મરાઠી સાહિત્ય
વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી)
વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા. 1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના…
વધુ વાંચો >વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ
વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ (જ. 20 ઑગસ્ટ 1952, વાસ્સા, જિ. પરભણી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે નૂતન મહાવિદ્યાલય, સેલુમાં મરાઠીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ 1986માં મરાઠી ગ્રામીણ સાહિત્ય પરિષદના સભ્ય; તથા 1986-89 દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ લાઇબ્રેરિયન ઍસોસિયેશનના સેક્રેટરી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કોરસ’ (1980),…
વધુ વાંચો >વાળિંબે, રામચંદ્ર શંકર
વાળિંબે, રામચંદ્ર શંકર (જ. 1911; અ. 1989) : મરાઠી વિવેચક; સાહિત્ય, સંગીત, નાટક અને અન્ય ભારતીય કલાના પ્રસિદ્ધ વિચારક અને પંડિત. તેઓ પુણે યુનિવર્સિટીમાં મરાઠીના પ્રાધ્યાપક અને વિભાગના અધ્યક્ષ ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા. વળી મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં…
વધુ વાંચો >વાળિંબે, વિનાયક સદાશિવ
વાળિંબે, વિનાયક સદાશિવ (જ. 11 ઑગસ્ટ 1928, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લેખક. બી.એ.ની પદવી મેળવ્યા બાદ 1962થી 1978 સુધી તેઓ ‘કેસરી’ વૃત્તપત્રના સહસંપાદક રહેલા. તેમણે કુલ 30 ગ્રંથો આપ્યા છે. ‘આજ ઇથે ઉદ્યા તિથે’ (1967); ‘વોલ્ગા જેવ્હાં લાલ હોતે’ (1970); ‘વૉરસૉ તે હિરોશિમા’ (1990); ‘જય હિંદ આઝાદ હિંદ’ (1994); ‘સત્તાવન…
વધુ વાંચો >વિંદા કરંદીકર
વિંદા કરંદીકર (જ. 23 ઑગસ્ટ 1918, ઢાલવાલ, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2010, મુંબઈ) : વિખ્યાત મરાઠી કવિ, લઘુનિબંધકાર, વિવેચક તથા સમર્થ ભાષાંતરકાર. આખું નામ ગોવિંદ વિઠ્ઠલ કરંદીકર. ‘વિંદા’ એ તેમનું તખલ્લુસ છે. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ વિશ્વવિદ્યાલયની બી.એ. (1939) તથા એમ.એ.(1946)ની પદવી…
વધુ વાંચો >વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી)
વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1944, લાતુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1964માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. પછી તેઓ મરાઠાવાડ સાહિત્ય પરિષદ અને મહિલા મંડળ, ઔરંગાબાદ સાથે સક્રિયપણે સંકળાયેલાં છે. તેમણે મરાઠીમાં 15 ગ્રંથો આપ્યા છે. ‘ઉત્તર રાત્ર’ (1985), ‘બાકી ક્ષેમ’ (1991), ‘જોગ્વા’ (1991), ‘મનુષ્યહાટ’…
વધુ વાંચો >વૈદ્ય, સરોજિની શંકર
વૈદ્ય, સરોજિની શંકર (જ. 1933, પુણે) : મરાઠી લેખિકા. તેમણે પુણેમાંથી એમ.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી નાટ્યાચાર્ય દિવાકરના વિવેચનાત્મક અભ્યાસ અંગે પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગનાં પ્રાધ્યાપિકા અને અધ્યક્ષા તરીકે સેવાનિવૃત્ત થયાં. તેમણે ઓગણીસમી અને વીસમી સદીના મહારાષ્ટ્રના સામાજિક- સાંસ્કૃતિક અભ્યાસના વિશેષ અધ્યયનનું ક્ષેત્ર પસંદ કર્યું. સાહિત્યનાં પ્રખર…
વધુ વાંચો >શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ
શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ (જ. 3 જુલાઈ 1946, સસ્તુર, જિ. ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેઓ 1970માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. તેઓ એમ. ડી. એમ. કૉલેજમાં મરાઠી વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કરે છે. તેઓ મરાઠાવાડ યુવક સાહિત્ય સંમેલન, મુસ્લિમ મરાઠી સાહિત્ય સંમેલન વગેરેના પ્રમુખ રહ્યા છે. તેમની માતૃભાષા દખણી હોવા છતાં…
વધુ વાંચો >શામ, કૃષ્ણદાસ
શામ, કૃષ્ણદાસ (સોળમી સદી) : કોંકણી અને મરાઠી કવિ. તેઓ સેક્સ્ટી (Saxty) (ગોવા)માં કેલોસીના વતની હતા, કેલોસી ગોવામાં સારસ્વત બ્રાહ્મણોનું કેન્દ્ર હતું. ચાતુર્માસ દરમિયાન ભક્તોને રામાયણ, મહાભારત, શ્રીમદભાગવતની કથા મંદિરોમાં સંભળાવવાનો રિવાજ હતો. આ રિવાજને કારણે મહાકાવ્યો અને પુરાણોનાં કોંકણી ભાષામાં ઘણાં ભાષાંતરોને ઉત્તેજન મળ્યું. શામ કૃષ્ણદાસે પુરાણોની કથા વાંચવા-સમજાવવાની…
વધુ વાંચો >શિરુરકર, વિભાવરી
શિરુરકર, વિભાવરી (જ. 1904; અ ?) : મરાઠી નવલકથાકાર. મૂળ નામ માલતી બેડેકર. લગ્ન પહેલાં તેઓ કુમારી બાળુતાઈ ખરે તરીકે ઓળખાતાં. 1923માં તેમણે એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા લખવાની શરૂઆત કરતાં પહેલાં તેમણે કે. એન. કેળકરના સહયોગમાં ‘અલંકારમંજૂષા’ (1931) અને ‘હિંદુ વ્યવહાર ધર્મશાસ્ત્ર’ (1932)…
વધુ વાંચો >