ભૂગોળ
અલ્લાહાબાદ
અલ્લાહાબાદ : ઉત્તરપ્રદેશ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય મથક. જે પ્રયાગરાજ તરીકે પણ ઓળખાય છે. ભૌ. સ્થાન : 250 27´ ઉ. અ. અને 810 51´ પૂ. રે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 5,482 ચોકિમી. અને વસ્તી 59,59,798 (2011) છે. આ જિલ્લાની ઉત્તરે પ્રતાપગઢ, ઈશાને જૌનપુર, પૂર્વે વારાણસી, અગ્નિએ મિરઝાપુર, નૈઋત્યે…
વધુ વાંચો >અલ્સ્ટર
અલ્સ્ટર (Ulster) : આયર્લૅન્ડના ચાર પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે 54° 35´ ઉ. અ. અને 7° 00´ પ.રે.ની આજુબાજુનો 21,778 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નવ પરગણાંનો બનેલો છે; આ નવ પૈકીનાં છ પરગણાં યુ.કે.ના ભાગરૂપ ઉત્તર આયર્લૅન્ડનાં અને ત્રણ પરગણાં આયર્લૅન્ડ પ્રજાસત્તાકનાં છે. છ પરગણાંમાં…
વધુ વાંચો >અવન્તિકા
અવન્તિકા : જુઓ, ઉજ્જૈન.
વધુ વાંચો >અષ્ટમુદી
અષ્ટમુદી : ભારતના કેરળ રાજ્યમાં આવેલું સરોવર, જે અરબી સમુદ્રને બે સ્થળે મળે છે. આ સરોવર ક્વિલોન જિલ્લામાં ક્વિલોન શહેર પાસે આવેલું છે. આ સરોવરના એક છેડે ક્વિલોન અને બીજે છેડે પેઇમતુરુતુ ટાપુ છે. સરોવર પર 204 મીટર લાંબો પુલ છે, જે 1975ના અરસામાં બનાવવામાં આવ્યો છે. સરોવરનું પાણી આશરે…
વધુ વાંચો >અસમ
અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…
વધુ વાંચો >અસ્યુત
અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું. પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું…
વધુ વાંચો >અહમદનગર (જિલ્લો)
અહમદનગર (જિલ્લો) : સ્થાન-સીમા-વિસ્તાર : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : તે આશરે 180 2૦´થી 190 55´ ઉ. અ. અને 730 4૦´થી 750 4૦´ પૂ. રે. વચ્ચેનો 17,૦48 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં નાસિક, ઉત્તર અને ઈશાનમાં ઔરંગાબાદ, પૂર્વમાં જાલના…
વધુ વાંચો >અહમદનગર (શહેર)
અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…
વધુ વાંચો >અહમદપુર-માંડવી
અહમદપુર-માંડવી : ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરતટે આવેલું વિહારધામ. ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતનો સાગરકાંઠો ઘણો લાંબો છે. (1,6૦૦ કિમી.) પરંતુ લાંબા સમય સુધી કાંઠે કેટલાંક બંદરો તથા મહત્વનાં તીર્થધામો સિવાય નોંધપાત્ર યાત્રાધામો કે વિહારધામો જેવાં સ્થળો હતાં નહિ. ગુજરાતનું અલગ રાજ્ય રચાયા પછી તેને એક સર્વાંગસંપૂર્ણ રાજ્ય બનાવવાના અભિગમ હેઠળ…
વધુ વાંચો >અંકલેશ્વર
અંકલેશ્વર : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચથી દક્ષિણે 1૦ કિમી. દૂર આવેલું શહેર. ભૌ. સ્થાન 21° 36´ ઉ. અ. અને 73° ૦૦´ પૂ. રે. તેનું પ્રાચીન નામ અક્રૂરેશ્વર હતું. આશરે નવમા સૈકાના અરસામાં તે રાઠોડ વંશના રાજવીઓની રાજધાનીનું મથક રહેલું. તે અમદાવાદ-મુંબઈ રેલ અને સડકમાર્ગ પર આવેલું છે. ઈ. સ.…
વધુ વાંચો >