મહેશ ચોકસી

બેસ્મર, હેન્રી (સર)

બેસ્મર, હેન્રી (સર) (જ. 1813, ચાર્લટન, ઇંગ્લૅન્ડ; અ. 1898) : મહત્વના સંશોધક અને ઇજનેર. તેઓ આપમેળે શિક્ષણ પામ્યા હતા. ઉત્કટ સંશોધકવૃત્તિ ધરાવતા હતા. પોતાના પિતાની ટાઇપફાઉન્ડ્રીમાં જ તેમણે ધાતુવિજ્ઞાન આપમેળે શીખી લીધું હતું. 1853થી ’56 દરમિયાન ક્રિમિયન યુદ્ધના પ્રસંગે તોપની તાતી જરૂરત પડવાનો પ્રસંગ ઊભો થયો. આથી તેમને સંખ્યાબંધ શોધો…

વધુ વાંચો >

બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von)

બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von) (જ. 15 માર્ચ 1854, મૅન્સ ડૉર્ફ, પ્રશિયા (હાલ જર્મની) અ. 13 માર્ચ 1917, માર્બર્ગ, જર્મની) : ઈ. સ. 1901માં એનાયત થયેલા સૌપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત જર્મન વૈજ્ઞાનિક. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના આ પુરસ્કાર દ્વારા તેમની રુધિરરસ (blood serum) વડે કરી શકાતી ચેપી…

વધુ વાંચો >

બેહાઇમ, માર્ટિન

બેહાઇમ, માર્ટિન (જ. 1449, ન્યુરેમ્બર્ગ, જર્મની; અ. 1507) : નામી ભૂગોળવિજ્ઞાની તથા નૌકાચાલક. લગભગ 1484માં તેઓ પૉર્ટુગલમાં સ્થાયી થયા. આફ્રિકાના દરિયાકાંઠાનાં અનેક શોધ-સાહસોમાં તેઓ અગ્રેસર રહ્યા અને નિર્ણાયક કામગીરી બજાવી. 1490માં તેઓ ન્યુરેમ્બર્ગ પાછા ફર્યા અને ત્યાં પૃથ્વીના ગોળાનું નિર્માણ કર્યું, જે અત્યારે અસ્તિત્વમાં હોય તેવો સૌથી પ્રાચીન ગોળો છે.…

વધુ વાંચો >

બૉઇડ, રૉબિન જેરાર્ડ પૅન્લે

બૉઇડ, રૉબિન જેરાર્ડ પૅન્લે (જ. 1919, મેલ્બૉર્ન; ઑસ્ટ્રેલિયા; અ. 1971) : ઑસ્ટ્રેલિયાના સ્થપતિ, વિવેચક અને સ્થાપત્ય વિષયના લેખક. તેમણે લખેલાં ‘ઑસ્ટ્રેલિયાઝ હોમ’ (1952), ‘ધી ઑસ્ટ્રેલિયન અગ્લિનેસ’ (1960) અને ‘ધ ગ્રેટ ઑસ્ટ્રેલિયન ડ્રીમ’ (1972) નામનાં સ્થાપત્યવિષયક અધિકૃત પુસ્તકોથી તેમનો વિશાળ વાચકવર્ગ ઊભો થયો. તેમની આ વિવેચનાત્મક કૃતિઓથી ઑસ્ટ્રેલિયાની સ્થાપત્યકલાને નવાં દિશા-ર્દષ્ટિ…

વધુ વાંચો >

બોઇંગ, વિલિયમ એડવર્ડ

બોઇંગ, વિલિયમ એડવર્ડ (જ. 1881, ડેટ્રૉઇટ, અમેરિકા; અ. 1956) : હવાઈ જહાજના જાણીતા ઉત્પાદક. સી-પ્લેન એટલે કે દરિયાના પાણી પર ઊતરી શકે અને પાણી પરથી ઉડ્ડયન કરી શકે એવાં હવાઈ જહાજ બનાવવાના આશયથી 1916માં તેમણે પેસિફિક એરો પ્રૉડ્ક્ટ્સ કંપનીની સ્થાપના કરી. આ સી-પ્લેનની ડિઝાઇન કૉનાર્ડ વેસ્ટરફેલ્ટના સહયોગથી તેમણે જાતે જ…

વધુ વાંચો >

બૉએમ, થિયોબાલ્ડ

બૉએમ, થિયોબાલ્ડ (જ. 1794, મ્યુનિક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત વાંસળીવાદક અને સંશોધક. તેમણે 1828માં મ્યુનિક ખાતે વાંસળી-ઉત્પાદન માટેની ફૅક્ટરીની સ્થાપના કરી. તેમણે ધ્વનિ-નિયમનની ર્દષ્ટિએ પરિપૂર્ણ નીવડે એવી વાંસળી બનાવવાનો નિર્ણય કર્યો. એવી વાંસળી બનાવવા માટે, આંગળીઓ પહોંચી વળી ના શકે એવાં સ્થાનોએ વાંસળી પર છિદ્રો પાડવાં પડે; આ…

વધુ વાંચો >

બોગાર્ડ, ડર્ક (સર)

બોગાર્ડ, ડર્ક (સર) (જ. 28 માર્ચ 1921, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 8 મે 1999, ચેલ્સ, લંડન, ઇંગ્લૅન્ડ) : ફિલ્મ-અભિનેતા તથા લેખક. તેમણે એલન ગ્લેન્સ હાઇસ્કૂલ ઑફ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. ચેલ્સિયા કૉલેજ ઑફ આર્ટમાં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી બોગાર્ડે તેમનો બે વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. તેમણે મુખ્યત્વે ગુપ્તચર અધિકારી તરીકે યુરોપીયન…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બૉઝવેલ, જેમ્સ

બૉઝવેલ, જેમ્સ (જ. 1740, ઍડિનબરો, સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 1795) : જાણીતા અંગ્રેજી જીવનચરિત્ર-લેખક. તેમણે એડિનબરો હાઈસ્કૂલ તેમજ યુનિવર્સિટી ખાતે અને પછી ગ્લાસગો ખાતે સિવિલ લૉનો અભ્યાસ કર્યો; પરંતુ સાહિત્યક્ષેત્ર તેમની મહત્વાકાંક્ષાનો અને તેમના આકર્ષણનો વિષય હતો. 18 મે વર્ષે તેમણે એક સામયિક શરૂ કર્યું, પણ મોટાભાગે તે નિંદાખોરીને વરેલું હતું.…

વધુ વાંચો >

બૉડલે, ટૉમસ (સર)

બૉડલે, ટૉમસ (સર) (જ. 1545, ઍક્સ્ટર, ડેવૉન, ઇંગ્લૅન્ડ; અ. 1613) : વિદ્વાન તેમજ રાજકારણી. તેમણે જિનીવામાં ભાષાઓ તથા ધર્મમીમાંસાનો અભ્યાસ કર્યો. તેમનો પરિવાર પ્રૉટેસ્ટન્ટપંથી હતો, આથી રાણી મેરી પહેલીની સામેના મુકદ્દમા દરમિયાન તેમના પરિવારને અને તેમને પોતાને જિનીવામાં આશ્રય લેવો પડ્યો હતો. અભ્યાસ બાદ તેઓ 1558માં ઑક્સફર્ડની મૅગ્ડલન કૉલેજમાં જોડાયા…

વધુ વાંચો >