મહેશ ચોકસી
મેજર, ક્લૅરન્સ
મેજર, ક્લૅરન્સ (જ. 31 ડિસેમ્બર 1936, ઍટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના લેખક અને સંપાદક. અશ્વેત પ્રજાસમુદાયની ચેતના તથા તેમના આત્મસન્માનને લગતા કાવ્યલેખન માટે તેઓ સવિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. ‘સ્વૅલો ધ લેક’ (1970) તથા ‘સિમ્પટમ ઍન્ડ મૅડનેસ’(1971)ની રચનાઓમાં તેમણે લોકબોલી, લયબદ્ધતા અને વિવિધ મનોભાવોના રુચિકર સંયોજન વડે અશ્વેત મન:સ્થિતિ તથા અનુભૂતિ આલેખવાનો…
વધુ વાંચો >મેજર, જૉન
મેજર, જૉન (જ. 29 માર્ચ 1943, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના રાજકારણી અને 1990થી 1997 સુધીના ગાળાના વડાપ્રધાન. તેમણે પ્રારંભ કર્યો બૅંકિંગ ક્ષેત્રથી. પછી તેઓ 1979માં હન્ટિંગડનશાયરમાંથી રૂઢિચુસ્ત પક્ષ તરફથી પાર્લમેન્ટના સભ્ય બન્યા. 1981માં તેઓ માર્ગારેટ થૅચરની સરકારમાં જુનિયર પ્રધાન તરીકે જોડાયા. 1987માં તેઓ ટ્રેઝરી ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. ત્યારપછી…
વધુ વાંચો >મૅઝિનો આન્દ્રે
મૅઝિનો આન્દ્રે (જ. 1877, પૅરિસ; અ. 1932) : ફ્રાન્સના રાજકારણી. 1910માં તેઓ સૌપ્રથમ વાર ‘ચેમ્બર’માં ચૂંટાયા હતા. યુદ્ધ-મંત્રી તરીકે તેમણે (1922–24 અને 1926–31) લશ્કરી સંરક્ષણની નીતિ સતત અપનાવી; જર્મની સામેના સરહદ-વિસ્તારમાં મજબૂત કિલ્લેબંધીની પ્રથાનો પ્રારંભ તેમણે કર્યો. તેમના નામથી આ કિલ્લેબંધી ‘મૅઝિનો લાઇમ’ તરીકે ઓળખાવા લાગી. મહેશ ચોકસી
વધુ વાંચો >મૅટગે, ફ્રેડરિક લુઈ
મૅટગે, ફ્રેડરિક લુઈ (જ. 14 જુલાઈ 1857, એલ્જિન, ઇલિનૉઇ; અ. 26 માર્ચ 1937) : વૉશિંગ મશીનના અમેરિકન નિર્માતા. તેમણે ન્યૂટનમાં સ્થાપેલી મૅટગે કંપની (1909) વૉશિંગ મશીનની વિશ્વની સૌથી મૌટી ઉત્પાદક કંપની બની રહી. 1911માં તેમણે ઇલેક્ટ્ર્રિક વૉશિંગ મશીન વિકસાવ્યું અને 1922માં તેમણે ઍલ્યુમિનિયમ ટબ પ્રચલિત બનાવ્યું. પછીનાં વર્ષો દરમિયાન આ…
વધુ વાંચો >મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ
મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ (જ. 15 સપ્ટેમ્બર 1852, ડચ ગિની; અ. 24 ઑગસ્ટ 1889, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : પગરખાંના નિષ્ણાત સંશોધક. તેમનાં માતા અશ્વેત જાતિનાં અને પિતા શ્વેત જાતિના હતાં. આશરે 1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા. તેઓ સાવ નિરક્ષર હતા, પણ તેમની સંશોધક-વૃત્તિ કુશાગ્ર અને તીવ્ર હતી. 1891માં તેમણે પગરખાં બનાવવાનું…
