ગોળાકાર શિલાખંડ : વેન્ટવર્થના માપ પ્રમાણે આશરે 256 મિમી. કે તેથી વધુ કદવાળા ગોળાકાર ખડક-ટુકડા. આ પ્રકારના ખડક-ટુકડાની લાંબા અંતર સુધી સ્થાનાંતર ક્રિયા થયેલી હોય છે અને તેમનું ખનિજ-બંધારણ આજુબાજુ મળી આવતા ખડકો કરતાં જુદું હોય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે