મહેશ મ. ત્રિવેદી
અંબિકા (નદી)
અંબિકા (નદી) : દક્ષિણ ગુજરાતની એક મહત્વની નદી. ડાંગ જિલ્લામાં સાપુતારાની ટેકરીઓમાંથી નીકળીને આ નદી વઘઈ અને ચીખલીની ઉત્તરે થઈ ગણદેવી નજીક ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ આશરે 64.36 કિમી. જેટલી છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બીલીમોરા પાસે આ નદીને મળે છે. દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડી…
વધુ વાંચો >અંબેર
અંબેર : રાજસ્થાન રાજ્યમાંની પ્રાચીન ઐતિહાસિક નગરી. ‘ગુલાબી નગર’ની ઉપમા પામેલ જયપુરથી 8 કિમી. પૂર્વમાં આ અતિપ્રાચીન અને જૂનું રાજધાનીનું શહેર આવેલું છે. ભગવાન શિવના નામ ‘અંબિકેશ્વર’ અથવા ‘અંબરીષ’ ઉપરથી આ શહેરનું નામ આમેર કે અંબેર પડેલું હશે તેમ માનવામાં આવે છે. ઈ.સ. બારમી સદીની મધ્યમાં કછવાહા રાજપૂતોએ આ શહેર…
વધુ વાંચો >આક્રા
આક્રા : ગિનીના અખાત પર આવેલું ઘાનાનું રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 5° 33´ ઉ. અ. ૦° 13´ પ. રે. ઘાનાના સૌથી મોટા આ શહેરના કિનારા નજીક ટેમા નામનું જોડિયું શહેર તેમજ બંદર પણ છે. ઘાના યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે. ત્યાં ઑઇલ રિફાઇનરી તેમજ ઍલ્યુમિનિયમ પ્લાન્ટ આવેલાં…
વધુ વાંચો >આજી
આજી : સૌરાષ્ટ્રની મુખ્ય પાંચ નદીઓ (ભાદર, મચ્છુ, શેત્રુંજી, સુકભાદર અને આજી) પૈકી એક. રાજકોટ જિલ્લાનાં સરધાર અને ત્રંબા ગામ વચ્ચે આવેલી સરધારી ધારમાંથી આ નદી નીકળીને ઉત્તરમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં થઈ કચ્છના અખાતને મળે છે. રાજકોટ નજીક આ નદી ઉપર આજી ડૅમ બાંધવામાં આવેલ છે. તેના દ્વારા રાજકોટ…
વધુ વાંચો >આબાદાન
આબાદાન (Abadan) : ઈરાનના ખૂઝેસ્તાન પ્રાંતમાં આવેલ આબાદાન ટાપુનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : આ શહેર 300 200 ઉ. અ. અને 480 160 પૂ. રે. પર આવેલું છે. તે ઈરાની (પર્શિયન) અખાતથી ઉત્તરે આશરે 53 કિમી. દૂર અને શત-અલ-અરબ નદીના પૂર્વ કાંઠે આવેલું છે. આબોહવા : આ શહેરનું જાન્યુઆરીનું…
વધુ વાંચો >આબિદજાન
આબિદજાન : આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગમાં નૈર્ઋત્ય ખૂણે આવેલા દેશ આઇવરી કોસ્ટ(કોટ-દ-આઇવરી-હાથીદાંત માટે વિખ્યાત)ની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 50 19´. અ. અને 40 02´ પ. રે. પર આવેલું છે. તે દેશનું મુખ્ય બંદર પણ છે. તે દેશના અગ્નિકોણમાં ઍટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને કાંઠે આવેલા એબ્રી ખાડી સરોવર…
વધુ વાંચો >આબુ
આબુ : રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ ગિરિમથક. તેનું ગુરુશિખર સમુદ્રની સપાટીથી 1,722 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. આબુ પર્વત 240 36´ ઉ. અક્ષાંશ અને 720 45´ પૂ. રેખાંશ પર આવેલ છે. અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ આ પર્વતની લંબાઈ આશરે 3 કિમી. અને…
વધુ વાંચો >આમુર
આમુર : એશિયા ખંડના ઈશાન ખૂણે પૂર્વ સાઇબીરિયામાં રશિયા અને ચીનની સરહદે આવેલી નદી. આ નદી સિંચાઈ, મત્સ્ય-ઉદ્યોગ તેમજ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે. ચીનમાં આ નદીને હી-લંગ-જિયાંગ અર્થાત્ ‘કાળી નદી’ (Hei-Ho) તરીકે સંબોધવામાં આવે છે. તેના ભયાનક પૂરપ્રકોપના સ્વરૂપને કારણે તે ‘Black Dragon’નું બિરુદ પણ પામી છે. શાખાનદીઓ સહિતનો…
વધુ વાંચો >આયર-શાયર
આયર-શાયર : સ્કૉટલૅન્ડની નૈર્ઋત્યમાં આવેલો પ્રાદેશિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 55 0 25´ ઉ. અ. અને 40 30´ ૫.૨ .ની આજુબાજુનો વિસ્તાર. તે પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે : કનિંગહામ, કેયલ, કારીક, કીલ માનૉર્કિ અને લ્યૂ ડેન. તેની પશ્ચિમ કિનારારેખા અંતર્ગોળ છે, ત્યાંથી પૂર્વ તરફ જતાં તેનો પ્રાદેશિક ઢોળાવ 600 મીટરની…
વધુ વાંચો >