ભૂસ્તરશાસ્ત્ર
માણેક (Ruby)
માણેક (Ruby) : કોરંડમ(Al2O3)નો લાલ રંગનો રત્ન-પ્રકાર. તેની રાતા રંગની ઉત્તમ પારદર્શક જાત મૂલ્યવાન રત્ન તરીકે ઓળખાય છે. તેમાં પણ મધ્યમથી ઘેરી ઝાંયવાળી લાલ રંગની જાતથી માંડીને જાંબલી-લાલ કે કેસરી-લાલ જાતને જ માણેક ગણાવાય છે. આછી લાલ, લાલ-ગુલાબી કે અન્ય રંગોવાળી જાત નીલમ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બંને કોરંડમના…
વધુ વાંચો >માથુર, કૃષ્ણકુમાર
માથુર, કૃષ્ણકુમાર (જ. 30 જુલાઈ 1893, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 17 જુલાઈ 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ) : વીસમી સદીના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના એક. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક. રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય. શાંતિસ્વરૂપ ભટનાગર, બીરબલ સહાની અને મેઘનાદ સહાના સમકાલીન ભૂવિજ્ઞાની. પિતા સ્થાનિક સરકારી નોકરીમાં, તિજોરી-કચેરીમાં હતા. નિવૃત્તિ પછી તેઓ વૃંદાવનમાં વસેલા. પોતે…
વધુ વાંચો >માનસરોવર
માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…
વધુ વાંચો >માયલોનાઇટ
માયલોનાઇટ : સ્તરભંગજન્ય સૂક્ષ્મ બ્રૅક્સિયા ખડક. સ્તરભંગ-સપાટી પર સરકીને સ્થાનાંતર થવાના હલનચલન દરમિયાન તૂટતા જતા ખડકોના ઘટકો વચ્ચે અરસપરસ સંશ્લેષણ થાય છે. કચરાવાની–દળાવાની ક્રિયા દ્વારા પરિણમતો નવો સૂક્ષ્મ દાણાદાર ખડક બ્રૅક્સિયા જેવો બને છે. આ ક્રિયામાં થતી વિરૂપતા મુખ્યત્વે દાબ પ્રકારની અને ભૌતિક વિભંજન પ્રકારની હોય છે. સ્તરભંગક્રિયા દાબપ્રેરિત હોય,…
વધુ વાંચો >માયોસીન રચના
માયોસીન રચના : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો એક, તથા તેના ચોથા ક્રમમાં આવતો વિભાગ. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 2 કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 1 કરોડ 20 લાખ વર્ષ અગાઉ પૂરી થયેલી હોવાથી તેનો કાળગાળો 80 લાખ વર્ષ સુધી રહેલો ગણાય. તેની નીચે ઑલિગોસીન…
વધુ વાંચો >મારમરાનો સમુદ્ર
મારમરાનો સમુદ્ર : વાયવ્ય તુર્કીમાં આવેલો આંતરખંડીય સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 40° 40´ ઉ. અ. અને 28° 0´ પૂ. રે. તે તુર્કીના એશિયાઈ અને યુરોપીય ભાગોને જુદા પાડે છે. તે ઈશાનમાં બૉસ્પરસની સામુદ્રધુની દ્વારા કાળા સમુદ્ર સાથે તથા નૈર્ઋત્યમાં ડાર્ડેનલ્સની સામુદ્રધુની દ્વારા ઈજિયન સમુદ્ર સાથે જોડાયેલો છે. ઈશાનથી નૈર્ઋત્ય દિશામાં…
વધુ વાંચો >માર્લ (Marl)
માર્લ (Marl) : જળકૃત ખડકનો એક પ્રકાર. ચૂનાયુક્ત પંકપાષાણ. માટી અને કૅલ્સાઇટ કે ડૉલોમાઇટની કવચ-કણિકાઓના ઓછાવત્તા ઘનિષ્ઠ મિશ્રણથી બનેલો પ્રમાણમાં નરમ ખડક. સામાન્ય રીતે તે રાખોડી કે ભૂરા રાખોડી રંગવાળો અને ઓછાવત્તા પ્રમાણમાં વિભાજનશીલ તેમજ ચૂર્ણશીલ હોય છે. કેટલાંક લક્ષણોમાં તે ચૉક(ખડી)ને મળતો આવે છે અને તેથી કેટલાંક સ્થાનોમાં તો…
વધુ વાંચો >મિગ્મેટાઇટ
મિગ્મેટાઇટ : ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ સમકક્ષ ખડકનાં અને શિસ્ટનાં વારાફરતી ગોઠવાયેલાં પાતળાં પડો કે વિભાગોથી બનેલો ખડક. મિશ્ર નાઇસ (ગ્રૅનાઇટિક મૅગ્માની પ્રાદેશિક ખડકમાં ઘનિષ્ઠ આંતરપડ-ગૂંથણી થવાથી પરિણમતો પટ્ટાદાર ખડક) અને એવા જ બંધારણવાળો પ્રવિષ્ટ નાઇસ (injection gneiss) અથવા લિટ-પાર-લિટ નાઇસ તેનાં ઉદાહરણો છે. આ જ કારણે મિગ્મેટાઇટ એ પ્રવિષ્ટ નાઇસનો…
વધુ વાંચો >મિર્મેકાઇટ
મિર્મેકાઇટ (Myrmekite) : પ્લેજિયોક્લેઝ અને વર્મિક્યુલર ક્વાર્ટ્ઝ(જેમાં કીટક સ્વરૂપવાળા ક્વાર્ટ્ઝના દોરા ફેલ્સ્પારમાં ગૂંથાયેલા હોય)નો આંતરવિકાસ દર્શાવતો ખડક. તેમાં ક્વાર્ટ્ઝથી અલગ પડતા, પોટાશ ફેલ્સ્પારનું સોડા-સમૃદ્ધ પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારથી વિસ્થાપન થયેલું હોય છે. આ પ્રકારના ખડકનું સામાન્ય નામ સિમ્પ્લેકાઇટ અને વિશિષ્ટ નામ મિર્મેકાઇટ છે. આ ખડકની ઉત્પત્તિ અગ્નિકૃત ખડકના ઘનીભવનની અંતિમ કક્ષા વખતે…
વધુ વાંચો >મિલિલાઇટ
મિલિલાઇટ : અકરમેનાઇટ–ગેહલેનાઇટ ખનિજોની સમરૂપ શ્રેણી બનાવતું સમાનાર્થી સામૂહિક નામ. બંને ખનિજોના મોટાભાગના ગુણધર્મો લગભગ સરખા છે. પરંતુ જ્યાં તફાવત છે ત્યાં અલગ રીતે * ચિહ્નથી દર્શાવેલા છે. એંકરમેનાઇટ ગેહલેનાઇટ રાસા. બં. : * MgCa2Si2O7 Ca2Al2SiO7 સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ.…
વધુ વાંચો >