મહેશ ચોકસી
રોબસન, પૉલ (બ્સ્ટીલ)
રોબસન, પૉલ (બ્સ્ટીલ) (જ. 1898, પ્રિન્સટન, ન્યૂ જર્સી; અ. 1976) : પ્રસિદ્ધ ગાયક અને અભિનેતા. પ્રારંભમાં તેમને અમેરિકાના ‘બાર’ ખાતે પ્રવેશ મળ્યો હતો; પરંતુ 1921માં ન્યૂયૉર્ક શહેરમાં તેમણે રંગભૂમિ-કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1922માં તેમણે બ્રિટનની રંગભૂમિ પર અભિનય આપ્યો. આફ્રિકન-અમેરિકન અભિનેતા તરીકે તેમને જે સફળતા મળી તેવી અને તેટલી લોકચાહના તેમને…
વધુ વાંચો >રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’
રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’ (જ. 1878, રિચમંડ, વર્જિનિયા; અ. 1949) : અમેરિકાના ખ્યાતનામ ટૅપ-નર્તક. મૂળ નામ લ્યૂથર રૉબિન્સન. લાડકું નામ ‘કિંગ ઑવ્ ટૅપૉલોજી’. તેમણે 8 વર્ષની વયે વ્યવસાયી ધોરણે નર્તક તરીકે લુઇવિલે, કેન્ટકીમાં કામ કરવા માંડ્યું. પછી તેઓ લોકપ્રિય સંગીત-નાટકોમાં નર્તક તરીકે કામ કરવા 1891માં ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. 1928માં તેમણે બ્રૉડવેના…
વધુ વાંચો >રૉબિન્સન, શુગર રે
રૉબિન્સન, શુગર રે (જ. 1920, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1989) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ. મૂળ નામ વૉકર સ્મિથ. 1946થી 1951 સુધી તેઓ વેલ્ટર વેટ (67 કિગ્રા. સુધીના વજનની) સ્પર્ધાનું વિશ્વપદક (world title) ધરાવતા રહ્યા. 1950–51માં તેઓ મિડલ વેટ સ્પર્ધાનું વિશ્વપદક ધરાવતા થયા. 1951માં તેઓ મિડલ વેટ પદકની સ્પર્ધામાં રૅન્ડૉલ્ફ ટર્પિન સામે…
વધુ વાંચો >રોવ, ડાયૅના
રોવ, ડાયૅના (જ. 14 એપ્રિલ 1933, મેરિલબોન, લંડન) : ટેબલટેનિસનાં આંગ્લ મહિલા ખેલાડી. એકસમાન દેખાતી આ જોડિયા બહેનો હતી; પોતે ડાબા હાથે ખેલતાં. જમણા હાથે ખેલનારાં તેમનાં બહેન રોઝલિંડ સાથે મળીને આ જોડી 1951 અને 1954માં વિશ્વ ડબલ સ્પર્ધામાં વિજેતા બની; 1952–53 તથા 1955માં તેઓ રનર્સ-અપ બની રહ્યાં. 1950–55 દરમિયાન…
વધુ વાંચો >રૉસ, રાલ્ફ
રૉસ, રાલ્ફ (જ. 17 માર્ચ 1885, લુઈવિલે, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1913 સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાના ઍથ્લેટિક ખેલાડી. 1904 અને 1908માં તેઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ગોળાફેંકના ચૅમ્પિયન બન્યા અને 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; 1912માં તે ગોળાફેંકમાં બીજા ક્રમે રહ્યા. 1912માં તે બે હાથે ફેંકવાના ગોળામાં ત્રીજા સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; એ…
વધુ વાંચો >રૉસ, લાયનલ
રૉસ, લાયનલ (જ. 21 જૂન 1948, વૅરેગુલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : કોઈ પણ રમતમાં વિશ્વકક્ષાનું વિજયપદક જીતનાર એકમાત્ર ઑસ્ટ્રેલિયન આદિવાસી. તેમણે 1964માં વ્યવસાયી ધોરણે મુક્કાબાજી ખેલવાનો પ્રારંભ કર્યો. 1966માં તેઓ ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બન્યા. 1968માં જાપાનના ‘ફાઇટિંગ હૅરાડા’ને પૉઇન્ટની દૃષ્ટિએ હરાવી, વિશ્વકક્ષાના બૅન્ટમવેઇટ વિજયપદકના વિજેતા બન્યા. આ વિજયપદક તેઓ 3 વખત સુધી…
વધુ વાંચો >ર્યાન, બની
ર્યાન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, ઍનેહેમ, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : અમેરિકાનાં ટેનિસનાં મહિલા ખેલાડી. 1914 અને 1934 દરમિયાન તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડન ડબલ્સ વિજયપદક(12 મહિલા તથા 7 મિક્સ્ડ)નાં વિજેતા બન્યાં. આ વિક્રમ 1979માં બિલી કિંગના હાથે તૂટ્યો. ડબલ્સનાં ખેલાડી તરીકે તેમની…
વધુ વાંચો >રહોડ્ઝ, વિલ્ફ્રેડ
રહોડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 29 ઑક્ટોબર 1876, કિર્બઇટન, યૉર્કશાયર, યુ.કે.; અ. 8 જુલાઈ 1973, બૅન્કસમ પાર્ક, ડૉરસેટ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. પ્રથમ કક્ષાની ક્રિકેટ મૅચમાં તેમણે કાયમ માટે સૌથી વધારે વિકેટ ઝડપી હતી અને તેઓ એક સર્વાંગનિપુણ (all rounder) ખેલાડી હતા. તેમનો રનનો જુમલો કેવળ 15 બૅટધર વટાવી શક્યા હતા. તેમની…
વધુ વાંચો >લમબમ, વીરમણિસિંહ
લમબમ, વીરમણિસિંહ (જ. 1925) : મણિપુરી વાર્તાકાર. તેમના વાર્તાસંગ્રહ ‘ચેખલા પૈખરવાડા’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી તેઓ ઇમ્ફાલ ખાતેની બેઝિક ટ્રેનિંગ કૉલેજમાં અધ્યાપક બન્યા. ત્યારબાદ તેઓ થૌબાલ જિલ્લામાં વિજ્ઞાન-સુપરવાઇઝર બન્યા. મણિપુર ખાતેના…
વધુ વાંચો >લિન્ઝડૉર્ફ, એરિક
લિન્ઝડૉર્ફ, એરિક (જ. 4 ફેબ્રુઆરી 1912, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક. તેઓ અધિકૃત સંગીત-રચનાઓની ઝીણવટભરી જાણકારી અને નિપુણતા માટે તેમજ સમકાલીન સંગીતના પુરસ્કર્તા તરીકે દેશમાં અને દેશ બહાર બહોળી નામના પામ્યા હતા. 1934માં તેમણે સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ ખાતે બ્રૂનો વૉલ્ટર તથા આર્ટુરો ટૉસ્કાનીની પાસે સંગીત-તાલીમ મેળવી; ત્યારબાદ યુરોપિયન ઑરકેસ્ટ્રા સાથે તેમણે…
વધુ વાંચો >