ભૂસ્તરશાસ્ત્ર

આલ્કલી (અગ્નિકૃત) ખડકો

આલ્કલી (અગ્નિકૃત) ખડકો [alkaline (igneous) rocks] : આલ્કલીનું બંધારણ ધરાવતા અગ્નિકૃત ખડકો. આ શબ્દપ્રયોગ નીચેના વિવિધ અર્થવિસ્તાર કે અર્થઘટનમાં થાય છે  1. સરેરાશ આલ્કલી (K2O + Na2O) પ્રમાણ કરતાં વધુ પ્રમાણ ધરાવતા કુળમાં મળતા ખડકો. 2. ફેલ્સ્પેથૉઇડ અથવા એક્માઇટ જેવાં અતૃપ્ત ખનિજો ધરાવતા ખડકો, જેમાં આલ્કલીનું સિલિકા સાથેનું અણુપ્રમાણ વધુ…

વધુ વાંચો >

આલ્પાઇન ગિરિનિર્માણ

આલ્પાઇન ગિરિનિર્માણ (Alpine Orogeny) : આલ્પ્સ પર્વતસંકુલના નિર્માણનું ઘટનાચક્ર. તૃતીય જીવયુગ (tertiary) દરમિયાન થયેલા ક્રમિક ભૂસંચલનજન્ય ઉત્થાન (tectonic uplift) દ્વારા યુરોપીય ભૂપૃષ્ઠ પર આલ્પ્સ તરીકે ઓળખાતા જે વિશાળ પર્વતસંકુલનું નિર્માણ થયું, તે સમગ્ર ઘટનાચક્રને આલ્પાઇન ગિરિનિર્માણ કહેવાય છે. આ જ કાળ દરમિયાન મધ્ય અને દક્ષિણ એશિયાના વિશાળ વિસ્તારને આવરી લેતા…

વધુ વાંચો >

આલ્બાઇટ

આલ્બાઇટ (Albite) : ફેલ્સ્પાર વર્ગની પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણી (isomorphous series)નું ખનિજ. (જુઓ પ્લેજિયોક્લેઝ). રાસાયણિક બંધારણ : Na2O Al2O3. 6SiO2. સોડા 11.8 %, ઍલ્યુમિના 19.5 %, સિલિકા 68.7 %. તે આલ્બાઇટથી ઍનોર્થાઇટ સુધીની સમરૂપ શ્રેણીનું સભ્ય હોવાથી તેમાં 10 % સુધીનું ઍનોર્થાઇટ (CaO.Al2O3.2SiO2) પ્રમાણ હોઈ શકે છે. ક્યારેક પોટૅશિયમ પણ હોય.…

વધુ વાંચો >

આવરણ-ખડક

આવરણ-ખડક (Cap-rock) : ખડક કે ખનિજ દ્રવ્યથી બનેલું એક પ્રકારનું આચ્છાદન અથવા આવરણ. તેના ત્રણ પ્રકારો નીચે મુજબ છે : (1) જે અર્થમાં શબ્દપ્રયોગ થાય છે તે દુનિયાના જુદા જુદા ભાગોમાં મળી આવતા મીઠાના ઘુંમટો(salt domes)ના લાક્ષણિક આકારોની ઉપરની સપાટી પર ચિરોડી કે ઍનહાઇડ્રાઇટ કે ચૂનાખડક કે ક્વચિત્ ગંધકના બનેલા…

વધુ વાંચો >

આવશ્યક ખનિજો

આવશ્યક ખનિજો (essential minerals) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. ખડકોનાં વર્ગીકરણ, પ્રકાર તેમજ નામાભિધાન માટે ખૂબ જ જરૂરી ખનિજઘટકો. આવશ્યક ખનિજ એ ખડકમાંનું મુખ્ય ખનિજ જ હોવું જોઈએ તેમજ વધુ પ્રમાણમાં જ હોવું જોઈએ એ જરૂરી નથી, કારણ કે ગૌણ પ્રમાણ…

