માનવશાસ્ત્ર

ભીલ

ભીલ : એક આદિવાસી જાતિ. ‘ભીલ’ શબ્દ મૂળ દ્રવિડ કુળના ‘બીલ્લુ’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ બાણ અથવા તીર થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે બાણ રાખતા આવ્યા છે. આને કારણે ભીલ નામે ઓળખાયા હોય એવું માનવામાં આવે છે. હાલમાં બાણ-તીર માટે બીલ્ખું શબ્દ વપરાય છે.…

વધુ વાંચો >

મજુમદાર, ધીરેન્દ્રનાથ

મજુમદાર, ધીરેન્દ્રનાથ (જ. 3 જૂન 1903, પટણા; અ. 31 મે 1960) : તાલીમ પામેલા પ્રથમ ભારતીય માનવશાસ્ત્રી. ભારતીય માનવશાસ્ત્રમાં શારીરિક માનવશાસ્ત્ર તથા સાંસ્કૃતિક માનવશાસ્ત્રના ક્ષેત્રે વિશાળ ક્ષેત્રકાર્ય કરીને સૈદ્ધાંતિક પાયો નાખવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. તેઓ 1922માં બી.એ. અને 1924માં એમ.એ. થયા. 1926માં ‘હો જાતિ’ પરના સંશોધનકાર્ય દરમિયાન શરત્ચંદ્ર રૉયનો…

વધુ વાંચો >

મદન, ત્રિલોકીનાથ

મદન, ત્રિલોકીનાથ (ટી. એન. મદન) (જ. 12 ઑગસ્ટ 1931) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સમાજ-નૃવંશશાસ્ત્ર વિષયમાં ડૉ. ડબ્લ્યૂ. ઈ. એચ. સ્ટેનરના માર્ગદર્શન હેઠળ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી 1960માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે કાશ્મીરના બ્રાહ્મણો વિશે ક્ષેત્રકાર્ય કર્યું અને સગાઈ-સંબંધોનો અભ્યાસ કર્યો. કેટલાંક…

વધુ વાંચો >

મરડૉક, જ્યૉર્જ પીટર

મરડૉક, જ્યૉર્જ પીટર (જ. 1897; અ. 1985) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. અમેરિકન ઇતિહાસ સાથે સ્નાતકની પદવી યેલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1925માં નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના વિષયમાં પીએચ. ડી. ની પદવી મેળવી. 1928માં યેલ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. 1938માં તે વિષયના પ્રાધ્યાપક બન્યા. 21 વર્ષ…

વધુ વાંચો >

મહેતા, બબલભાઈ પ્રાણજીવનદાસ

મહેતા, બબલભાઈ પ્રાણજીવનદાસ (જ. 10 ઑક્ટોબર 1910, સાયલા (સૌરાષ્ટ્ર); અ. 27 સપ્ટેમ્બર 1981, થામણા) : જાણીતા ગાંધીવાદી કાર્યકર, સ્વાતંત્ર્ય સૈનિક અને લોકસેવક. એક વર્ષની ઉંમરે જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયા હેઠળ ઊછર્યા. સુઘડતા, કરકસર, ઉદ્યોગપરાયણતા જેવા ગુણોનો વારસો માતા પાસેથી મળેલો. પ્રારંભિક શિક્ષણ હળવદ તથા મુંબઈમાં. નાનપણથી જ સંગીત અને…

વધુ વાંચો >

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી (જ. 1890, હૅલૅટ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1976) : માનવવંશવિજ્ઞાની અને લેખક. પોસ્ટ-ઑફિસ માટેના મિકૅનિક તરીકે તે ઑસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓના પરિચયમાં આવ્યા અને તેમની જીવનશૈલીના નિષ્ણાત જાણકાર બની ગયા. તેમણે 1937માં ગુમ થયેલા સાહસખેડુ લુદવિગ લિચહાર્ટની શોધમાં સાહસ-અભિયાન હાથ ધર્યું; 1938થી 1960ના ગાળા દરમિયાન તેમણે મધ્ય ઑસ્ટ્રેલિયામાં 10…

વધુ વાંચો >

માઓરી

માઓરી : ન્યૂઝીલૅન્ડમાં વસતા પૉલિનેશિયન આદિવાસી જાતિના લોકો. તેઓ હવાઈ ટાપુઓમાંથી સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયા હતા. પુરાતત્વીય શોધ દર્શાવે છે કે તેઓ. ઈ. સ. 800થી ન્યૂઝીલૅન્ડમાં રહે છે. તેઓ ત્યાં નૉર્થ આઇલૅન્ડમાં રહ્યા અને શિકારી, ખેડૂત અને માછીમારનાં કે વસ્તુઓ ભેગી કરવાનાં કામો કરે છે. માઓરી સમાજમાં મુખી, સામાન્ય લોકો…

વધુ વાંચો >

માતૃસત્તાક સમાજવ્યવસ્થા

માતૃસત્તાક સમાજવ્યવસ્થા : માનવઇતિહાસ જોતાં વિશ્વમાં આજે સાર્વત્રિક રીતે પુરુષપ્રધાન સમાજ-વ્યવસ્થાનું પ્રભુત્વ દેખાય છે. આમ છતાં કેટલાક આદિમ અને અન્ય સમુદાયોમાં માતૃપ્રધાન સમાજ-વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. જે. જે બેશોફેન, જે. એમ. મેક્લેનન, એલ. એચ. મૉર્ગન અને ફ્રેડરિક એન્જલ જેવા કેટલાક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ સમાજની ઉત્ક્રાંતિના ક્રમને તપાસતાં પ્રથમ માતૃપ્રધાન સમાજવ્યવસ્થા…

વધુ વાંચો >

માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ

માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો કાળ. માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના આ કાળને સામાન્ય સમજ માટે વ. પૂ. 50 લાખ ± વર્ષથી 1 કરોડ ± વર્ષના ગાળા દરમિયાન કોઈક કક્ષાએ શરૂ થયેલો ગણાવી શકાય. પ્રાગ્-ઐતિહાસિક કાળ અગાઉના બધા જ માનવ-જીવાવશેષો (હાડપિંજર સ્વરૂપે આખા હોય કે તેના ભાગરૂપ હોય, અસ્થિઓનું…

વધુ વાંચો >

માનવપ્રજાઓ

માનવપ્રજાઓ (human races) : સરખાં આનુવંશિક તત્વો ધરાવતાં પ્રજાજૂથો. માનવપ્રજાઓમાં શારીરિક દેખાવ–ચામડીનો રંગ, માથાના વાળ અને તેનો આકાર, આંખોની રચના અને તેનો રંગ, નાકની લંબાઈ-પહોળાઈ, હોઠનું જાડાપણું-પાતળાપણું, ચહેરો, ઊંચું-નીચું કદ વગેરે શારીરિક લક્ષણોને કારણે કેટલાક સ્પષ્ટ ભેદ દેખાય છે. આવી શારીરિક ખાસિયતોના–લક્ષણોના અભ્યાસીઓ બે ભેદ પાડે છે : (1) અનિશ્ચિત…

વધુ વાંચો >