ભૂગોળ

ગુલમર્ગ

ગુલમર્ગ : જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પર્યટનસ્થળોમાંનું એક. તે બારામુલા જિલ્લામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી 2591 મીટર ઊંચાઈ ધરાવે છે. રાજ્યના પાટનગર શ્રીનગરથી તે 46 કિમી. પશ્ચિમે આવેલું છે. તેની વસ્તી આશરે 1200 (2022) છે. શ્રીનગરથી તંગમાર્ગ સુધીનો 39 કિમી.નો રસ્તો સીધો છે; પરંતુ તે પછી ચઢાણ શરૂ થાય…

વધુ વાંચો >

ગુંતુર (Guntur)

ગુંતુર (Guntur) (જિલ્લો): આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જે સમુદ્રકિનારો ધરાવે છે. ભૌગોલિક સ્થાન : તે 16 30´ ઉ. અ. અને 80 4´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાનો વિસ્તાર 2,443 ચો. કિમી. જેટલો છે. આ જિલ્લાને આશરે 100 કિમી. લાંબો બંગાળના ઉપસાગરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. આ જિલ્લાની વાયવ્યે ક્રિશ્ના જિલ્લો…

વધુ વાંચો >

ગુંફિત ઝરણાં

ગુંફિત ઝરણાં : ગૂંચવાયેલી, વાંકીચૂંકી, લાંબી દોરીઓની જેમ વિભાજિત થતા અને ફરીથી ભેગા થતા આંતરગૂંથણી રચતા જળમાર્ગોથી બનેલાં ઝરણાં કે નાની નદીઓ. ઝરણાંના માર્ગો વચ્ચે કાંપ કે રેતીની જમાવટથી રચાતા અવરોધો કે આડશોને કારણે જળવહનમાર્ગ બદલાઈ જાય છે. નદી કે ઝરણું જ્યારે પોતાની સાથે વહી આવતા કાંપને આગળ ધપાવી શકે…

વધુ વાંચો >

ગૂટનબર્ગ સાતત્યભંગ

ગૂટનબર્ગ સાતત્યભંગ : પૃથ્વીની સપાટીથી 2900 કિમી. ઊંડાઈએ રહેલો સાતત્યભંગ. પૃથ્વીના પેટાળની રચના અને બંધારણના અભ્યાસ માટે ભૂકંપશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ઉદભવતા ત્રણ પ્રકારના તરંગ પૈકી P (મુખ્ય) તરંગો અને S (ગૌણ) તરંગો પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે; પરંતુ પૃથ્વીના આંતરિક બંધારણ અને રચના પ્રમાણે તેમનાં…

વધુ વાંચો >

ગૅબોં (Gabon)

ગૅબોં (Gabon) : મધ્ય આફ્રિકાનો પ્રજાસત્તાક દેશ. દેશનું અધિકૃત નામ રિપબ્લિકન ગેબોનેઇઝ છે. નવ પ્રાંતોના બનેલા આ દેશનો કુલ વિસ્તાર 2,67,677 ચોકિમી. છે. તેની વસ્તી વિશે જુદા જુદા અંદાજો મળે છે. રાષ્ટ્રસંઘની 2007ની ગણતરી મુજબ ગૅબોંની કુલ વસ્તી 13,31,000 છે. મધ્ય આફ્રિકામાં ઓછામાં ઓછી વસ્તી ધરાવતો હોવા છતાં જંગલ તથા…

વધુ વાંચો >

ગેરસપ્પાનો ધોધ

ગેરસપ્પાનો ધોધ : જુઓ જોગનો ધોધ.

વધુ વાંચો >

ગોકાક

ગોકાક : કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લાના ગોકાક તાલુકાનું મુખ્ય મથક. તે 16° 11´ ઉ. અ. અને 74° 52´ પૂ. રે. પર બેલગામની અગ્નિદિશામાં 48 કિમી. દૂર આવેલું છે. આદિલશાહી વખતના કિલ્લા, જૂનાં દેવળ, સાવનૂરના નવાબે બંધાવેલી મસ્જિદ તેમજ તોપખાનું અહીંનાં જોવાલાયક પુરાતત્વીય સ્મારકો છે. ભૂતકાળમાં કાપડ રંગવાનો અને વણવાનો ધંધો…

વધુ વાંચો >

ગોકાક ધોધ

ગોકાક ધોધ : કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લામાં પશ્ચિમઘાટના ઢોળાવો પરથી પૂર્વ દિશામાં વહેતી ઘટપ્રભા નદીની શાખા ગોકાક નદી ઉપર આવેલો ધોધ. ઘટપ્રભા પણ કૃષ્ણા નદીની શાખારૂપ નદી છે. આમ આ જળધોધનું ભૌગોલિક સ્થાન આશરે 16° 11´ ઉ. અ. અને 74° 52´ પૂ. રે. નજીક છે. પશ્ચિમઘાટ પર્વતમાળાના આશરે 600 મી.…

વધુ વાંચો >

ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર)

ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર) : હિમાલય પર્વતની કારાકોરમ હારમાળાનું શિખર. તે કાશ્મીરના ઈશાન ભાગમાં આવ્યું છે. વિશ્વનાં ઊંચાં ગિરિશિખરોમાં માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) પછી ઊંચાઈમાં એની બીજા નંબરે ગણતરી થાય છે. એની ઊંચાઈ 8,611 મીટર છે. 1858માં ‘ટૉપૉગ્રાફિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ની કચેરીએ તેના સંગૃહીત ક્રમાંકમાં એને ‘K2’ નામ આપ્યું છે.…

વધુ વાંચો >

ગોડ્ડા (Godda)

ગોડ્ડા (Godda) : ઝારખંડ રાજ્યના ઈશાન કોણમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50´ ઉ. અ. અને 87° 13´ પૂ. રે.ની આજુબાજુનો 2,110 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં અને ઉત્તરે બિહારના બંકા અને ભાગલપુર જિલ્લા, ઈશાન અને પૂર્વ તરફ સાહિબગંજ…

વધુ વાંચો >