વધુ વાંચો >મેટાફિઝિકલ કવિતા
મેટાફિઝિકલ કવિતા : સત્તરમી સદીનો આંગ્લ કવિતાનો એક પ્રવાહ. સત્તરમી સદીના કેટલાક આંગ્લ કવિઓની કવિતાને આ નામ આપવામાં આવ્યું હતું. આ કવિઓના આ કાવ્યપ્રવાહના પ્રણેતા મનાતા જૉન ડન ઉપરાંત જ્યૉર્જ હર્બટ, એન્ડ્રુ માર્વેલ, ક્લિવલૅન્ડ, કાઉલી, હેન્રી વૉન, રિચર્ડ ક્રૅશો તથા ટૉમસ ત્રેહરનનો સમાવેશ થાય છે. આ શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ વિલિયમ…
વધુ વાંચો >મેટાસ્ટાઝિયો, પિયેટો
મેટાસ્ટાઝિયો, પિયેટો (જ. 3 જાન્યુઆરી 1698, રોમ; અ. 12 એપ્રિલ 1782) : ઇટાલીના કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ પિયેટો ઍન્ટૉનિયો ડૉમેનિકો બૉનવેન્ચુરા હતું. કાવ્યલેખનની તેમની નૈસર્ગિક શક્તિથી ગ્રૅવિન નામના સાક્ષર તેમની તરફ આકર્ષાયા હતા અને પિયેટોના શિક્ષણ માટે તેમણે પ્રબંધ કર્યો હતો; વળી તેઓ પોતાનો વારસો પણ પિયેટોને આપતા…
વધુ વાંચો >મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ
મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ (જ. 17 માર્ચ 1936, શિકાગો) : અમેરિકાના અવકાશયાત્રી. ઍપોલો પ્રોગ્રામના ચંદ્ર પર ઉતરાણના પાંચમા મિશનમાં તેમણે ઉડ્ડયન કર્યું હતું. 1966માં અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી થઈ ત્યારે તેઓ નૌસેનામાં ટેસ્ટ પાઇલટ હતા. આમ તો ઍપોલો–13માં તેમને અવકાશયાત્રી તરીકે મોકલવાનું નક્કી થયેલું, પરંતુ તેમને ઓરીનો રોગ થતાં એ ઉડ્ડયનમાંથી…
વધુ વાંચો >મૅડિસન, જેમ્સ
મૅડિસન, જેમ્સ (જ. 16 માર્ચ 1751, પૉર્ટ કૉનવે, વર્જિનિયા; અ. 28 જૂન 1836, ઓરેન્જ, વર્જિનિયા) : અમેરિકાના રાજકારણી અને ચોથા પ્રમુખ (1809–1817). તેમણે કૉલેજ ઑવ્ ન્યૂ જર્સી (પ્રિન્સટન યુનિવર્સિટી) ખાતે અભ્યાસ કર્યો. 1776માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે 1787ના ‘કૉન્સ્ટિટ્યૂશનલ કન્વેન્શન’માં અગ્રણી તરીકે ભાગ ભજવ્યો. ‘ધ ફેડરાલિસ્ટ પેપર્સ’ના લેખનમાં તેમનો…
વધુ વાંચો >મૅડિસન, ડૉલી
મૅડિસન, ડૉલી (જ. 20 મે 1768, ન્યૂ ગાર્ડન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.; અ. 12 જુલાઈ 1849, વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રમુખ જેમ્સ મૅડિસનનાં પત્ની (ફર્સ્ટ લૅડી). તેમના પ્રથમ પતિનું અવસાન થતાં, 1794માં તેમણે જૅમ્સ મેડિસન સાથે લગ્ન કર્યાં. પ્રમુખપત્ની તરીકે તેઓ ખૂબ લોકચાહના અને આદર પામ્યાં હતાં. મૅડિસનની રાજકીય કારકિર્દી આગળ…
વધુ વાંચો >