિક
નિત્શે, ફ્રેડરિક (જ. 15 ઑક્ટોબર 1844, જર્મની; અ. 25 ઑગસ્ટ 1900, જર્મની) : ઓગણીસમી સદીના ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ. નિત્શેએ મનોવિશ્લેષક ફ્રૉઇડ તેમજ સમાજલક્ષી તત્વચિંતક કાર્લ માર્કસ ની જેમ જ નિરીશ્વરવાદી અભિગમ રજૂ કરીને પ્રચલિત ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક કે કલાવિષયક માન્યતાઓને પડકારી છે. પોતપોતાનાં ક્ષેત્રોમાં જોકે ફ્રૉઇડ કે માર્કસે વૈજ્ઞાનિક વસ્તુલક્ષી…
વધુ વાંચો >