ભૌતિકશાસ્ત્ર

સ્પેરી એલ્મર એમ્બ્રૉસ

સ્પેરી, એલ્મર એમ્બ્રૉસ (જ. 1860; અ. 1930, કૉર્ટલૅન્ડ, ન્યૂયૉર્ક) : અમેરિકન વિજ્ઞાની, શોધક અને નિર્માતા (manufacturer). નૌસંચાલન(navigation)માં વપરાતા વિધૂર્ણદર્શી(gyroscope)ની રચના અને વિકાસ માટે તે જાણીતા છે. તેમણે શિકાગોમાં આર્કલૅમ્પ્સ્ ઓહિયો અને ક્લીવલૅન્ડમાં વીજ-રેલમાર્ગો અને ન્યૂયૉર્ક શહેરમાં વિધૂર્ણદર્શીનું નિર્માણ કર્યું હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ડાઇનેમો…

વધુ વાંચો >

સ્ફુલિંગ-કક્ષ (spark chamber)

સ્ફુલિંગ-કક્ષ (spark chamber) : નાભિકીય (nuclear) ભૌતિકવિજ્ઞાનના અભ્યાસમાં અગત્યના એવા ‘કણ-પ્રવેગકો’ (particle-accelerators) દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન જેવા નાભિકણોનો અન્ય નાભિ (nucleus) કે નાભિકણ પર પ્રહાર કરતાં ઉદભવતા સંઘાત દરમિયાન સર્જાતી પ્રક્રિયાઓ અને આ પ્રક્રિયાઓમાં ઉદભવતા ટૂંકા અર્ધજીવન(half life)ના અસ્થાયી કણોના અભ્યાસ માટેનું એક ઉપકરણ. આ ઉપકરણ ગઈ સદીના સાતમા…

વધુ વાંચો >

સ્ફૂર સંદીપ્તિ

સ્ફૂર સંદીપ્તિ : ઊર્જાવાન વિકિરણો(અલ્ટ્રાવાયોલેટ, X કિરણો વ.)ના પ્રભાવ નીચે કેટલાક પદાર્થો દ્વારા થતા દૃશ્ય પ્રકાશના ઉત્સર્જનની ઘટના. બાહ્ય વિકિરણોના પ્રભાવથી સ્ફુરિત થતી હોવાથી તે સ્ફૂર સંદીપ્તિ કહેવાય છે. ગૅમા કિરણો, X કિરણો તેમજ અલ્ટ્રાવાયોલેટ જેવા ઊર્જાવાન પ્રકાશકણો (photons) ધરાવતાં વીજચુંબકીય વિકિરણો ઉપરાંત ઇલેક્ટ્રૉન, પ્રોટૉન જેવા નાભિકીય (nuclear) કણોનો પ્રપાત…

વધુ વાંચો >

સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.)

સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.) (જ. 10 મે 1930 વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ (CCD-સેન્સર–સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર  મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ જ્યૉર્જ સ્મિથ તથા વિલાર્ડ બૉઇલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ ચાર્લ્સ કે. કાઓને…

વધુ વાંચો >

સ્મૂટ જ્યૉર્જ

સ્મૂટ, જ્યૉર્જ (જ. 20 ફેબ્રુઆરી 1945, યુકોન, ફ્લોરિડા, યુ.એસ.) : અમેરિકન ખગોળભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. જ્હૉન ક્રૉમવેલ માથેરની ભાગીદારીમાં CoBE (co-smic background explorer) ઉપરના સંશોધનકાર્ય અને અધ્યયન માટે 2006ના નોબેલ પુરસ્કારના વિજેતા. કોબને આધારે તે વૈશ્વિક સૂક્ષ્મતરંગ પાર્શ્વભૂમિ વિકિરણ(cosmic microwave background radiation)ના કાળા પદાર્થના સ્વરૂપ અને વિષમ દિક્ધર્મિતા(anisotropy)નો અભ્યાસ શક્ય બન્યો.…

વધુ વાંચો >

સ્વયંસ્ફુરિત વિખંડન (Spontaneous fission)

સ્વયંસ્ફુરિત વિખંડન (Spontaneous fission) : બાહ્ય બળો કે સંજોગોથી સ્વતંત્ર રીતે ઉદભવતું વિખંડન. ન્યૂટ્રૉન જેવા શક્તિશાળી કણ અથવા ફોટૉનના આઘાત (impact) વડે તેનો પ્રારંભ થતો નથી. તે એક પ્રકારની રેડિયોઍક્ટિવ પ્રક્રિયા છે. રેડિયોઍક્ટિવિટીના મુખ્ય ઘાતાંકીય ક્ષય નિયમ(exponential decay law)ને તે અનુસરે છે. આ પ્રક્રિયા ખૂબ જ વધુ દળ ધરાવતી ન્યૂક્લિયસમાં…

વધુ વાંચો >

સ્વરગુણ (Timbre)

સ્વરગુણ (Timbre) : સંગીતવાદ્ય કે ધ્વનિ વડે પેદા થતા સ્વર(note)ને, તારત્વ (pitch) અને તીવ્રતા (intensity) સિવાય, સ્પષ્ટપણે જુદો પાડતો ગુણ (quality). સ્વરગુણ, સામાન્ય રીતે સાપેક્ષ કંપવિસ્તાર અને અંશસ્વરની સંખ્યા ઉપર આધાર રાખે છે. ધ્વનિમાં સામેલ થતા વિવિધ સ્વરકો(tone)ના કંપવિસ્તારના મિશ્રણ ગુણોત્તર (mixing ratio) માટેની સંજ્ઞા. સંગીતવાદ્યોને, તે પેદા કરતા ધ્વનિના…

વધુ વાંચો >

સ્વરમાન (tone)

સ્વરમાન (tone) : સંગીતવાદ્ય અથવા માનવધ્વનિનાં કંપનોથી મળતો અવાજ અથવા તારત્વ (pitch) સહિત શ્રાવ્ય સંવેદન(sensation)ને ઉત્તેજિત કરવા શક્તિમાન એવું ધ્વનિ-દોલન. તે (સ્વરમાન) પોતે સંવેદન છે. આથી ‘સ્વરમાન’ શબ્દ કારણ અને કાર્ય (અસર) એમ બંને માટે વપરાય છે. બંને વચ્ચે સંપૂર્ણ સામ્ય હોય તે જરૂરી નથી. રૂપાંતરક (modifier), સંદર્ભ અથવા માપનના…

વધુ વાંચો >

હલ્સ રસેલ એલન

હલ્સ, રસેલ એલન (જ. 28 નવેમ્બર 1950, ન્યૂયૉર્ક, એન. વાય., યુ.એસ.) : અમેરિકાના ભૌતિકવિજ્ઞાની, પોતાના ભૂતપૂર્વ શિક્ષક જોસેફ એચ. ટેલર, જુનિયરના પ્રથમ યુગ્મ પલ્સાર(Binary Pulsar)ની શોધ માટે 1993ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. આ એવી શોધ હતી જેના થકી ગુરુત્વાકર્ષણના અભ્યાસો માટે નવી શક્યતાઓ ઊભી થઈ. રસેલ એલન હલ્સ આ શોધ…

વધુ વાંચો >

હાઇઝન્બર્ગનો સિદ્ધાંત

હાઇઝન્બર્ગનો સિદ્ધાંત : જુઓ પરમાણુ બંધારણ.

વધુ વાંચો >