ભૂગોળ
કિંગ્સ્ટન
કિંગ્સ્ટન : કૅરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓના મહાએન્ટિલિસ ટાપુસમૂહના જમૈકા ટાપુની રાજધાની અને મુખ્ય શહેર. 16 કિમી. લાંબા અને 3.2 કિમી. પહોળા અખાતના કિનારે તે 78o 48′ ઉ. અ. અને 17o 58′ પૂ. રે. પર આવેલું છે. તે ગુલામોના વ્યાપારનું મોટું બજાર ગણાતું હતું. 1682માં ભૂકંપને કારણે પૉર્ટ રૉયલ નાશ…
વધુ વાંચો >કિંગ્સટાઉન
કિંગ્સટાઉન : સેન્ટ લૉરેન્સ ટાપુ અને ગ્રેનેડાઇન્સ ટાપુસમૂહની રાજધાની અને પ્રમુખ નગર. કૅરેબિયન સમુદ્રમાં બે ટાપુસમૂહો આવેલા છે : મહા એન્ટિલિસ અને લઘુ એન્ટિલિસ. કિંગ્સટાઉન શહેર મહા એન્ટિલિસ ટાપુસમૂહના સેન્ટ વિન્સેન્ટ ટાપુના દક્ષિણ ભાગમાં આવેલું છે. કૅરિબિયન કિનારે 13o 12′ ઉત્તર અક્ષાંશ અને 61o 14′ પશ્ચિમ રેખાંશ પર આ શહેર…
વધુ વાંચો >કીરેટોફાયર
કીરેટોફાયર : એક પ્રકારનો જ્વાળામુખી ખડક. મૂળભૂત રીતે સોડા ફેલ્સ્પારયુક્ત ટ્રેકાઇટ લક્ષણવાળા જ્વાળામુખી ખડકને કીરેટોફાયર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં આ શબ્દનો ઉપયોગ, આલ્બાઇટ અથવા આલ્બાઇટ-ઓલિગો ક્લેઝ, ક્લોરાઇટ, એપિડોટ અને કેલ્સાઇટ જેવાં વિશિષ્ટ ખનિજોના બનેલા બધા જ સેલિક (આછા રંગવાળા) લાવાના ખડકો તેમજ ડાઇક ખડકો માટે કરવામાં આવે છે.…
વધુ વાંચો >કીલ
કીલ : જર્મનીના શ્લેસવિગ-હોલસ્ટાઇન પ્રાંતની રાજધાની, નૌકામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 54o 20’ ઉ. અ. અને 10o 08’ પૂ. રે.. તેનું મૂળ જર્મન નામ કીલે. ઍન્ગ્લો-સૅક્સન ભાષામાં killeનો અર્થ વહાણો માટેનું સલામત સ્થળ થાય છે. આ બંદરની ઊંડી ખાડી વહાણ માટે યોગ્ય સ્થળ ગણાય છે. કીલ હૅમ્બર્ગની ઉત્તરે…
વધુ વાંચો >કીલની નહેર
કીલની નહેર : ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રને જોડતી નહેર. ભૌગોલિક સ્થાન 53o 53’ ઉ.અ. અને 9o 08’ પૂ. રે. છે. તે 1887-1895 દરમિયાન બંધાઈ હતી. આ નહેરના બાલ્ટિક સમુદ્રના છેડે કીલ આવેલું છે, જ્યારે ઉત્તર મહાસાગર ઉપર એલ્બ નદીના મુખ ઉપર બ્રુન્સ બુટલકોર્ગ આવેલું છે. નૉર્વે અને ડેનમાર્ક વચ્ચે…
વધુ વાંચો >કીવ
કીવ : યુક્રેન પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 50o 26’ ઉ. અ. અને 30o 31’ પૂ. રે.. શહેર તરીકે તે પ્રાચીન નગર છે. વસ્તી : 28.8 લાખ (2017, યુનો દ્વારા દર્શાવેલ). નીપર નદીના પશ્ચિમ કિનારે વસેલું આ શહેર મૉસ્કોથી ઓડેસ્સા તથા પૉલેન્ડથી વોલ્ગોગ્રેડ(સ્ટાલિનગ્રાડ)ના રેલમાર્ગ ઉપર આવેલું છે. નીપર નદી…
વધુ વાંચો >કુડ્ડાલોર
કુડ્ડાલોર : તામિલનાડુ રાજ્યના દક્ષિણ આર્કટ જિલ્લાનું વડું મથક તથા બંદર. બંગાળના ઉપસાગરના કોરોમંડલ કિનારે આ શહેર 11o 43’ ઉત્તર અક્ષાંશ અને 79o 46’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમિલ શબ્દ ‘કુટ્ટલ ઊર’ એટલે નદીઓનો સંગમ જેના પરથી આ શહેરને નામ અપાયેલું છે. આ શહેર પોન્નાઇયાર અને ગાડીલમ નદીઓના સંગમસ્થાને…
વધુ વાંચો >કુતિયાણા
કુતિયાણા : ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનું શહેર. તે 21o 38′ ઉ. અ. અને 69o 59′ પૂ. રે. ઉપરનું તાલુકામથક પણ છે. કુતિયાણા તાલુકાનું કુલ ક્ષેત્રફળ 566.3 ચોકિમી. છે. ભાદર નદીના કાંઠે આવેલું આ તાલુકાનું આ એકમાત્ર મુખ્ય શહેર છે. તેનો વિસ્તાર 36.21 ચોકિમી. છે. આ શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના…
વધુ વાંચો >કુદરતી કમાન
કુદરતી કમાન : ગતિશીલ કુદરતી બળોના ઘસારાના કાર્યથી કમાન આકારે રચાયેલું ભેખડનું સ્વરૂપ. સમુદ્રમાં પ્રક્ષિપ્ત થતી ભેખડવાળા ભૂમિભાગો પર સમુદ્રનાં મોજાંના સતત મારાથી બંને બાજુઓમાં બખોલો પડે છે. કાળક્રમે બખોલો પહોળી અને ઊંડી બની ગુફાઓનું રૂપ ધારણ કરે છે. બન્ને ગુફાઓ આખરે પરસ્પર ભળી જાય છે, જેથી મોજાંનું પાણી તેમાંથી…
વધુ વાંચો >કુદરતી તટબંધ
કુદરતી તટબંધ : નદીના બન્ને કાંઠે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપ અથવા સંચયથી રચાતા ઓછી ઊંચાઈના લાંબા અવરોધી ઢગ. નદીના આ કુદરતી તટબંધથી સામાન્ય પૂર સામે આસપાસના પ્રદેશને રક્ષણ મળે છે. પરંતુ નદીમાં વધુ પૂરની પરિસ્થિતિમાં કિનારા પર રચાયેલ આવા બંધ તૂટી જવાથી પાણી દૂર ફેલાઈ વિનાશ સર્જે છે. દા.ત., ચીનની…
વધુ વાંચો >