મિલિલાઇટ : અકરમેનાઇટ–ગેહલેનાઇટ ખનિજોની સમરૂપ શ્રેણી બનાવતું સમાનાર્થી સામૂહિક નામ. બંને ખનિજોના મોટાભાગના ગુણધર્મો લગભગ સરખા છે. પરંતુ જ્યાં તફાવત છે ત્યાં અલગ રીતે * ચિહ્નથી દર્શાવેલા છે.

                 એંકરમેનાઇટ     ગેહલેનાઇટ

રાસા. બં. : *   MgCa2Si2O7   Ca2Al2SiO7

સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકા, પ્રિઝમૅટિક; અન્ય દળદાર, દાણાદાર. યુગ્મતા : (100) અને (001) ફલક પર મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) સ્પષ્ટ, (110) અસ્પષ્ટ.

ભંગસપાટી : ખરબચડીથી વલયાકાર, બરડ. ચમક : કાચમયથી રાળમય. રંગ : રંગવિહીન, રાખોડી, લીલો, કથ્થાઈ, પીળાશ પડતો. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 5થી 6.

વિ. ઘ.          : *    2.944 (એ.)          3.038 (ગે.)

પ્રકા. અચ.     : *    ω = 1.632 (એ.)     1.669 (ગે.)

                       ∈ = 1.640 (એ.)     1.658 (ગે.)

પ્રકા. સંજ્ઞા      : *   +Ve (એ.)             –Ve (ગે.)

પ્રાપ્તિસ્થિતિ : કૅલ્શિયમ-સમૃદ્ધ બેઝિક પ્રસ્ફુટિત ખડકોમાંથી, ઉષ્ણતાવિકૃતિજન્ય અશુદ્ધ ચૂનાખડકોમાંથી, ભઠ્ઠીઓના ધાતુમળ અને કૃત્રિમ દ્રવ(melts)માંથી તે મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, આયર્લૅન્ડ, ઇટાલી, રુમાનિયા, રશિયા, જાવા વગેરે.

ગિરીશભાઈ પંડ્યા