મહેશ ચોકસી
ટર્નર, જૉસેફ મૅલર્ડ વિલિયમ
ટર્નર, જૉસેફ મૅલર્ડ વિલિયમ (જ. 23 એપ્રિલ 1775, લંડન; અ. 19 ડિસેમ્બર 1851, ચેલ્સી, લંડન) : વોટરકલર્સ (જળરંગો) વડે લૅન્ડસ્કેપ આલેખનાર ચિત્રકાર. તે ઓગણીસમી સદીના સૌથી મહાન લૅન્ડસ્કેપ-કલાકાર લેખાય છે. પ્રકાશ, રંગછટા તથા વાતાવરણ અંગેનું તેમનું સૂક્ષ્મ નિરીક્ષણ અને ઝીણવટપૂર્વકનો અભ્યાસ અદ્વિતીય ગણાયાં છે. થોડું પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી 14…
વધુ વાંચો >ટાક, ગુલામનબી ‘નાઝિર’
ટાક, ગુલામનબી ‘નાઝિર’ (જ. 1935, અનંતનાગ, કાશ્મીર) : કાશ્મીરના કવિ. તેમના કાશ્મીરી ભાષાના ગઝલસંગ્રહ ‘આછર તરંગે’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેઓ ઉર્દૂમાં બી.એ. તથા કાશ્મીરી ભાષામાં એમ.એ. થયા છે. કૃષિ મંત્રાલયમાં સેવાકાર્યો બાદ હાલ નિવૃત્ત છે. તેમણે લેખનનો પ્રારંભ કર્યો 1955માં અને એ રચનાઓ જુદાં…
વધુ વાંચો >ટાગોર, દેવેન્દ્રનાથ
ટાગોર, દેવેન્દ્રનાથ (જ. 15 મે, 1817, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1905, કૉલકાતા) : તત્ત્વચિંતક અને ધર્મસુધારક. કૉલકાતાના અતિ શ્રીમંત જમીનદાર ‘પ્રિન્સ’ દ્વારકાનાથ ટાગોરના સૌથી મોટા પુત્ર. 9 વર્ષની વયે શિક્ષણનો પ્રારંભ કર્યો. 1831માં હિંદુ કૉલેજમાં જોડાયા અને ત્યાં ચાર વર્ષ અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમનામાં ઉદ્દામવાદના વિચારો પાંગર્યા. 14 વર્ષની…
વધુ વાંચો >ટિન્ટરેટો, જેકોપો
ટિન્ટરેટો, જેકોપો (જ. 1518, વેનિસ, ઇટાલી; અ. 1594, વેનિસ) : ઇટાલિયન ચિત્રકાર. પિતા રંગરેજ હોવાથી ઇટાલિયન ભાષામાં રંગારો અર્થ ધરાવતું ટિન્ટરેટો નામ ધારણ કર્યું. લગભગ 1537માં ટિશિયન જેવા નામી ચિત્રકારના સ્ટુડિયોમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. કલાકાર તરીકે વ્યવસાયી આચારનિષ્ઠા ન હોવાથી વ્યક્તિ તરીકે તે પ્રજામાં ખૂબ અપ્રિય હતા. અલબત્ત, ચર્ચ…
વધુ વાંચો >ટિશ્યોં (Titiano), ટી. વી.
