ભૌતિકશાસ્ત્ર

ગિયોહમ, શાર્લ આયદવાર

ગિયોહમ, શાર્લ આયદવાર (જ. 15 ફેબ્રુઆરી 1861, ફલરિએ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 13 જૂન 1938, સેવ્ર, ફ્રાન્સ) : સ્વિસ ભૌતિકશાસ્ત્રી અને 1920ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમના પિતા ઘડિયાળી હતા. પ્રારંભિક શિક્ષણ ન્યુશાતેમાં લઈ 1878માં ઝૂરિકની પૉલિટેકનિકમાં પ્રવેશ મેળવી ત્યાંથી પીએચ.ડી. થયા, આર્ટિલરીના અફસર તરીકે લશ્કરમાં જોડાયા. ટૂંકી લશ્કરી કારકિર્દી દરમિયાન યંત્રશાસ્ત્ર…

વધુ વાંચો >

ગિલ, પ્યારસિંહ

ગિલ, પ્યારસિંહ (જ. 28 ઑક્ટોબર 1911, ચેલા, પંજાબ; અ. 23 માર્ચ 2002, એટલાન્ટા, યુ. એસ. એ.) : ભારતના પ્રતિષ્ઠિત ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડ-કિરણોની શોધના અગ્રયાયી (pioneer). તેમણે પ્રાથમિક શિક્ષણ કોટ-ફતૂહી ગામમાં અને માધ્યમિક શિક્ષણ માહિલપુરની ખાલસા હાઇસ્કૂલમાંથી લીધું. 1920માં બબ્બર ખાલસાના આંદોલનકારીઓના સંપર્કમાં આવતાં ક્રાંતિનો માર્ગ પકડ્યો. ક્રાંતિવીરોએ પ્યારસિંહના દિમાગમાં રાષ્ટ્રીય…

વધુ વાંચો >

ગિલ્બર્ટ (ગિલબર્ડ) વિલિયમ

ગિલ્બર્ટ (ગિલબર્ડ), વિલિયમ (જ. 24 મે 1544, કૉલચેસ્ટર, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1603, કૉલચેસ્ટર) : ચુંબકશાસ્ત્ર- (magnetism)માં સંશોધનની પહેલ કરનાર અંગ્રેજ તબીબ. કૉલચેસ્ટરના વિલિયમ તરીકે પણ ઓળખાય છે. રાણી ઇલિઝાબેથ પહેલાંના શાસનકાળમાં ખૂબ વિખ્યાત વિજ્ઞાની તરીકે જાણીતા હતા. તબીબી શિક્ષણ લીધા પછી લંડનમાં ઠરીઠામ થઈ, ગિલબર્ટે 1573માં તબીબી વ્યવસાય…

વધુ વાંચો >

ગીમ, આન્દ્રે (Geim, Andre)

ગીમ, આન્દ્રે (Geim, Andre) (જ. 21 ઑક્ટોબર, 1958, સોચી, રશિયા) : દ્વિ-પારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને કૉન્સ્ટન્ટિન નોવો સેલૉવ વચ્ચે વિભાજિત થયો હતો. આન્દ્રે ગેઈમનું કુટુંબ જર્મન મૂળનું હતું તથા તેમનાં માતા-પિતા બંને ઇજનેર હતાં. તેમનું બાળપણ મોસાળમાં…

વધુ વાંચો >

ગુપ્ત ઉષ્મા (latent heat)

ગુપ્ત ઉષ્મા (latent heat) : તાપમાનના કોઈ પણ જાતના ફેરફાર સિવાય, પદાર્થનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉષ્મા. રૂપાંતરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોવાથી, પદાર્થને આપવામાં આવતી આ ઉષ્મા થરમૉમિટર ઉપર નોંધાતી નથી; તેથી તેને ‘ગુપ્ત’ ઉષ્મા કહે છે. ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર…

વધુ વાંચો >

ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity)

ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity) : પૃથ્વી ઉપર અસર કરતા એકસરખા (uniform) ગુરુત્વીય ક્ષેત્ર(uniform gravitational field)ને કારણે, પિંડ ઉપર ઉદભવતું પરિણામી બળ પિંડના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ. પૃથ્વીની સપાટી ઉપર આવેલા દરેક પદાર્થ માટે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને એકસરખું (સમાંગી) ક્ષેત્ર ગણવામાં આવેલું છે. આવા ક્ષેત્રમાં કોઈ પિંડને ગમે તે…

વધુ વાંચો >

ગુરુત્વાકર્ષણ

ગુરુત્વાકર્ષણ : વિવિધ પદાર્થો વચ્ચે પ્રવર્તતું અખિલ બ્રહ્માંડને આવરી લેતું નૈસર્ગિક આકર્ષણનું બળ. પૂર્વભૂમિકા : ઈ. સ. 1919માં સૂર્યના ખગ્રાસ ગ્રહણ સમયે દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલા પ્રિન્સાઇપ ટાપુ ઉપરથી કરેલાં અવલોકનો દ્વારા આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાન્તનું ન્યૂટનના સિદ્ધાંત ઉપર ચડિયાતાપણું સાબિત થયું; ત્યારપછી પ્રોફેસર આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં ખ્યાતિ ફેલાઈ અને દુનિયાભરમાંથી તેમને…

વધુ વાંચો >

ગુરુત્વાકર્ષણીય તરંગો (gravitational waves)

ગુરુત્વાકર્ષણીય તરંગો (gravitational waves) : ગુરુત્વાકર્ષણ-ક્ષેત્રમાં થતા ક્ષોભ(perturbation)ને કારણે સૈદ્ધાંતિક ર્દષ્ટિએ ઉદભવતા તરંગો. વ્યાપક સાપેક્ષવાદ(general relativity)ના સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ પદાર્થ તેની સમગ્રાકૃતિ (configuration) બદલે ત્યારે તેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં પરિવર્તન થાય છે. પ્રકાશની ગતિ કરતાં વધારે ગતિ અસંભવિત હોવાથી, ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં તત્કાલ પરિવર્તન થતું નથી; પરંતુ ગુરુત્વાકર્ષણનું પરિવર્તન બધી દિશામાં તરંગસ્વરૂપે…

વધુ વાંચો >

ગુરુત્વીય ત્રિજ્યા

ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો  અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…

વધુ વાંચો >

ગેઝ આન્ડ્રિયા (Ghez Andrea)

ગેઝ, આન્ડ્રિયા (Ghez, Andrea) (જ. 16 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ આન્ડ્રિયા ગેઝ તથા રાઈનહાર્ડ ગેન્ઝેલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો. આન્ડ્રિયા ગેઝ અમેરિકન…

વધુ વાંચો >