મહેશ ચોકસી

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી (જ. 1865, રૉકફૉર્ડ II, અમેરિકા; અ. 1935) : પુરાતત્વવિજ્ઞાની અને ઇતિહાસકાર. તેમણે અમેરિકામાં ઇજિપ્ત-વિદ્યાનો સૌપ્રથમ આરંભ અને અભ્યાસ કર્યો. તેમણે યેલ યુનિવર્સિટી તથા બર્લિનમાં પણ અભ્યાસ કર્યો હતો. 1894માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. 1894માં 5 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ અભ્યાસ-સંશોધનના પુસ્તક ‘ઍન્શિયન્ટ કૉર્ડ્ઝ ઑવ્ ઇજિપ્ત’માં…

વધુ વાંચો >

બ્રૉક્વે, (આર્ચિબાલ્ડ) ફેનર

બ્રૉક્વે, (આર્ચિબાલ્ડ) ફેનર (જ. 1888, કલકત્તા; અ. 1988) : બ્રિટનના રાજકારણી અને અગ્રણી શાંતિવાદી. તેમનો જન્મ મિશનરી કુટુંબમાં થયો હતો. ઉત્તરોત્તર તેમને જાહેર જીવનની સક્રિય પ્રવૃત્તિમાં વિશેષ રસ પડવા લાગ્યો. અણુશસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશના તેઓ સ્થાપક અને જોશીલા હિમાયતી હતા. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો પત્રકારત્વથી. પછી ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’માં…

વધુ વાંચો >

બ્રૉડસ્કી, જૉસેફ

બ્રૉડસ્કી, જૉસેફ (જ. 1946, સેંટ પિટર્સબર્ગ, રશિયા; અ. 1996) : રશિયાના નામી કવિ. સમાજવાદી વિચારસરણી ધરાવતા હોવાનો આરોપ મૂકી તેમના પર કામ ચલાવવામાં આવ્યું હતું અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. છેવટે તેઓ અમેરિકા ચાલ્યા ગયા. 1977માં તેમને અમેરિકાના નાગરિક-હકો પણ આપવામાં આવ્યા. તેમણે રશિયન તથા અંગ્રેજી – એ બંને…

વધુ વાંચો >

બ્રૉયર, માર્સેલ લાજકો

બ્રૉયર, માર્સેલ લાજકો (જ. 22 મે 1902, પૅક્સ, હંગેરી; અ. આશરે 1977ના અરસામાં) : આધુનિક અમેરિકન સ્થપતિ અને ડિઝાઈનકાર. સ્ટીલની ટ્યૂબો (પોલાદી નળાકારો)નો સ્થાપત્યમાં વિનિયોગ કરનાર તેઓ પ્રથમ સ્થપતિ હતા. 1912થી 1920 સુધી પૅક્સ નગરની ‘અલ્લામી ફૉરાઇસ્કાલા’માં અને 1920થી 1924 સુધી વાઇમર નગરની ‘બાઉહાઉસ’ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. ડૅસ્સો નગરના સ્થપતિ…

વધુ વાંચો >

બ્રૉય, હેનરી

બ્રૉય, હેનરી (જ. 1877, માર્તેન, ફ્રાન્સ; અ. 1961) : વિદ્વાન પુરાતત્વવિજ્ઞાની. તાલીમ તો તેમણે પાદરી તરીકેની લીધી હતી, પરંતુ 1900માં તેમણે ગુફાઓમાં જળવાયેલી સુશોભનાત્મક કલામાં વિશેષ રસ પડ્યો. તેમના સંશોધનલક્ષી પરિશ્રમના પરિણામે જ 1901માં કૉમ્બિર્લિઝ અને ‘ફૉન્ત–દ ગૉમ’ ખાતે આવેલી ચિત્રોથી સુશોભિત ગુફાઓ શોધી શકાઈ હતી. 1929થી 1947 દરમિયાન તેમણે…

વધુ વાંચો >

બ્લડ, ટૉમસ

બ્લડ, ટૉમસ (જ. આશરે 1618; અ. 1680) : આયર્લૅન્ડના સાહસિક રાજકારણી. તેઓ કૅપ્ટન બ્લડ તરીકે વિશેષ જાણીતા હતા. ઇંગ્લૅન્ડના આંતરવિગ્રહ દરમિયાન તેઓ ત્યારની પાર્લમેન્ટમાં હતા. રેસ્ટૉરેશન દરમિયાન એટલે કે ચાર્લ્સ બીજો પુન: ગાદીએ આવવાની સાથે તેમની જાગીર જપ્ત કરવામાં આવી હતી. 1663માં ડબ્લિન કૅસલને સર કરવાનું કાવતરું તેમની આગેવાની હેઠળ…

વધુ વાંચો >

બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક

બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક (જ. 1907, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1983) : જાણીતા કલા-ઇતિહાસકાર અને રશિયાના જાસૂસ. તેઓ 1926માં કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં જોડાયા અને 1932માં ત્યાં જ તેઓ ફેલો તરીકે જોડાયા. એ ગાળામાં તેઓ ગાય બર્ગેસના પ્રભાવ હેઠળ આવ્યા. તેની પ્રેરણા હેઠળ, સામ્યવાદી કાર્યપ્રવૃત્તિમાં જોતરી શકાય તે પ્રકારની આશાસ્પદ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને…

વધુ વાંચો >

બ્લન્ડન, એડમંડ ચાર્લ્સ

બ્લન્ડન, એડમંડ ચાર્લ્સ (જ. 1896, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1974) : આંગ્લ કવિ અને વિવેચક. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. પછી 1924થી 1927 સુધી તેમણે ટોકિયો યુનિવર્સિટી ખાતે અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. 1931માં તેઓ ઑક્સફર્ડની મેટ્રૉન કૉલેજમાં ફેલો નિમાયા. 1943માં તેઓ ‘ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ’ના સ્ટાફમાં જોડાયા. 1953માં…

વધુ વાંચો >

બ્લિથ, ઍડવર્ડ

બ્લિથ, ઍડવર્ડ (જ. 1810, લંડન; અ. 1873) : જાણીતા પ્રકૃતિવિજ્ઞાની અને પ્રાણીવિજ્ઞાની. લંડનમાં તેઓ ઔષધનિર્માણના વ્યવસાયમાં પ્રવૃત્ત હતા, પરંતુ પક્ષીવિજ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેવા માંડ્યા કે તેમનો ધંધો સાવ બેસી ગયો. 1841થી 1962 દરમિયાન તેઓ બંગાળમાં એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમના ક્યુરેટર રહ્યા. કેટલાંય પક્ષીઓને તેમનું નામ પણ આપવામાં આવ્યું છે; જેમ…

વધુ વાંચો >

બ્લિથ, ચૅય

બ્લિથ, ચૅય (જ. 1940) : બ્રિટનના નામી સઢનૌકાચાલક. 1970–71માં અતિવિકટ લેખાતો વિશ્વફરતો સઢનૌકા(yatch)નો પ્રવાસ એકલે હાથે ખેડનારા તેઓ સર્વપ્રથમ નૌકાચાલક હતા. હૉવિક ખાતે શિક્ષણ લીધા બાદ, તેઓ રૉયલ આર્મીની પૅરેશૂટ રેજિમેન્ટમાં જોડાયા અને 1958થી 1967 દરમિયાન ત્યાં કામગીરી બજાવી. 1966માં જૉન રિજ્વે સાથે મળીને તેમણે પશ્ચિમથી પૂર્વ તરફના દરિયા-માર્ગે આટલાન્ટિકમાં…

વધુ વાંચો >