ટિશ્યોં (Titiano), ટી. વી. (જ. 1490 આશરે, ઇટાલી; અ. 1576 ઇટાલી) : ઇટાલિયન ચિત્રકાર. ચિત્રકામની તાલીમ જિયોવાની બેલિની જેવા નામી ચિત્રકારના સ્ટુડિયોમાં લીધી. તેમણે ચિત્રકાર જૉર્જોને [Georgeone] સાથે કામ કર્યું અને તેમનાં પ્રારંભિક ચિત્રોમાં ચિત્રકાર જૉર્જોને[Georgeone]ની શૈલીનો દેખીતો પ્રભાવ છે. 1510માં જૉર્જોનેના અકાળ અવસાન પછી તેમનાં ઘણાં અધૂરાં ચિત્રો તેમણે…
વધુ વાંચો >ટ્રૅજેડી
ટ્રૅજેડી : બહુધા પરાક્રમી પાત્રોના જીવનના શોકપ્રધાન તથા ભયવાહી પ્રસંગો ગંભીર તથા ઉદાત્ત શૈલીમાં આલેખતું ગ્રીક નાટ્યસ્વરૂપ. ગ્રીક શબ્દ tragos (goat) અને acidein (to sing) પરથી બનેલા tragoidia (goat song) પરથી ‘ટ્રૅજેડી’ શબ્દ ઊતરી આવ્યો છે; શાબ્દિક અર્થ થાય અજ-ગીત. ટ્રૅજેડીનો સૌપ્રથમ શબ્દપ્રયોગ ગ્રીકોએ ઈ. સ. પૂ. 5માં કર્યો. આ…
વધુ વાંચો >ડન, જૉન
ડન, જૉન (જ. 1572, લંડન; અ. 31 માર્ચ 1631, લંડન) : આંગ્લ કવિ અને ધર્મોપદેશક. ધર્મચુસ્ત કૅથલિક પરિવારમાં જન્મ. ઑક્સફર્ડ તથા કેમ્બ્રિજ ખાતે શિક્ષણ લીધા પછી લંડનમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1598માં ટૉમસ ઇગરટનના સેક્રેટરી નિમાયા. તેમને માટે ઉજ્જ્વળ કારકિર્દીની તકો ઊભી થઈ હતી પણ એ રોળાઈ ગઈ. પોતાના જ આશ્રયદાતાની…
વધુ વાંચો >ડાન્ટે, ઍલિગ્યેરી
ડાન્ટે, ઍલિગ્યેરી (જ. 1265, ફ્લૉરેન્સ; અ. 9 સપ્ટેમ્બર 1321, રેવન્ના) : ઇટાલીના તત્વચિંતક કવિ. કુલીન કુળના શરાફી પિતાને ત્યાં જન્મ. 1274માં તેમણે આજીવન પ્રેયસી બની રહેનાર બિયેટ્રિસને નિહાળી ત્યારે બંનેની વય 9 વર્ષની હતી. બિયેટ્રિસે આમાં કોઈ સાનુકૂળ પ્રતિભાવ દાખવ્યો કે કેમ તેની કોઈ વિગત નથી, પણ છેક 9 વર્ષ…
વધુ વાંચો >ડાલી, સૅલ્વડૉર
ડાલી, સૅલ્વડૉર (જ. 11 મે, 1904, ફિગરસ, સ્પેન; અ. 23 જાન્યુઆરી, 1989, ફિગરસ, સ્પેન) : સ્પેનના ક્યૂબિસ્ટ ચિત્રકાર. માડ્રિડમાં એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યા પછી 1928માં પૅરિસ ગયા. ત્યાં બ્રેટન જેવા અગ્રણીએ તેમને સરરિયલિસ્ટ જૂથમાં આવકાર આપ્યો (1929). પરંતુ માર્કસવાદી સંબંધોનો અસ્વીકાર કરવા બદલ બ્રેટને જ તેમની હકાલપટ્ટી કરી.…
વધુ વાંચો >ડિકેડન્સ, ધ
ડિકેડન્સ, ધ : સાહિત્ય કે કલાનો અવનતિકાળ, કોઈ દેશના કોઈ અમુક સમયની સાહિત્ય કે કલાની પ્રવૃત્તિ કોઈ અગાઉના યુગનાં સર્જનોને મુકાબલે નિકૃષ્ટ કોટિની હોય ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે. મોટેભાગે ઍલિક્ઝેન્ડ્રિન યુગ (ઈ. સ. પૂ. 500થી 50) તથા ઑગસ્ટસ(ઈ. સ. 14)ના અવસાન પછીના સમયગાળા માટે આ શબ્દ વપરાય છે. ઓગણીસમી…
વધુ વાંચો >