ભૂગોળ
કેમ્ઝ
કેમ્ઝ : હિમનદીના નિક્ષેપકાર્યથી રચાતો એક વિશિષ્ટ ભૂમિઆકાર. હિમનદીના જળપ્રવાહ સાથે રેતી, માટી જેવાં દ્રવ્યો માર્ગમાં ઊંચાનીચા ઢગરૂપે જમા થઈને બનતી રેતી અને માટીની ટેકરીને ‘કેમ’ કહે છે. આ પ્રકારની કેમ ટેકરીઓ એકબીજી સાથે જોડાતાં ટેકરીઓની જે લાંબી હાર બને છે તેને લાંબી કેમ-ટેકરીઓ અથવા હિમ અશ્માવલીની ટેકરીઓ (glacial moraines…
વધુ વાંચો >કૅમ્પસ
કૅમ્પસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ રાજ્યની દક્ષિણે આવેલું આગળ પડતું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 21o 45′ દ. અ. અને 41o 18′ પ. રે.. તે પૅરાઇબા નદીના દક્ષિણ કાંઠા ઉપર સમુદ્રથી 37 કિમી. દૂર વસેલું છે. તેની દક્ષિણે ફૈયા સરોવર આવેલું છે. રિયો-દ-જાનેરો તેનાથી 320 કિમી. દૂર છે. તેની હવા…
વધુ વાંચો >કેરળ
કેરળ ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર…
વધુ વાંચો >કૅરિબિયન સમુદ્ર
કૅરિબિયન સમુદ્ર (Carribbean Sea) : ઉત્તર અમેરિકાના અગ્નિખૂણે અને દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 15o 00′ ઉ. અ. અને 73o 00′ પ. રે.ની આજુબાજુનો 19,42,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્ર ઉત્તર આટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ છે અને અંશત: ભૂમિબદ્ધ છે. તેની ઉત્તરે અને…
વધુ વાંચો >કૅરો (અલ્-કાહિરાહ)
કૅરો (અલ્-કાહિરાહ) : પ્રાચીન સમયમાં ‘કાહિરા’ તરીકે ઓળખાતું ઇજિપ્તની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 30o 03′ ઉ. અ. અને 31o 15′ પૂ. રે. પર, ભૂમધ્ય સમુદ્રથી આશરે 160 કિમી. દૂર મુખ્યત્વે નાઇલ નદીના મુખત્રિકોણ (delta) પ્રદેશમાં વસેલું છે. આ મુખત્રિકોણ પ્રદેશ ખેતીની ર્દષ્ટિએ સમૃદ્ધ હોવાથી તે ઇજિપ્તના હૃદય સમાન…
વધુ વાંચો >કૅરોલિના
કૅરોલિના : યુ.એસ.નું આટલાન્ટિક કાંઠા ઉપર આવેલું એક રાજ્ય. ઉત્તર કૅરોલિના : આટલાન્ટિક કાંઠા ઉપર અગ્નિખૂણે 33o 50´થી 36o 35′ ઉ. અ. અને 77o 27’થી 84o 20′ પ. રે. વચ્ચે તે આવેલું છે. ક્ષેત્રફળ 1,26,180 ચોકિમી., તેની સૌથી વધુ લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 301 કિમી. અને 810 કિમી. છે. આ…
વધુ વાંચો >કેલાર (રેહ)
કેલાર (રેહ) : કેલાર, રેહ કે ઊસ એ ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી ઉપર આચ્છાદન સ્વરૂપે જોવા મળતા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારોના ભિન્ન ભિન્ન પ્રમાણ સહિત સોડિયમ કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડના મિશ્રણની બનેલી ખારી ફૂગનાં ગામઠી નામ છે. આ ક્ષારોની મૂળ ઉત્પત્તિ પર્વતોના શિલાચૂર્ણના રાસાયણિક વિભંજનમાંથી થયેલી છે,…
વધુ વાંચો >કૅલિફૉર્નિયા
કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની પશ્ચિમ બાજુએ પૅસિફિક મહાસાગરના કિનારે 37° 30′ અને 42° ઉ. અ. અને 119° 30′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. અલાસ્કા અને ટૅક્સાસ રાજ્યો પછી વિસ્તાર(4,11,049 કિમી.)માં કૅલિફૉર્નિયાનો ત્રીજો ક્રમ છે. તેની વધુમાં વધુ લંબાઈ 1,240 કિમી. અને પહોળાઈ 605 કિમી. છે. તેની ઉત્તરે ઑરિગન, પૂર્વ તરફ…
વધુ વાંચો >કૅલિફૉર્નિયાનો અખાત
કૅલિફૉર્નિયાનો અખાત : મૅક્સિકોના વાયવ્ય કિનારા પર આવેલો પૅસિફિક મહાસાગરનો ફાંટો. તે પૂર્વ પૅસિફિક મહાસાગરનો મોટો અખાત છે. તેની પશ્ચિમે લોઅર કૅલિફૉર્નિયા (બાહા કૅલિફૉર્નિયા) દ્વીપકલ્પ અને પૂર્વે મૅક્સિકોની મુખ્ય ભૂમિ પર સોનોરા તથા સિનાલોઆ રાજ્યો આવેલાં છે. આ અખાત કૉર્ટેઝના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેની બંને બાજુનો કિનારો ખાંચાખૂંચીવાળો…
વધુ વાંચો >કૅલે
કૅલે : વાયવ્ય ફ્રાન્સના પાસ દ કૅલે(ભૌગોલિક વિભાગ)નું સૌથી મોટું શહેર. વસ્તી : 14,65,278 (2019). ઇંગ્લૅન્ડ અને યુરોપ ખંડને જોડતી ઇંગ્લિશ ચૅનલના પ્રવેશદ્વાર સમાન બંદર. કૅલે 50° 57′ ઉ. અ. અને 1° 56′ પૂ. રે. ઉપર ઇંગ્લૅન્ડના ડોવર શહેરથી 40 કિમી. અને પૅરિસથી ઉત્તરે 257 કિમી. દૂર છે. જૂનું શહેર…
વધુ વાંચો >