મહેશ ચોકસી
રેટન, મેરી લૂ
રેટન, મેરી લૂ (જ. 24 જાન્યુઆરી 1968, ફરમૉન્ટ, વેસ્ટ વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાનાં અંગકસરત(gymnastics)નાં મહિલા ખેલાડી. 1984માં એટલે કે પશ્ચિમ યુરોપના બહિષ્કારના વર્ષે લૉસ ઍન્જલીઝ ખાતેના ઓલિમ્પિક રમતોત્સવમાં તેઓ પ્રેક્ષકસમૂહનાં લાડકાં ખેલાડી બની રહ્યાં હતાં. તેઓ 1.44 મી. જેટલા નાના કદનાં હતાં, પણ તેમનું કૌશલ્ય પ્રભાવક હતું. કાંડાની ઈજાને કારણે…
વધુ વાંચો >રૅડમિલૉવિક, પૉલ
રૅડમિલૉવિક, પૉલ (જ. 5 માર્ચ 1886, કાર્ડિફ, ગ્લેમરગન, વેલ્સ; અ. 29 સપ્ટેમ્બર 1968, સમરસેટ) : તરણ તથા વૉટરપોલોના યુ.કે.ના ખેલાડી. બ્રિટિશ ટીમના ખેલાડી તરીકે વૉટર-પોલોની રમતમાં ઓલિમ્પિક રમતોત્સવ ખાતે 1908, 1912 અને 1920માં એ રીતે ઉત્તરોત્તર 3 વાર સુવર્ણ ચન્દ્રકોના તેમજ 1908માં 4 200 મી. ફ્રીસ્ટાઇલ તરણમાં સુવર્ણ ચન્દ્રકના વિજેતા…
વધુ વાંચો >રેડિયો સિટી મ્યૂઝિક હૉલ – અમેરિકા
રેડિયો સિટી મ્યૂઝિક હૉલ, અમેરિકા : વિશ્વનું સૌથી મોટું ઇનડૉર થિયેટર. તેમાં 6,000 બેઠકો છે. 1932માં તે ન્યૂયૉર્ક સિટીના રૉકફેલર સેન્ટરમાં ખુલ્લું મુકાયું હતું. આ થિયેટરની ડિઝાઇન, સેન્ટરના સ્થપતિઓની ટુકડીઓના સહયોગથી ડૉનલ્ડ ડેસ્કીએ તૈયાર કરી હતી. તેનું વિશાળ સ્ટેજ (44 × 21 મી.) તમામ પ્રકારની ટૅકનિકલ પ્રયુક્તિઓથી સુસજ્જ કરાયું છે. થિયેટર…
વધુ વાંચો >રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા
રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા (જ. 1922, પૈડિયા પાલેચ, જિ. કડપા, આંધ્રપ્રદેશ; અ. 1988) : તેલુગુ સર્જકની ‘અનુવાદ સમસ્યલુ’ નામની કૃતિને 1988ના વર્ષ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ગુંડ્ડી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થી હતા ત્યારે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે ‘સવ્યસાચી’ નામના સાપ્તાહિકનું તથા…
વધુ વાંચો >રેનશૉ, વિલિયમ
રેનશૉ, વિલિયમ (જ. 3 જાન્યુઆરી 1861 લૅમિંગ્ટન, વૉરવિકશાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 1904, સ્વાનેજ, ડૉરસેટ) : યુ.કે.ના ટેનિસ ખેલાડી. તેમણે વિમ્બલડન સ્પર્ધાઓ ખાતે 1881થી ’86 અને 1889 – એમ કુલ 7 વખત એકલા રમીને (singles) વિજયપદક તથા પોતાના જોડકા ભાઈ અર્નેસ્ટ સાથે 1884થી ’86 અને 1888–89 એમ કુલ 5 વખત…
વધુ વાંચો >રેનો, લુઈ
રેનો, લુઈ (જ. 1877, ફ્રાન્સ; અ. 1944) : ઑટોમોબાઇલના જાણીતા ફ્રેન્ચ ઉત્પાદક. પોતાના ભાઈઓના સહયોગથી તેમણે શ્રેણીબંધ નાની કારોનું ઉત્પાદન કર્યું. વચગાળામાં તેમણે રેસિંગમાં ઝંપલાવ્યું, પણ કાર-ઉત્પાદન તેમના મુખ્ય શોખનો વિષય હોવાથી તેમાં તેઓ પુન: સક્રિય બન્યા. 1918માં તેમણે રેનો ટૅન્કનું નિર્માણ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ પર જર્મનીએ કબજો…
વધુ વાંચો >રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન
રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન (જ. 1888, હલ, ઇંગ્લૅન્ડ; અ. 1972) : બ્રિટનના ચલચિત્ર-જગતના એક પ્રભાવશાળી અગ્રેસર. શરૂઆતમાં તેઓ પિતાની આટા મિલના ધીકતા ધંધામાં જોડાયા. ત્યાં કામ કરવાની સાથોસાથ તેઓ દર રવિવારની મેથડિસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવા જતા. એ કામગીરી દરમિયાન તેમને એવી પ્રતીતિ થઈ કે ગૉસ્પેલના સંદેશાનો વ્યાપક…
વધુ વાંચો >રેન્વા, ઝ્યાં
રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં…
વધુ વાંચો >રૅબ, ડૅવિડ (વિલિયમ)
રૅબ, ડૅવિડ (વિલિયમ) (જ. 10 માર્ચ 1940, ડુબુક, આયોવા) : અમેરિકન નાટ્યકાર. ડુબુકની લૉરસ કૉલેજમાંથી 1962માં અંગ્રેજીમાં બી.એ.; વિલનૉવા યુનિવર્સિટી, પેનસિલવૅનિયામાંથી 1968માં એમ.એ.; 1965–67 દરમિયાન યુ.એસ. લશ્કરી દળમાં સેવા આપી. 1969–70 સુધી કનેક્ટિકટના ‘ન્યૂ હેવન રજિસ્ટર’માં ફીચર-લેખક તરીકે જોડાયા. વિલનૉવા યુનિવર્સિટીમાં 1970–72 સુધી મદદનીશ પ્રાધ્યાપક રહ્યા અને 1977થી પરામર્શક થયા.…
વધુ વાંચો >રેમીઝૉવ, ઍલેક્સી મિખાઇલોવિચ
રેમીઝૉવ, ઍલેક્સી મિખાઇલોવિચ (જ. 6 જુલાઈ 1877; અ. 28 નવેમ્બર 1957) : રશિયન કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જ તેમની ગણના રશિયાના એક સૌથી મૌલિક કવિ તરીકે થઈ ચૂકી હતી. તેઓ પ્રતીકવાદી ઝુંબેશના વારસદાર હતા. કવિતાની બાનીમાં તેમણે વીસરાઈ ગયેલી ભાષા-અભિવ્યક્તિ તેમજ નવતર શબ્દપ્રયોગો પુનર્જીવિત કર્યાં. 1917માં સામ્યવાદીઓએ સત્તાસૂત્રો સંભાળી લીધાં…
વધુ વાંચો >