બેહાઇમ, માર્ટિન (જ. 1449, ન્યુરેમ્બર્ગ, જર્મની; અ. 1507) : નામી ભૂગોળવિજ્ઞાની તથા નૌકાચાલક. લગભગ 1484માં તેઓ પૉર્ટુગલમાં સ્થાયી થયા. આફ્રિકાના દરિયાકાંઠાનાં અનેક શોધ-સાહસોમાં તેઓ અગ્રેસર રહ્યા અને નિર્ણાયક કામગીરી બજાવી. 1490માં તેઓ ન્યુરેમ્બર્ગ પાછા ફર્યા અને ત્યાં પૃથ્વીના ગોળાનું નિર્માણ કર્યું, જે અત્યારે અસ્તિત્વમાં હોય તેવો સૌથી પ્રાચીન ગોળો છે. પૃથ્વી નજીકની ચંદ્રની એક ખીણને તેમનું નામ આપી તેમની સ્મૃતિ કાયમી કરાઈ છે.

મહેશ ચોકસી