વધુ વાંચો >

આસ્ફાલ્ટ

આસ્ફાલ્ટ : કુદરતમાં ખનિજ રૂપે મળી આવતું કાળા અથવા ભૂખરા રંગનું ઘટ્ટ, પ્રવાહીરૂપ, લચકારૂપ કે ઘનરૂપ હાઇડ્રોકાર્બન પદાર્થોનું વિશિષ્ટ મિશ્રણ. મૂળ હાઇડ્રોકાર્બનરૂપ પદાર્થોને બિટ્યૂમેન તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન, ઑક્સિજન અને સલ્ફરયુક્ત સંયોજનો પણ હોય છે. પ્રાચીન કાળમાં પણ આસ્ફાલ્ટ જેવા પદાર્થો વપરાશમાં હોવાની…

વધુ વાંચો >

આંતરટ્રૅપ સ્તરો

આંતરટ્રૅપ સ્તરો (intertrappean beds) : લાવાના ટ્રૅપખડકો વચ્ચે જામેલા જળકૃત ખડકો. પ્રસ્ફુટિત લાવાપ્રવાહોથી ઠરીને તૈયાર થયેલા, ડેક્કન ટ્રૅપ નામે ઓળખાતા ખડકસ્તરોની વચ્ચે આંતરે આંતરે જોવા મળતા, નિક્ષેપરચનાથી બનેલા, નદીજન્ય કે સરોવરજન્ય જીવાવશેષયુક્ત જળકૃત ખડકસ્તરોને આંતરટ્રૅપ સ્તરો તરીકે ઓળખાવાય છે, જે એક પછી એક અનેક વાર થયેલાં લાવાનાં પ્રસ્ફુટનો વચ્ચેના, વીતી…

વધુ વાંચો >

આંતરફલક કોણ, આંતરફલક કોણની નિત્યતાનો નિયમ

આંતરફલક કોણ, આંતરફલક કોણની નિત્યતાનો નિયમ (Interfacial Angle, Law of Constancy of Interfacial Angles) : સ્ફટિક(crystal)ના કોઈ પણ બે ફલકો વચ્ચેનો કોણ તથા તેની નિત્યતાનો નિયમ. સ્ફટિકના ફલકો પૈકી પાસપાસેના બે કે કોઈ પણ બે ફલક પર અંદર તરફ દોરેલા લંબ વચ્ચેનો ખૂણો આંતરફલક કોણ કહેવાય છે. આંતરફલક કોણ ઘનકોણમાપક…

વધુ વાંચો >

આંશિક વિવૃતિ

આંશિક વિવૃતિ (Outrop) : સ્તર, સ્તરો કે તળખડકનો તેની ઉપર રહેલા શિલાચૂર્ણ (debris) કે જમીનજથ્થાના આવરણમાંથી ખુલ્લો થઈને દેખાતો ભાગ. ભૂપૃષ્ઠ પર બધે જ ખડકો ખુલ્લી સ્થિતિમાં મળતા હોતા નથી. તે ઘણી વાર જાડા કે પાતળા શિલાચૂર્ણજથ્થાથી, કાંપમય આવરણથી કે જમીનોથી ઢંકાયેલા હોય છે. અમુક ફળદ્રૂપ વિસ્તારોમાં તો કાંપ કે…

વધુ વાંચો >

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો (ignimbrites) : ઝારણભૂત ટફખડકો. લાવા-પ્રવાહોની જેમ વિસ્તૃત પટમાં પથરાયેલ ઘનિષ્ઠ, દળદાર, રેણ પામેલા સિલિકાયુક્ત, સુવિકસિત, પ્રિઝમેટિક, સાંધાવાળા જ્વાળામુખીજન્ય ખડકો. ઇગ્નિમ્બ્રાઇટનો આવો થર ન્યૂઝીલૅન્ડના નૉર્થ ટાપુના મધ્ય ભાગમાં બહોળા વિસ્તારને આવરી લે છે. મહદ્અંશે કાચનાં ઠીકરાં(shards)નો બનેલો આ ખડક મુખ્યત્વે સૂક્ષ્મ દાણાદાર રહાયોલાઇટિક-ટફ હોય છે; જેમાં ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ અને…

વધુ વાંચો >