મરાઠી સાહિત્ય
યયાતિ (1959)
યયાતિ (1959) : મરાઠી લેખક વિ. સ. ખાંડેકરની નવલકથા. તેને મળેલા અનેક ઍવૉર્ડોમાં રાજ્ય સરકારનો ઍવૉર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1960) અને જ્ઞાનપીઠ ઍવૉર્ડ (1974) મુખ્ય છે. વિકાસશીલતાના મહાકાવ્ય જેવી આ નવલકથાનું વિષયવસ્તુ રાજા યયાતિની પૌરાણિક કથામાંથી લેવામાં આવ્યું છે. યયાતિ પોતાના પુત્રનું યૌવન મેળવીને શાશ્વત તારુણ્ય ઝંખતો હતો. આ…
વધુ વાંચો >યાદવ, આનંદ
યાદવ, આનંદ (જ. 30 ઑક્ટોબર 1935, કાગલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. પુણે યુનિવર્સિટીમાંથી મરાઠી અને સંસ્કૃતમાં એમ.એ., મરાઠીમાં પીએચ.ડી.. અધ્યાપનનો વ્યવસાય. પુણે યુનિવર્સિટીના મરાઠીના ભાષા-વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષપદેથી નિવૃત્ત. ગ્રામીણ લેખકો માટેની ઝુંબેશ સાથે સક્રિય સહયોગ. જુન્નર ગ્રામીણ સાહિત્ય સંમેલન (1980) તથા પ્રથમ દલિત, આદિવાસી, ગ્રામીણ સાહિત્ય સંમેલન,…
વધુ વાંચો >રથચક્ર
રથચક્ર (1962) : મરાઠી નવલકથાકાર એસ. એન. પેંડસેની એક મહત્વની કૃતિ. સામાન્ય રીતે પેંડસેની નવલકથાઓમાં ઉત્તર કોંકણના અમુક સ્થળ-વાતાવરણનું તેમજ તેનાં રહેવાસીઓનું ચિત્રાત્મક આલેખન હોય છે. ‘રથચક્ર’ની વાર્તા એક અનામી યુવાન સ્ત્રીની આસપાસ ગૂંથાઈ છે; એ અનામી મહિલાને તેના પતિ તથા સ્વાર્થી સાસરિયાંએ તજી દીધી છે. તેણે પોતાનું અને પોતાનાં…
વધુ વાંચો >રાજગુરુ, શ્રીધર ગણેશ
રાજગુરુ, શ્રીધર ગણેશ (જ. 3 ડિસેમ્બર 1928, અહમદનગર, મહારાષ્ટ્ર) : ખેલકૂદ અને બાલસાહિત્યના મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એ., એમ.એડ., પીએચ.ડી. તથા ડી.પી.એડ.ની પદવીઓ મેળવી હતી. નવરોજી વાડિયા કૉલેજમાં તેઓ અધ્યાપક હતા અને ત્યાંથી નિવૃત્ત થયા. તેમણે શિશુરંજનના સેક્રેટરી; બાલકુમાર સાહિત્ય સંમેલનના ઉપપ્રમુખ; થિયેટર અકાદમીના સ્થાપક સભ્ય; અને પ્રોગ્રેસિવ ડેમોક્રૅટિક…
વધુ વાંચો >લાગુ, રઘુનાથ ગોપાળ
લાગુ, રઘુનાથ ગોપાળ (જ. 29 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ પ્રાધ્યાપક (વિજ્ઞાનશાખાઓ) તરીકે નિવૃત્ત થયા. તેઓ મહારાષ્ટ્ર એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો રહેલા. તેમણે મરાઠીમાં 29 ગ્રંથો લખ્યા છે. ‘ગણિતાચે પ્રયોગ’ (1978); ‘અભિનવ પ્રયોગ’ (1985); ‘ગણિતાચ્યા ગુજગોષ્ટી’…
વધુ વાંચો >લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર
લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર (જ. 18 મે 1926, પુણે, મહારાષ્ટ્ર) : સંસ્કૃત તથા ભાષા-શાસ્ત્રના પંડિત. તેમણે 1948માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પુણે યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એડ. અને 1967માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. વળી ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સર્ટિફિકેટ ઇન બેઝિક ઍન્ડ ઍડવાન્સ્ડ કૉર્સિઝ ઇન લિંગ્વિસ્ટિક્સ તેમજ પુણે યુનિવર્સિટીમાંથી જર્મનમાં સર્ટિફિકેટ મેળવ્યાં…
વધુ વાંચો >લિગડે, જયદેવીતાઈ
લિગડે, જયદેવીતાઈ (જ. 1912, સોલાપુર, મહારાષ્ટ્ર; અ. 1986) : દ્વિભાષી કવયિત્રી. બાળપણથી જ કીર્તનો અને પુરાણોના શ્રવણને લીધે તેમનાં ચિત્ત અને હૃદય બારમી સદીના કર્ણાટકના સંત શિવશરણ પ્રત્યે અત્યંત ભક્તિભાવમાં તરબોળ થઈ ગયાં. 12મા વર્ષે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમનો જન્મ અને ઉછેર ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારમાં થયા…
વધુ વાંચો >લિમયે, વૃન્દા (શ્રીમતી)
લિમયે, વૃન્દા (શ્રીમતી) (જ. 14 ફેબ્રુઆરી 1930, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવયિત્રી. તેમણે મરાઠીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાળોખ કમલ’ (કાવ્યસંગ્રહ, 1981); ‘જંતરમંતર’ (1966); ‘લૉલિપૉપ’ (1971); ‘કમાલ આણિ ધમાલ’ (1977); ‘ટિવળ્યા બાવળ્યા’ (1992); ‘ચિન્કુ ટિન્કુ’ (1994); ‘અટક મટક’ (1994); ‘જંગલ જાત્રા’ (1994); ‘બેટાવાચ્ચે બહાદુર’ (1994); ‘તીન કલન્દર બાડે બિલન્દર’…
વધુ વાંચો >લિંબાલે, શરણકુમાર
લિંબાલે, શરણકુમાર (જ. 1 જૂન 1956, હન્નુર, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેઓ એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે વાય.સી.એમ. ઓપન યુનિવર્સિટીમાં મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. તેઓ સોલાપુર દૂરદર્શન ખાતે ઉદ્ઘોષક પણ રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉત્પાત’ (1982) અને…
વધુ વાંચો >લેલે, વિમલ રઘુનાથ
લેલે, વિમલ રઘુનાથ (જ. 1 ઑક્ટોબર 1934, ધોંડ, જિ. પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત ભાષાનાં લેખિકા. પુણે વિદ્યાપીઠમાંથી તેમણે સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1961થી 1994 સુધી તેઓ સંગમનેર કૉલેજના સંસ્કૃત અને યોગ વિભાગનાં વડાં તરીકે કાર્ય કર્યું, જ્યાંથી 1994માં તેઓ નિવૃત્ત થયાં. તેમણે અત્યારસુધીમાં મરાઠી અને સંસ્કૃતમાં…
વધુ વાંચો >