બ્રૉડસ્કી, જૉસેફ (જ. 1946, સેંટ પિટર્સબર્ગ, રશિયા; અ. 1996) : રશિયાના નામી કવિ. સમાજવાદી વિચારસરણી ધરાવતા હોવાનો આરોપ મૂકી તેમના પર કામ ચલાવવામાં આવ્યું હતું અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. છેવટે તેઓ અમેરિકા ચાલ્યા ગયા. 1977માં તેમને અમેરિકાના નાગરિક-હકો પણ આપવામાં આવ્યા.

જૉસેફ બ્રૉડસ્કી

તેમણે રશિયન તથા અંગ્રેજી – એ બંને ભાષામાં સાહિત્યસર્જન કર્યું. તેમના કાવ્યસંગ્રહોમાં ‘એ હૉલ્ટ ઇન ધ વિલ્ડરનેસ’ (1970), ‘એ પાર્ટ ઑવ્ સ્પીચ’ (1977) અને ‘યુરેનિયા’ (1984) મુખ્ય છે. 1987માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. ઉત્તરાર્ધમાં તેમણે નિબંધો તથા ‘વૉટરમાર્ક’ (1992) નામનો ચિંતનગ્રંથ પ્રગટ કર્યા.

મહેશ ચોકસી