રાઇમ રૉયલ : દશ-સ્વરી (decasyllabic) કડીનો આંગ્લ છંદ-પ્રકાર. તેનો અનુપ્રાસ (rhyme) ab ab bcc પ્રમાણે હોય છે. સ્કૉટલૅન્ડના જેમ્સ પહેલાએ ‘કિંગ્ઝ ક્વાયર’(1423)માં તેનો ઉપયોગ કર્યો હોવાથી તેનું આવું નામ પડ્યું હોવાનું મનાય છે. ચૉસરના ‘કમ્પલેઇન્ટ અન્ટુ પિટી’માં તે જોવા મળે છે. ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રિસિડા’ તથા ‘ધ કૅન્ટરબરી ટેલ્સ’ની કેટલીક કાવ્યકથાઓમાં પણ ચૉસરે તેનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો છે. આથી તે ‘ચૉસેરિયન સ્ટાન્ઝા’ તરીકે પણ ઓળખાય છે. આગળ જતાં, સર ટૉમસ વ્યાટ, એડમંડ સ્પેન્સર, શેક્સપિયર, માઇકલ ડ્રેટન, વિલિયમ મૉરિસ, જૉન મેસફીલ્ડ જેવા બીજા કેટલાક સાહિત્યકારોએ તેનો ઉપયોગ કર્યો છે.

મહેશ ચોકસી