મહેશ ચોકસી
રથ, રમાકાન્ત
રથ, રમાકાન્ત (જ. 13 ડિસેમ્બર, 1934, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી(દિલ્હી)ના પૂર્વ પ્રમુખ. 1956માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.. 1957માં આઇ.એ.એસ.માં જોડાયા. ઓરિસાની તથા કેન્દ્રની સરકારમાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી (1957–92). કૉલેજકાળથી કાવ્યલેખનનો પ્રારંભ. પ્રથમ કાવ્યસંગ્રહ ‘કે તે દિનાર’ 1962માં પ્રગટ થયા પછી, ‘અનેક કોઠારી’ (1967) અને…
વધુ વાંચો >રશીદ, અબ્દુલ
રશીદ, અબ્દુલ (જુ.) (જ. 3 માર્ચ 1947) : પાકિસ્તાનના હૉકી ખેલાડી. તેઓ પાકિસ્તાનના સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. તમામ મહત્વની ટુર્નામેન્ટમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા – 1968નો ઓલિમ્પિક રમતોત્સવ (સાથેસાથે એ રમતમાં 1972માં રૌપ્ય તથા 1976માં કાંસ્ય ચન્દ્રકો પણ જીત્યા); વિશ્વકપ 1971; એશિયન ગેમ્સ 1970 અને 1974. તેઓ પાકિસ્તાન…
વધુ વાંચો >રસેલ, વિલી
રસેલ, વિલી (જ. 23 ઑગસ્ટ 1947, વિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : આંગ્લ નાટ્યકાર. શાળાકીય શિક્ષણ નૉઝલી તથા રેનફર્ડ, લૅન્કેશાયરમાં. વિશેષ શિક્ષણ લૅન્કેશાયરમાં 1969-70. સેંટ કૅથરિન્સ કૉલેજ ઑવ્ હાયર એજ્યુકેશન, લિવરપૂલમાં, 1970-73. બેર બ્રાન્ડ વેરહાઉસમાં મજૂર તરીકે કામગીરી (1968-69). શિક્ષક શૉરફીલ્ડ્ઝ કૉમ્પ્રિહેન્સિવમાં 1973-74. સ્વતંત્ર લેખક તરીકે કારકિર્દીનો આરંભ 1974થી. સહાયક દિગ્દર્શક (1981-83)…
વધુ વાંચો >રસ્ક, વિમ
રસ્ક, વિમ (જ. 29 ઑગસ્ટ 1940, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : હોલૅન્ડના જૂડોના ખેલાડી. 1.90 મી. અને 118 કિગ્રા.નું દેહપ્રમાણ હોવા છતાં તેઓ જૂડોના અત્યંત શક્તિશાળી અને વેગીલા ખેલાડી બની રહ્યા. જૂડોનો વિશ્વવિજયપદક 4 વખત જીતનાર તેઓ સર્વપ્રથમ ખેલાડી બન્યા. 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં તેઓ 1967 અને 1971માં સફળ નીવડ્યા અને ત્યારબાદ…
વધુ વાંચો >રસ્ટ, મૅથિયાસ
રસ્ટ, મૅથિયાસ (જ. 1968) : જર્મનીના નિષ્ણાત વૈમાનિક. મે, 1987માં મૉસ્કોના હૃદય સમા રેડ સ્ક્વેર વિસ્તારમાં પોતાના હળવા વિમાનનું ઉતરાણ કરીને તેમણે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેમણે ફિનલૅન્ડથી ઉડ્ડયન કર્યું ત્યારથી માંડીને મૉસ્કો સુધીમાં તેમનું વિમાન કોઈની નજરે સુધ્ધાં પડ્યું ન હતું અને તે પણ આટઆટલી સાધન-સજ્જતા હોવા છતાં…
વધુ વાંચો >રંગમંચ
રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે. પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો…
વધુ વાંચો >‘રા’ અભિયાન
‘રા’ અભિયાન : રાડાંથી બનાવેલા જહાજમાં આટલાન્ટિક મહાસાગર પાર કરવા માટેનું અભિયાન. આ અભિયાનના 1969 તથા 1970માં થૉર હેરડાલના નેતૃત્વ હેઠળ બે વાર પ્રયાસ કરાયા હતા. આ અભિયાન પાછળ, પ્રાચીન ઇજિપ્તના નાવિકો નવા વિશ્વ(New World)માં પહોંચ્યા હશે તેવું પ્રતિપાદિત કરવાનો અભિગમ હતો. પ્રાચીન ઇજિપ્તના સૂર્યદેવનું નામ રા હતું. તેથી આ…
વધુ વાંચો >રાઇટ, પીટર
રાઇટ, પીટર (જ. 1916, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1995) : જાસૂસી કામગીરીના નિષ્ણાત અંગ્રેજ અધિકારી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વૈજ્ઞાનિક અધિકારી તરીકે ઍડમિરલ્ટી રિસર્ચ લૅબોરેટરીમાં જોડાયા. બદલી થયેથી, 1955થી 1976 દરમિયાન તેમણે એમ-15 નામક શાખા એટલે કે પ્રતિ-જાસૂસી સંસ્થામાં કાર્યભાર સંભાળ્યો. ત્યાં તેમણે જાસૂસી કામની અનેકવિધ પ્રયુક્તિઓમાં તથા રશિયાના છૂપા…
વધુ વાંચો >રાઇડ, સૅલી (ક્રિસ્ટન)
રાઇડ, સૅલી (ક્રિસ્ટન) (જ. 1951, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી. તેમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ટેનિસનાં ખેલાડી તરીકે રાષ્ટ્રકક્ષાનાં વિજેતાનું સ્થાન પામ્યાં; પરંતુ આજીવન ખેલાડીની કારકિર્દી તેમને પસંદ ન હતી. નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA) તરફથી 1978માં તેઓ અવકાશયાત્રા માટેનાં ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં. ભ્રમણકક્ષામાં…
વધુ વાંચો >રાઇન, બની
રાઇન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : ટેનિસનાં અમેરિકન મહિલા-ખેલાડી. 1914 અને 1934ની વચ્ચે તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડનનાં યુગ્મ (doubles) વિજયપદકોનાં વિજેતા બન્યાં હતાં. એમાં 12 મહિલા-યુગ્મ વિજયપદકો અને 7 મિશ્ર (mixed) વિજયપદકો હતાં. 1979માં બિલી કિંગ આ આંક…
વધુ વાંચો >