ભૂગોળ

કેન્યા

કેન્યા : પૂર્વ આફ્રિકામાં હિંદી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલો આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ. તેનું નામ તે જ નામના પર્વત ઉપરથી પડ્યું છે. તે 4° ઉ.અ. અને 4° દ.અ. અને 34° અને 41° પૂ.રે. ઉપર આવેલો છે. કુલ ક્ષેત્રફળ 5,82,646 ચોકિમી. વિષુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેના અગ્નિખૂણે…

વધુ વાંચો >

કેન્યા પર્વત

કેન્યા પર્વત : આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પછી બીજા ક્રમે (5,199 મી.) આવતો પૂર્વ આફ્રિકાના કેન્યા રાજ્યમાં નૈરોબીથી ઈશાન અને ઉત્તર દિશાએ 112 કિમી.ના અંતરે 0-10′ દ.અ. ઉપર આવેલો પર્વત. આ પર્વત સુપ્ત જ્વાળામુખી છે. તેનું મુખ ઘસાઈ ગયું છે. તેના ખડકો લાવા રસના બનેલા અગ્નિકૃત ખડકો છે. આ…

વધુ વાંચો >

કૅન્સાસ રાજ્ય

કૅન્સાસ રાજ્ય : યુ.એસ.નું એક ઘટક રાજ્ય. આ રાજ્ય ભૌગોલિક ર્દષ્ટિએ ઉત્તર અમેરિકા ખંડની મધ્યમાં આવેલું છે. તેનું નામ રાજ્યમાંની કૅન્સાસ નદી પરથી પાડવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ‘પીપલ ઑવ્ ધ સાઉથ વિન્ડ’. તે 37oથી 40o ઉ.અ. અને 94o 38’થી 102o 1′ પ.રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

કૅન્સાસ શહેર

કૅન્સાસ શહેર : કૅન્સાસ નદી અને મિસૂરી નદીના સંગમ પર વસેલું અમેરિકાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 39o 6′ ઉ. અ. અને 94o 37′ પ. રે.. વિસ્તારની ષ્ટિએ કૅન્સાસ રાજ્યમાં તેનો બીજો ક્રમ છે. આ નગરના બે જુદા જુદા રાજકીય એકમો છે : (1) કૅન્સાસ નગર KS, (2) કૅન્સાસ (મિસૂરી)…

વધુ વાંચો >

કેપ ઑવ્ ગુડ હોપ

કેપ ઑવ્ ગુડ હોપ : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ છેડે કેપટાઉન પાસે આવેલી ભૂશિર. 34o 21′ દ. અ. અને 18o 29′ પૂ. રે. પર આ ભૂશિર આવેલી છે. આટલાન્ટિક મહાસાગરમાંથી, સીધા ઢોળાવવાળી કરાડ (seacliff) સાથે 260 મી. ઊંચકાઈ આવેલી આ ભૂશિર તોફાની પવનો અને સમુદ્રપ્રવાહ માટે જાણીતી છે. ઈ.સ. 1486માં આ…

વધુ વાંચો >

કેપ કૉડ

કેપ કૉડ : ઉત્તર અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યના અગ્નિ ખૂણે આટલાન્ટિક મહાસાગરમાં ઘૂસેલો હૂકના આકારનો 104 કિમી. લાંબો અને સાંકડો દ્વીપકલ્પ. તે 41o 45’થી 42o 15′ ઉ. અ. તથા 70o 00’થી 70o 30′ પ. રે. વચ્ચે આવેલો છે. તેની પહોળાઈ 1.6 કિમી.થી 30 કિમી. જેટલી છે. 1914માં કેપ કૉડ કૅનાલ પૂર્ણ…

વધુ વાંચો >

કેપ ટાઉન (આફ્રિકા)

કેપ ટાઉન (આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતનું પાટનગર અને બંદર. આટલાન્ટિક મહાસાગરને કિનારે ટેબલ પર્વતની તળેટીમાં આ શહેર આવેલું છે. અહીં જમીનનો ચાંચ આકારનો ભાગ મહાસાગરમાં દૂર સુધી વિસ્તરેલો છે. 33o 54′ દ. અ. અને 18o 25′ પૂ. રે. પર આવેલું આ શહેર ‘નૅશનલ બૉટેનિકલ ગાર્ડન’ અને પ્રાચીન સંગ્રહસ્થાન…

વધુ વાંચો >

કેપ વર્દ ટાપુઓ

કેપ વર્દ ટાપુઓ (Cape Verde) : આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા સેનેગાલના મુખ્ય શહેર ડકારથી પશ્ચિમે 480 કિમી. દૂર મધ્ય આટલાન્ટિક મહાસાગરમાં આવેલ પંદર દ્વીપોનો સમૂહ અને પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન : 16o ઉ. અ. અને 24o પ. રે.. તેનો વિસ્તાર 4033 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ સાન્ટિયાગો 972 ચોકિમી. ક્ષેત્રફળ…

વધુ વાંચો >

કૅમેરૂન

કૅમેરૂન : પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકાની વચમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 6o 00 ઉ. અ. અને 12o 00 પૂ. રે.. તેનું સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ કૅમેરૂન છે. તેની વાયવ્યમાં નાઇજીરિયા, ઈશાનમાં ચાડ, પૂર્વમાં મધ્ય આફ્રિકાનું પ્રજાસત્તાક, દક્ષિણમાં કાગો, વિષુવવૃત્તીય ગીની અને ગેબન તથા નૈર્ઋત્યમાં આટલાન્ટિક મહાસાગર છે. આ…

વધુ વાંચો >

કૅમેરૂન પર્વત

કૅમેરૂન પર્વત : પશ્ચિમ આફ્રિકાના કૅમેરૂન દેશમાં આવેલી જ્વાળામુખી ગિરિમાળાનો એક પર્વત. ભૌગોલિક સ્થાન : 4o 12′ ઉ. અ અને 9o 11′ પૂ. રે. તેની ઊંચાઈ 4095 મીટર છે અને તે ઉત્તર કૅમેરૂન અને નાઇજીરિયા વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં તે ઊંચામાં ઊંચો પર્વત છે. તેની…

વધુ વાંચો >