ભૂગોળ

ગ્વાઉરા

ગ્વાઉરા : દ. અમેરિકા ભૂખંડના પરાગ્વે દેશનો એક વહીવટી વિભાગ. તે દેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો છે. તે લગભગ 3,202 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રાંતનું વહીવટી મથક વિલારિકા (Villarrica) છે. વસ્તી 81,752 (2024). આ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી લગભગ 200થી 500 મી.ની ઊંચાઈ પર આવેલું છે. પરાગ્વેના મધ્ય ભાગમાં થઈને મકરવૃત્ત…

વધુ વાંચો >

ગ્વાટેમાલા (Guatemala)

ગ્વાટેમાલા (Guatemala) : ઉ. અમેરિકા અને દ. અમેરિકાના ભૂમિખંડોને જોડતી સાંકડી સંયોગીભૂમિમાં આશરે 14° 40´ ઉ. અ. અને 90° 30´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લેતો દેશ અને તે જ નામનું તેનું મુખ્ય શહેર. તેની પશ્ચિમ અને ઉત્તરની બાજુએ મેક્સિકો, દક્ષિણની બાજુએ પૅસિફિક મહાસાગર અને અલ સૅલ્વાડૉર, પૂર્વની બાજુએ બેલિઝ…

વધુ વાંચો >

ગ્વામ

ગ્વામ : પૅસિફિક મહાસાગરમાં પશ્ચિમે આવેલા મારિયાના ટાપુઓના જૂથનો સૌથી મોટો અને દક્ષિણ છેડાનો ટાપુ. હવાઈ ટાપુઓથી પશ્ચિમમાં આશરે 5920 કિમી. તેમજ મનીલા(ફિલિપાઇન્સ)થી પૂર્વમાં આશરે 2400 કિમી.ના અંતરે તે આવેલો છે. ભૌગોલિક સ્થાન 13° ઉ. અક્ષાંશ તથા 144° પૂ. રેખાંશ પર આવેલું છે. ઉત્તર-દક્ષિણ લાંબા આકારના આ ટાપુનું ક્ષેત્રફળ આશરે…

વધુ વાંચો >

ગ્વાલિયર

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને…

વધુ વાંચો >

ઘાઘરા

ઘાઘરા : ઉત્તરપ્રદેશ અને બિહારમાં વહેતી નદી. તેનું ઉદગમસ્થાન તિબેટમાં છે. તે 30° ઉ. અક્ષાંશ અને 88° પૂ. રેખાંશ પર છે. હિમાલયમાં આવેલી કરનાલી પર્વતશ્રેણીઓમાં વહીને તે ખીરી અને બહરાઇચ જિલ્લામાં મેદાનમાં પ્રવેશે છે. તિબેટમાં તે કરનાલી નદી તરીકે ઓળખાય છે. ઘાઘરા નદીની જમણી બાજુએ બારાબંકી, ગોંડા, બસ્તી અને ગોરખપુર…

વધુ વાંચો >

ઘાના

ઘાના : આફ્રિકાની પશ્ચિમ બાજુએ 3° ઉ. અ.થી 11° 10´ ઉ. અ. તથા 1° પૂ. રેખાંશથી 3° 15´ પ. રેખાંશ વચ્ચે આવેલો દેશ. ઘાનાનું ક્ષેત્રફળ 2,38,533 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી મુજબ આ દેશની વસ્તી 3,24,95,483  છે (2022). તેની ઉત્તરે વૉલ્ટા, પૂર્વ તરફ ટોગો, દક્ષિણે આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે…

વધુ વાંચો >

ઘેલો

ઘેલો : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પાંચાલની ઉચ્ચ ભૂમિમાંથી નીકળી અમરેલી જિલ્લામાંથી વહીને ભાવનગર જિલ્લામાં પ્રવેશતી નદી. ભાવનગર જિલ્લામાં આ નદી ગઢડા અને વલભીપુર તાલુકામાંથી વહે છે. આ મોસમી નદીનું તળ ખડકાળ અને છીછરું છે. ચોમાસામાં પૂર આવે છે. તે દરમિયાન તેમાં પાણી હોય છે. આ નદીનું મહત્વ તેના કાંઠે આવેલ…

વધુ વાંચો >

ઘોઘા

ઘોઘા : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 01´ ઉ. અ. અને 72° 16´ પૂ. રે.. તે ભાવનગરથી અગ્નિકોણમાં 21 કિમી.ને અંતરે ખંભાતના અખાતના તટ પર આવેલું છે. ઘોઘાની આજુબાજુની જમીન કાળી તેમજ પીળાશ પડતી છે. અહીંની આબોહવા ભાવનગર જેવી છે. એક સમયે ઘોઘા સોરઠ પ્રદેશનું…

વધુ વાંચો >

ચમોલી (જિલ્લો)

ચમોલી  (જિલ્લો) : ઉત્તરાખંડ રાજ્યની ઈશાન તરફ મધ્ય હિમાલયમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂસ્તર – ભૂપૃષ્ઠ : તે 30 24´ ઉ. અ. અને 79 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે વાયવ્યે ઉત્તરકાશી, પૂર્વે પિથોરાગઢ, અગ્નિએ બાગેશ્વર, પશ્ચિમે રુદ્રપ્રયાગ અને અલમોરા, નૈર્ઋત્યે પુરીગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલો છે. હિમાલય એ વિશ્વની સૌથી નવી…

વધુ વાંચો >

ચલાળા

ચલાળા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દાના ભગતની જગ્યાને લીધે જાણીતું થયેલ મથક. તે 21° 25’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ધારીથી 19 કિમી. અને અમરેલીથી 25.75 કિમી. દૂર છે. ખીજડિયા-ધારી-વેરાવળ રેલવે ઉપરનું સ્ટેશન છે અને બસવ્યવહાર દ્વારા અમરેલી, બગસરા, ધારી, રાજુલા અને જાફરાબાદ…

વધુ વાંચો >