ભૂસ્તરશાસ્ત્ર

ગોનિયોમીટર

ગોનિયોમીટર : સ્ફટિકોના આંતરફલક કોણ માપવાનું સાધન. આંતરફલક કોણમાપન માટે બે પ્રકારનાં સાધન ઉપયોગમાં લેવાય છે : (1) સંપર્ક ગોનિયોમીટર (contact goniometer) : આ સાધન મહાસ્ફટિકોના આંતરફલક કોણ માપવા માટે વપરાય છે. તેની રચનામાં અર્ધગોળાકાર અંકિત કોણમાપકની નીચેની સીધી પટ્ટીના મધ્યબિંદુ સાથે અન્ય એક સીધી પટ્ટી સરળતાથી ફેરવી શકાય તે…

વધુ વાંચો >

ગૉલશ્મિટ, વિક્ટર મોરિત્સ

ગૉલશ્મિટ, વિક્ટર મોરિત્સ (જ. 27 જાન્યુઆરી 1888, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 20 માર્ચ 1947, ઑસ્લો, નૉર્વે) : અકાર્બનિક સ્ફટિક-રસાયણશાસ્ત્ર અને આધુનિક ભૂરસાયણશાસ્ત્રનો પાયો નાખનાર નૉર્વેજિયન ખનિજશાસ્ત્રી અને ખડકવિદ. 1900માં કુટુંબ સાથે નૉર્વે ગયા. નૉર્વેની યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી વાલ્ડિમેર સી. બ્રોગરના વિદ્યાર્થી બન્યા. અભ્યાસકાળ પૂરો થતાં 1914માં મિનરૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને ડિરેક્ટર તરીકે…

વધુ વાંચો >

ગોળાકાર શિલાખંડ

ગોળાકાર શિલાખંડ : વેન્ટવર્થના માપ પ્રમાણે આશરે 256 મિમી. કે તેથી વધુ કદવાળા ગોળાકાર ખડક-ટુકડા. આ પ્રકારના ખડક-ટુકડાની લાંબા અંતર સુધી સ્થાનાંતર ક્રિયા થયેલી હોય છે અને તેમનું ખનિજ-બંધારણ આજુબાજુ મળી આવતા ખડકો કરતાં જુદું હોય છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ગોળાશ્મ ખવાણ

ગોળાશ્મ ખવાણ : ખડકોમાં થતા રાસાયણિક ખવાણ(વિઘટન)નો પ્રકાર. પૃથ્વીની સપાટી પર વિવૃત બનેલા ખડકજથ્થાની ઉપરની સપાટી વરસાદના પાણીથી ભીની થાય છે અને સૂર્યના તાપને કારણે ગરમ બને છે. પરિણામે વિવૃત ખડકજથ્થાની ઉપરની સપાટીમાં રહેલાં ખનિજોમાં રાસાયણિક ફેરફાર થાય છે અને બાહ્ય પડ મુખ્ય ખડકજથ્થાથી છૂટું પડી જાય છે અને અંદરની…

વધુ વાંચો >

ગોળાશ્મ મૃત્તિકા

ગોળાશ્મ મૃત્તિકા : હિમનદી-નિક્ષેપનો એક પ્રકાર. એમાં કણોના કદ પ્રમાણેની વ્યવસ્થિત ગોઠવણી હોતી નથી. વધુમાં, ગોળાશ્મ મૃત્તિકા સ્તરરચના રહિત કે અલ્પ પ્રમાણમાં સ્તરરચનાવાળી હોય છે. પરિણામે તેમાં માટીના કણોથી માંડીને ગોળાશ્મ સુધીના કદવાળા ટુકડા એક સ્થાને એકઠા થયેલા હોય છે. ગોળાશ્મ મૃત્તિકા ટિલ (till) તરીકે પણ ઓળખાય છે. હિમનદીની અસર…

વધુ વાંચો >

ગોંડવાના ખંડ

ગોંડવાના ખંડ : જુઓ ગોંડવાના રચના.

વધુ વાંચો >

ગોંડવાના રચના

ગોંડવાના રચના : દ્વીપકલ્પીય ભારતમાં વિવૃત થયેલી વિશિષ્ટ ખડકરચના. ભારતના જુદા જુદા વિસ્તારોમાં મળી આવતી પ્રથમ જીવયુગ(પેલિયોઝોઇક યુગ)ની ઊર્ધ્વ કાર્બોનિફેરસ રચનાથી શરૂ કરીને મેસોઝોઇક યુગની જુરાસિક રચનાના લગભગ અંતિમ ચરણ સુધી(કચ્છમાં ઉમિયા સ્તરો સુધી)ના લાંબા કાળગાળાની નિક્ષેપ જમાવટથી બનેલી ખડકરચના. આ ગોંડવાના રચના વિંધ્ય વયની ખડકરચના પછીથી તૈયાર થયેલી ખંડીય…

વધુ વાંચો >

ગૌણ ખડક-ખનીજો

ગૌણ ખડક-ખનીજો : અગ્નિકૃત ખડકોના બંધારણમાં અલ્પ પ્રમાણમાં રહેલાં ખનીજો. આવાં ખનીજોને આવશ્યક ખનીજો, ગૌણ ખનીજો અને પરિણામી ખનીજો એ પ્રમાણેના ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરેલાં છે. આ પૈકી જે ખનીજો અગ્નિકૃત ખડકોના બંધારણમાં અલ્પ પ્રમાણમાં રહેલાં હોય અને જેમનું અસ્તિત્વ કે અભાવ ખડકોના પ્રકાર પર અસર કરતાં નથી તે ખનીજો…

વધુ વાંચો >

ગૌણ ખનીજ-વર્ગો

ગૌણ ખનીજ-વર્ગો : ખડકોમાં અલ્પ પ્રમાણમાં રહેલાં ખનીજો. ખડકોના બંધારણમાં રહેલાં ખનીજો પૈકી કેટલાંક ખનીજોનું અસ્તિત્વ કે અભાવ ખડક પ્રકાર પર અસર કરતાં નથી. વધુમાં, આ ખનીજો ખડકોમાં અલ્પ પ્રમાણમાં રહેલાં હોય છે. આ પ્રકારનાં ખનીજોનો ગૌણ ખનીજ-વર્ગોમાં સમાવેશ કરેલો છે. ગૌણ ખનીજ-વર્ગોની સંક્ષિપ્ત માહિતી કક્કાવારી પ્રમાણે નીચે મુજબ છે…

વધુ વાંચો >

ગૌણ ભૂકંપ-તરંગો

ગૌણ ભૂકંપ-તરંગો : પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરતા તરંગો. ભૂકંપ દરમિયાન ઉદભવતા તરંગોના ત્રણ પ્રકાર છે : (1) મુખ્ય તરંગો (P-waves), (2) ગૌણ તરંગો (S waves) અને (3) ભૂપૃષ્ઠ તરંગો (L waves અથવા Free waves). આ પૈકી મુખ્ય અને ગૌણ તરંગો પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે, જ્યારે ભૂપૃષ્ઠ તરંગો…

વધુ વાંચો >