મહેશ ચોકસી

રાજા રાવ

રાજા રાવ (જ. 5 નવેમ્બર 1908, હસન, મૈસૂર; અ. ?) : અંગ્રેજીમાં લખતા ભારતીય સર્જક તથા પત્રકાર. તેમનો જન્મ પ્રખ્યાત અદ્વૈત તત્ત્વજ્ઞાની વિદ્યારણ્યના વંશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હૈદરાબાદમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી અલીગઢ યુનિવર્સિટીમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1929માં નિઝામ કૉલેજમાંથી ઇતિહાસ તથા અંગ્રેજી સાથે સ્નાતક થયા…

વધુ વાંચો >

રાધાકૃષ્ણન, સી.

રાધાકૃષ્ણન, સી. (જ. 15 ફેબ્રુઆરી 1939, ચમરાવટ્ટમ, માલાપ્પુરમ્, જિ. કેરળ) : મલયાળમ સાહિત્યકાર અને ફિલ્મકાર. તેમણે કાલિકટ તથા પાલઘાટ ખાતે યુનિવર્સિટી-શિક્ષણ લીધું હતું. પાલઘાટ ખાતેની વિક્ટૉરિયા કૉલેજમાં પ્રયુક્ત વિજ્ઞાનના વિષયમાં તેમણે અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ અભ્યાસક્રમ પૂરો કરતા અગાઉ 1961માં તેમણે કોડઈકેનલ ખાતેની ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરીમાં વૈજ્ઞાનિક મદદનીશ…

વધુ વાંચો >

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા (જ. 6 જાન્યુઆરી 1929, સોમવરપ્પડુ, જિ. કૃષ્ણા; અ. 1 નવેમ્બર 1998) : તેલુગુ સાહિત્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. તથા એમ.લિટ્.ની ડિગ્રીઓ મેળવેલી. તેઓ તેલુગુ, તમિળ તથા અંગ્રેજી  એમ ત્રણ ભાષાઓમાં લખતા હતા અને કાવ્ય, નાટક, નિબંધ, વિવેચન, આત્મકથા જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં 100 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમણે…

વધુ વાંચો >

રાધાસ્વયંવર

રાધાસ્વયંવર : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1879) રચિત મહત્વનું બીજું ‘લીલા’કાવ્ય. પ્રથમ ‘લીલા’કાવ્યની જેમ આ કૃતિનો વિષય પણ ‘ભાગવત’(સર્ગ 10)માંથી લેવાયો છે અને આશરે 1,400 શ્ર્લોકોમાં આધ્યાત્મિક રૂપક ઉપસાવાયું છે. વાસ્તવમાં ધ્રુવપંક્તિ(‘સેત વિમર્શ દીપ્તિમાન ભગવનો’)ના પરિણામે કાશ્મીરની આગામી ‘પ્રત્યભિજ્ઞા’(ઓળખ)નું સર્જનાત્મક રૂપાંતર પ્રયોજાયું છે. દૃષ્ટાંતકથાની મર્યાદામાં રહીને, આ કાવ્યમાં સામાજિક વર્તણૂકના વ્યક્તિગત…

વધુ વાંચો >

રાધિકાસાંત્વનમ્

રાધિકાસાંત્વનમ્ : અઢારમી સદીનાં તેલુગુ કવયિત્રી મડ્ડુ પલાની રચિત વિલક્ષણ કાવ્ય. આ કૃતિનું બીજું નામ ‘ઇલાદેવીયમ્’ છે. કૃષ્ણનો પોતાનાં કાકી રાધા પ્રત્યેનો પ્રેમ એ દક્ષિણ ધારા(school)ના કવિઓ માટે સનાતન વિષય બની રહ્યો હતો. રાજ-દરબારનાં આ કવયિત્રી પૂર્વેના અનેક કવિઓએ પોતપોતાની દક્ષતા પ્રમાણે કૃષ્ણ-રાધાના પ્રેમનું કાવ્યગાન કર્યું હતું; પરંતુ મડ્ડુ પલાની…

વધુ વાંચો >

રાધેશ્યામ ‘કથાવાચક’

રાધેશ્યામ ‘કથાવાચક’ (જ. 1890, બરેલી, ઉત્તર પ્રદેશ; અ. 1965) : હિંદીના નાટ્યકાર. નાનપણથી જ તેઓ સંગીત તથા નાટ્ય તરફ આકર્ષાયા હતા. તેમના પિતા સંગીતના શોખીન હતા અને ખાસ કરીને ભક્તિ-સંગીતના કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. ભક્તિ-સંગીતના વાતાવરણમાં ઊછરેલા બાળ રાધેશ્યામને ગાતાં આવડી ગયું. 8 વર્ષની ઉંમરે તેમને ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ…

વધુ વાંચો >

રામકૃષ્ણ પિલ્લઈ, કે.

રામકૃષ્ણ પિલ્લઈ, કે. (જ. 1870; અ. 1916) : મલયાળમ પત્રકાર. કેરળના પત્રકારત્વક્ષેત્રે તેમનું નામ અવિસ્મરણીય છે. તેઓ ‘સ્વદેશાભિમાની’ના કારણે વિશેષ જાણીતા હતા. એ નામ તેમના અખબારનું હતું. મલયાળમ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે નિષ્ઠા, ત્યાગભાવના તથા નિર્ભીક સંપાદનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ તેમના બળવાખોર મિજાજના પરિણામે તેમણે વહીવટી ભ્રષ્ટાચાર…

વધુ વાંચો >

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ (જ. 1853, ધર્માવરમૂ, જિ. અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1912) : તેલુગુ નાટ્યકાર. આંધ્રપ્રદેશના તેઓ એક સૌથી જાણીતા અર્વાચીન નાટ્યકાર હતા. ત્રણ વર્ષની વયે તો તેઓ આખો ‘અમરકોશ’ કેવળ યાદશક્તિથી મધુર કંઠે ગાઈ શકતા. નાનપણથી જ તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતા હતા. વકીલાતની પરીક્ષા પાસ કર્યા પછી,…

વધુ વાંચો >

રામલાલ

રામલાલ (જ. 1923) : ઉર્દૂના જાણીતા આધુનિક નવલકથાકાર. કથાલેખનમાં તેઓ પરંપરાગત તત્ત્વો તેમજ લાક્ષણિકતાઓને પ્રશંસે છે અને આવકારે છે, જ્યારે મનોવૈજ્ઞાનિક માવજત અથવા મૌલિક ટૅક્નિકને ટાળે છે. કથાઘટક પરત્વે તેમનું સબળ પ્રભુત્વ છે. પરિણામે તેમનું કથાસાહિત્ય ખૂબ રસપ્રદ બન્યું છે. તેમનું નિરભિમાનીપણું આશ્ર્ચર્યકારક છે. તેઓ પોતાની મર્યાદાઓથી બરાબર માહિતગાર છે…

વધુ વાંચો >

રામલિંગમ્, એમ.

રામલિંગમ્, એમ. (જ. 1939, તિરુતુરેઇપુંડી, જિ. તાંજોર, તામિલનાડુ) : તમિળ ભાષાના વિવેચક. તેમના વિવેચનસંગ્રહ ‘પુતિય ઉરૈ નદૈ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1963માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સર્વોચ્ચ ક્રમાંક સાથે તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1975માં તેમને તમિળ સાહિત્યમાં ડૉક્ટરેટ ડિગ્રીનું સન્માન અપાયું. 1964માં તેઓ તમિલનાડુ શિક્ષણ-સેવામાં જોડાયા. ત્યારબાદ…

વધુ વાંચો >