ભૌતિકશાસ્ત્ર

લાફલિન, રૉબર્ટ બી. (Laughlin, Robert B.)

લાફલિન, રૉબર્ટ બી. (Laughlin, Robert B.) (જ. 1 નવેમ્બર 1950, વાઇસેલિયા, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે રૉબર્ટ બી. લાફલિન, ડૅનિયલ ચી. ત્સુઈ અને હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો. કૅલિફૉર્નિયાના ખેતીપ્રધાન વિસ્તારના નાનકડા…

વધુ વાંચો >

વેઈસ, રેઈનર (Weiss, Rainer)

વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો. રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને…

વધુ વાંચો >

વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.)

વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.) (જ. 8 જૂન 1936, વૉલધમ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.; અ. 15 જૂન 2013, મેઈન, યુ.એસ.એ.) : પ્રાવસ્થા સંક્રમણને સંબંધિત ક્રાંતિક પરિઘટના (critical Phenomena)ના સિદ્ધાંત માટે 1982નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. કેનિથ જી. વિલ્સન અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. કણ ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે કમ્પ્યૂટરના ઉપયોગના તેઓ અગ્રણી હતા.…

વધુ વાંચો >

શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.)

શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.) (જ. 24 ફેબ્રુઆરી 1967, મિસુલા, મૉન્ટાના, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઑલ પર્લમટર તથા આદમ રિસ વચ્ચે વિભાજિત થયો હતો. બ્રાયન શ્મિટનો…

વધુ વાંચો >

સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna)

સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna) (જ. 27 મે, 1959, ગ્વેલ્ફ, ઑન્ટારિયો, કૅનેડા) : ઉચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટે 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરાર્ડ મોરો તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. મૅકમાસ્ટર યુનિવર્સિટી ઑવ્ હૅમિલ્ટન, ઑન્ટારિયોમાં…

વધુ વાંચો >

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.)

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.) (જ. 14 સપ્ટેમ્બર 1951, લંડન, યુનાઇટેડ કિન્ગ્ડમ) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને માઇકલ…

વધુ વાંચો >