મહેશ ચોકસી
રાઇમ રૉયલ
રાઇમ રૉયલ : દશ-સ્વરી (decasyllabic) કડીનો આંગ્લ છંદ-પ્રકાર. તેનો અનુપ્રાસ (rhyme) ab ab bcc પ્રમાણે હોય છે. સ્કૉટલૅન્ડના જેમ્સ પહેલાએ ‘કિંગ્ઝ ક્વાયર’(1423)માં તેનો ઉપયોગ કર્યો હોવાથી તેનું આવું નામ પડ્યું હોવાનું મનાય છે. ચૉસરના ‘કમ્પલેઇન્ટ અન્ટુ પિટી’માં તે જોવા મળે છે. ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રિસિડા’ તથા ‘ધ કૅન્ટરબરી ટેલ્સ’ની કેટલીક કાવ્યકથાઓમાં…
વધુ વાંચો >રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ)
રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ) (જ. 13 મે 1916, ગુરુજંગ, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ. કોલકાતા અને કટકમાં શિક્ષણ. વિદ્યાર્થી અવસ્થામાં આઝાદીની લડતમાં જોડાયા; બે વાર જેલ ભોગવી. વિદ્યાર્થીકાળમાં જ અગિયાર વર્ષની વયે લેખનનો પ્રારંભ. 1939 અને 1942માં તેમનાં કાવ્યો પર પ્રતિબંધ. પ્રેસ ઍક્ટ હેઠળ દંડ પણ થયો. 1952માં કોલંબો…
વધુ વાંચો >રાગ દરબારી
રાગ દરબારી : શ્રીલાલ શુક્લ(જ. 1925)ની સૌથી જાણીતી હિંદી નવલકથા. 1969ના વર્ષ માટે આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ તેનું નાટ્યરૂપાંતર રંગભૂમિ પર રજૂઆત પામ્યું હતું. આ નવલકથામાં ભ્રષ્ટાચાર, રાજકીય કાવાદાવા તથા આઝાદી પછી ભારતના ગ્રામજગતમાં પ્રસરેલી સર્વસ્તરીય નિરાશા પરત્વે વેધક કટાક્ષ છે. નવલકથાનો નાયક એક યુવાન…
વધુ વાંચો >રાગલે
રાગલે : કન્નડ ભાષાનો ‘માત્રા’ નામનો બહુ જાણીતો છંદ. દસમી સદી પછી તે પ્રચલિત બન્યો હતો. તેનાં નામકરણ તથા ઉદભવ ચર્ચાનો વિષય બન્યાં છે. રાગલે એ ક્ન્નડ સ્વરૂપ છે અને તેનું સંસ્કૃત સ્વરૂપ ‘રાધટા’ હોવાનું મનાયું છે. ‘રાધટા’ અને ‘રાગલે’ મૂળ સંસ્કૃત શબ્દ ‘અર્ધટ્ટા’નાં જ રૂપો છે. પ્રાકૃતમાંથી આવેલા ‘રાગડા…
વધુ વાંચો >રાગ વૈશાખી
રાગ વૈશાખી : બોયી ભિમન્ના કૃત તેલુગુ ભાષાનું કાવ્ય. તેની વિશેષતા એ છે કે તે પ્રેમપત્રો રૂપે લખાયેલું છે. તેલુગુ ભાષાનું એ એક લાક્ષણિક કાવ્ય ગણાય છે. તે સૌપ્રથમ 1966માં પ્રગટ થયું અને વાચકો આશ્ર્ચર્યમુગ્ધ બની ગયા, કારણ કે તેમાં પ્રણયના મનોભાવો – લાગણીઓનું સ્વેચ્છાચારી નિરૂપણ થયું હતું. કેટલાક વિવેચકોએ…
વધુ વાંચો >રાજગુરુ, સત્યનારાયણ
રાજગુરુ, સત્યનારાયણ (જ. 1903, પરાલખેમુંડી, ઓરિસા) : ઊડિયા ભાષાના અગ્રણી ઇતિહાસવિદ, શિલાલેખવિજ્ઞાની અને સંશોધનકાર. તેમણે કૉલેજનું શિક્ષણ મેળવ્યું ન હતું, પરંતુ પોતાના અથાક પ્રયાસોથી તેમણે સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓ, તત્વજ્ઞાન, ઉચ્ચારશાસ્ત્ર, ઇતિહાસ તથા શિલાલેખવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1928માં તેમનો સંશોધનલેખ ‘કોરશંદ કૉપર પ્લેટ ગ્રાન્ટ ઑવ્ વિશાખવર્મા’ બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટીના…
વધુ વાંચો >રાજન, બાલચન્દ્ર
રાજન, બાલચન્દ્ર (જ. 1920) : અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકાર, કવિ, તંત્રી તથા વિદ્વાન. તેમણે ચેન્નઈ ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં શિક્ષણ લીધું હતું; ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્ર તથા ઇંગ્લિશ – એ બંને વિષયોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ (ટ્રાઇપૉસ) મેળવી, કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજ તરફથી અંગ્રેજીમાં અપાતી પ્રથમ ફેલોશિપ મેળવી હતી. 1946માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી…
વધુ વાંચો >રાજમ આયર, બી. આર.
રાજમ આયર, બી. આર. (જ. 1872, વથલકુંડુ, જિ. ચેન્નઈ; અ. 1898) : તમિળ ભાષાની પ્રથમ નવલકથાના લેખક. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચેન્નાઈ આવ્યા અને ઇતિહાસ તથા કાયદાના સ્નાતક થયા. તેઓ ખૂબ ઉદ્યમી હતા અને વાચનનો તેમને બેહદ શોખ હતો. યુરોપનો ઇતિહાસ તથા ત્યાંની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે…
વધુ વાંચો >રાજમ કૃષ્ણન્, (શ્રીમતી)
રાજમ કૃષ્ણન્, (શ્રીમતી) કે. મિત્ર (જ. 5 નવેમ્બર 1925, મુસિરી; જિ. ત્રિચિનાપલ્લી, ત્રિવેન્દ્રમ) : તમિળ ભાષાનાં મહિલા-નવલકથાકાર. નાનપણથી જ તેમના પિતાએ તેમની લેખનકુશળતાને પ્રોત્સાહન આપ્યું. હાઈસ્કૂલમાં કેવળ 5 ધોરણનો જ અભ્યાસ કરી શકવા છતાં સ્વયંશિક્ષણ અને ધગશને પરિણામે તેમણે અંગ્રેજી તેમ તમિળ નવલકથાકારોનો ઊંડો અભ્યાસ કર્યો. 1946થી તેમની ટૂંકી વાર્તાઓ…
વધુ વાંચો >રાજા રાધિકારમણ પ્રસાદસિંગ
રાજા રાધિકારમણ પ્રસાદસિંગ (જ. 1890, સૂર્યપુર, શાહબાદ, બિહાર; અ. 1971) : હિંદીના સાહિત્યકાર. તેમની સર્વપ્રથમ વાર્તા ‘કાનોં મેં કંગન’ પ્રખ્યાત સામયિક ‘ઇન્દુ’માં પ્રગટ થતાવેંત 1913માં તેમને બહોળી ખ્યાતિ સાંપડી. તેઓ જયશંકર પ્રસાદ પરંપરાના લેખક હતા. નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો તથા સંસ્મરણો જેવાં તેમનાં તમામ ગદ્ય લખાણોમાં આદર્શવાદ ભારોભાર વણાયેલો જોવા…
વધુ વાંચો >