મરાઠી સાહિત્ય

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ : મરાઠી ભાષા અને સાહિત્યના સંવર્ધન અને વિકાસાર્થે સ્થાપવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યની કેન્દ્રીય સાહિત્યિક સંસ્થા. તેની સ્થાપના 1906માં લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી. સન 2001માં તેના આજીવન સભ્યોની સંખ્યા 7,000 જેટલી હતી તથા તેની શાખાઓની સંખ્યા 35 જેટલી હતી. પરિષદનું કાર્ય મુખ્યત્વે સાહિત્યવિષયક હોવાથી વર્ષ દરમિયાન…

વધુ વાંચો >

માડગૂળકર, ગ. દિ.

માડગૂળકર, ગ. દિ. (જ. 1 ઑક્ટોબર 1919, શેટેફળ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 14 ડિસેમ્બર 1977 પુણે) : મરાઠી કવિ, વાર્તાકાર, પટકથા-સંવાદલેખક અને ગીતકાવ્યોના રચયિતા. તેમનું આખું નામ ગજાનન દિગંબર માડગૂળકર હતું. સતારા જિલ્લાના માડગૂળ ગામના જમીનદાર પરિવારમાં જન્મ. મહારાષ્ટ્રમાં ‘ગ. દિ. મા.’ તરીકે ઓળખાતા. 1938થી માત્ર 19 વર્ષની ઉંમરથી તેઓ…

વધુ વાંચો >

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર (જ. 6 જુલાઈ 1927, માડગૂળ, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર તથા નવલકથાકાર. તેમની નવલકથા ‘સત્તાંતર’ માટે તેમને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઔપચારિક શિક્ષણ ઓછું હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને વાઙમયનો વ્યાસંગ કર્યો. જાતે અંગ્રેજી ભાષા શીખ્યા અને પાશ્ચાત્ય સાહિત્યનુ્ં વાચન કર્યું.…

વધુ વાંચો >

માધવ જૂલિયન

માધવ જૂલિયન (જ. 21 જાન્યુઆરી 1894, વડોદરા; અ. 29 નવેમ્બર 1939, પુણે) : મરાઠીના અગ્રણી પ્રયોગશીલ કવિ, કોશકાર, વિમર્શક તથા ભાષાશુદ્ધિના તત્વનિષ્ઠ પુરસ્કર્તા તથા પ્રચારક. મૂળ નામ માધવ ત્ર્યંબક પટવર્ધન. વિખ્યાત આંગ્લ નવલકથા-લેખિકા મેરી કૉરેલીની ‘ગૉડ્ઝ ગુડ મૅન’ કૃતિમાંના સૌંદર્યઉપાસક અને સ્વચ્છંદી પાત્ર ‘જૂલિયન ઍડર્લી’ના નામ પરથી તેમની પ્રેમિકાએ સૂચવેલ…

વધુ વાંચો >

માને, લક્ષ્મણ

માને, લક્ષ્મણ (જ. 1949) : મરાઠી લેખક. ‘ઉપરા’ નામની તેમની જીવનકથાને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ મહારાષ્ટ્ર સરકારના સહકાર વિભાગમાં સતારા ખાતે સેવા આપતા હતા. પુણે ખાતેની કેસરી મરાઠા સંસ્થાના એન. સી. કેલકર પુરસ્કારના પણ તેઓ વિજેતા બન્યા હતા, અને તેમને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી સ્કૉલરશિપ મળી હતી.…

વધુ વાંચો >

મુક્તાબાઈ

મુક્તાબાઈ (જ. 1277 અથવા 1279; અ. 1297, મેહૂણ, ખાનદેશ, મહારાષ્ટ્ર) : મરાઠી સંત અને કવયિત્રી. સંત જ્ઞાનેશ્વરનાં નાનાં બહેન. તેમનાં જન્મસ્થળ અને વર્ષ અંગે એકમત નથી. તેમની વય 20 વર્ષની કે 18 વર્ષની અને તેમનું જન્મસ્થળ આપેગાંવ કે કોણી આળંદી હોવાનું મનાય છે. પરંતુ તે વિશે કોઈ સબળ પુરાવો નથી.…

વધુ વાંચો >

મુક્તિબોધ, શરદચન્દ્ર

મુક્તિબોધ, શરદચન્દ્ર (જ. 1921; અ. 1984) : મરાઠી ભાષાના કવિ, નવલકથાકાર અને વિવેચક. માર્કસવાદ મારફત સામાજિક પ્રતિબદ્ધતા ધરાવતા લેખક તરીકે તેમની નામના હતી. 1947માં નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા પછી તે સરકારી સેવામાં નાયબ ભાષા-નિયામક તરીકે જોડાયા અને 1957થી 1979માં નિવૃત્તિ સુધી નાગપુર મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ‘નવી માળવાત’ (1949)…

વધુ વાંચો >

મોરે, સદાનંદ શ્રીધર

મોરે, સદાનંદ શ્રીધર (જ. 1952, અહમદનગર, મહારાષ્ટ્ર) : મરાઠી વિવેચક અને કવિ. તેમને વિવેચન-ગ્રંથ ´તુકારામદર્શન´ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દર્શનશાસ્ત્ર, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં એમ.એ.ની અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી. પ્રાપ્ત કર્યા બાદ 1974માં કૉલેજના વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો. 1996થી તેઓ પુણે…

વધુ વાંચો >

મોરોપંત

મોરોપંત (જ. 1729, પન્હાળગઢ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 1794) : પ્રાચીન મરાઠી પંડિત અને જાણીતા કવિ તથા ´આર્યાભારત´ કાર. તેમનું આખું નામ મોરેશ્વર રામચંદ્ર પરાડકર હતું. કાવ્ય, વ્યુત્પત્તિ, અલંકાર, વેદાંત વગેરે વિષયોનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પન્હાળગઢથી બારામતી આવ્યા. ત્યાં પેશવાના જમાઈ સાહુકાર બાબુજી નાઇકના આશ્રિત પુરાણી નિમાયા. અહીં…

વધુ વાંચો >

યમુનાપર્યટન (1857)

યમુનાપર્યટન (1857) : મરાઠીમાં શરૂઆતની કેટલીક નવલકથાઓ પૈકીની બાબા પદ્મનજીકૃત નવલકથા. લેખકે 1854માં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમનાં પત્નીએ તેનો અસ્વીકાર કર્યો અને તેમના પર કૉર્ટમાં કેસ દાખલ કર્યો. કૉર્ટના આ ખર્ચને પહોંચી વળવા બાબાએ આ નવલકથા લખી હોવાનું મનાય છે. બાબા હિંદુ સમાજમાં સ્ત્રીઓની – ખાસ કરીને વિધવાઓની –…

વધુ વાંચો >