માનસશાસ્ત્ર

સ્વપ્રેમગ્રંથિ (Narcissism)

સ્વપ્રેમગ્રંથિ (Narcissism) : સ્વપ્રેમદર્શક ગ્રંથિ એટલે વ્યક્તિને પોતાની જાત પ્રત્યે અનહદ પ્રેમ. માણસે પોતાના જ પ્રેમમાં પડેલા રહેવું તે. આ આત્મપ્રેમ અતિશયતાની સીમા વટાવી ગયો હોય ત્યારે તે વિકૃતિ બની ગ્રંથિ, વળગણ બની જાય છે. ગ્રીક દંતકથામાં નાર્સિસસ નામનો સોળ વરસનો અતિશય સ્વરૂપવાન રાજકુમાર હતો. તે ઈકો નામની તેની પ્રિયતમા…

વધુ વાંચો >

સ્વભાવ (temperament)

સ્વભાવ (temperament) : પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવાની અને આવેગિક પ્રતિભાવો આપવાની, જૈવ લક્ષણો ઉપર આધારિત, વ્યક્તિની વિશિષ્ટ શૈલી. સ્વભાવને વ્યક્તિના ભાવાત્મક પ્રતિભાવો, મનોદશાઓ (moods) અને શક્તિ સાથે સંબંધ ધરાવતાં લક્ષણોના સમૂહ તરીકે પણ સમજી શકાય. પ્રવૃત્તિની કક્ષામાં, લાક્ષણિક મનોદશામાં તેમજ આવેગ-અભિવ્યક્તિની તીવ્રતા અને ગુણ(quality)માં વિવિધ વ્યક્તિઓના સ્વભાવમાં સ્થાયી તફાવતો હોય…

વધુ વાંચો >

સ્વ-સંમોહન (selfhypnosis)

સ્વ-સંમોહન (selfhypnosis) : એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર સંમોહનની પ્રક્રિયા કરે ત્યારે તેને સ્વ-સંમોહન કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન (meditation) જેવી પરિસ્થિતિ ઉદભવે છે. ખરેખર તો ધ્યાન (meditation) એ જ એક પ્રકારનું સ્વ-સંમોહન છે. આ માટે મહાવરાની જરૂર હોય છે. નિષ્ણાત સંમોહનકર્તા પાસેથી કેવા પ્રકારનાં સૂચનો પોતાની…

વધુ વાંચો >

હતાશા (frustration)

હતાશા (frustration) : આપણા જીવનમાં આપણી જૈવિક, મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક જરૂરતો હંમેશા સરળતાથી સંતોષાઈ જાય એવું બનતું નથી જ. આપણી વૃત્તિઓ, લાગણીઓ, જરૂરતો તેમજ લક્ષ્યોના સંતોષની પ્રક્રિયાના માર્ગમાં આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાંથી અનેક વિઘ્નો, અવરોધો ઊપજે છે. વ્યક્તિની જરૂરત-સંતોષ અને લક્ષ્યપ્રાપ્તિની પ્રક્રિયામાં આ વિઘ્નો તેમજ અવરોધો તેનામાં સંઘર્ષ, તનાવ ઉપજાવે…

વધુ વાંચો >

હલ ક્લાર્ક લિયોનાર્ડ

હલ, ક્લાર્ક લિયોનાર્ડ (જ. 24 મે 1884, એક્રોન, ન્યૂયૉર્ક; અ. 23 જુલાઈ 1952, ન્યૂ હેવન) : નવ્ય-વર્તનવાદી (neo-behaviorial psychologist) અમેરિકી મનોવિજ્ઞાની, જે મનોવિજ્ઞાનમાં તેમના સિદ્ધાંતતંત્ર(system)ની સ્થાપના માટે ખૂબ જાણીતા છે. નવ્ય-વર્તનવાદી અભિગમમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાની વચમાં પ્રાણી કે જીવતંત્ર(organism)ની અંદર કયા ઘટકો પ્રવર્તતા હશે તેની ધારણા કરવાનું હલને ખૂબ મહત્વનું…

વધુ વાંચો >

હસ્તમૈથુન (Masturbation)

હસ્તમૈથુન (Masturbation) : સ્ત્રીના સહવાસ વિના જ્યારે પુરુષ પોતે સ્વપ્રયત્નથી જાતીય ઉત્તેજનાનો અનુભવ કરે તેને લગતી લૈંગિક ક્રિયાની રીત. મૈથુન અથવા સંભોગની ક્રિયા નર અને માદા, પુરુષ અને સ્ત્રી વચ્ચે તેમનાં જાતીય અંગોના સહિયારા સહવાસ દ્વારા થાય છે જે અંતે પુરુષમાં વીર્યસ્રાવ તેમજ પુરુષ અને સ્ત્રી બંનેમાં સામાન્યત: જાતીય સુખની…

વધુ વાંચો >

હાર્ટલે ડેવિડ (Hartley David)

હાર્ટલે, ડેવિડ (Hartley David) (જ. 8 ઑગસ્ટ 1905, આર્મલે, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1957, બાથ, સમરસેટ) : અંગ્રેજ તબીબ અને તત્વવેત્તા, જેમણે માનસશાસ્ત્રના તંત્રને અન્ય વિષયો સાથે સાંકળતો ‘એકીકરણવાદ’ (associationism) પ્રથમ રજૂ કર્યો. આધુનિક માનસશાસ્ત્રના સિદ્ધાંતોના પાયામાં હાર્ટલેનો આ એકીકરણવાદ કે જોડાણવાદ અંતર્ગત ભાગ છે. તે પારભૌતિકવાદ(metaphysics)થી અલગ, એવા…

વધુ વાંચો >

હિંસા

હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય…

વધુ વાંચો >

હોર્ની કારેન

હોર્ની, કારેન (જ. 16 સપ્ટેમ્બર 1885, બ્લેકનહેમ, હેમ્બર્ગ, જર્મની; અ. 5 ડિસેમ્બર 1952, ન્યૂયૉર્ક, યુ.એસ) : બર્લિનમાં ફ્રૉઇડવાદી મનોવિશ્લેષક તરીકે તાલીમ પામ્યા પછી, ફ્રૉઇડની વિચારધારામાં સુધારા સૂચવીને, નવ મનોવિશ્લેષકોનું નેતૃત્વ કરનારાં જર્મન વિદુષી. તેમના પિતા વહાણના કૅપ્ટન હતા. તેમના વિશે તેમનાં સ્વજનોને ઘણી ગેરસમજો હતી. વળી તે પોતાને સુંદર માનતાં…

વધુ વાંચો >

હૉલ ગ્રેનવીલે સ્ટેન્લી

હૉલ, ગ્રેનવીલે સ્ટેન્લી (જ. 1 ફેબ્રુઆરી 1844, ઍશફીલ્ડ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 24 એપ્રિલ 1924) : જાણીતા અમેરિકન મનોવૈજ્ઞાનિક. તેઓ સર્વપ્રથમ હાર્વર્ડમાં વિલિયમ જેમ્સના શિષ્ય હતા. પછી તે જર્મનીમાં લિપઝિગ નગરના વિલ્હેમ વુન્ટના પ્રથમ અમેરિકન શિષ્ય બન્યા. તેમણે અમેરિકામાં સૌથી પહેલવહેલી મનોવિજ્ઞાનની પ્રયોગશાળા જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં 1882માં સ્થાપી. 1887માં હૉલે અમેરિકન…

વધુ વાંચો >