ભૂગોળ
એટના
એટના (Etna) : સિસીલી ટાપુ(ઇટાલી)ના પૂર્વભાગમાં આવેલો દુનિયાનો ખૂબ જ જાણીતો સક્રિય જ્વાળામુખી. ભૌગોલિક સ્થાન : 37o 46′ ઉ. અ. અને 15o 00′ પૂ. રે.. ભૂમધ્ય સમુદ્રમાં સિસીલી ટાપુના પૂર્વ કિનારા પરના કૅટાનિયા શહેરથી તે વાયવ્યમાં આવેલો છે. સિસીલીના લોકો તેને મોંજિબેલો (Mongibello) નામથી તથા આરબો તેને ‘જેબેલ અલ્લામત’ (Jebel…
વધુ વાંચો >ઍટલાન્ટા
ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864…
વધુ વાંચો >ઍટલાસ પર્વતમાળા
ઍટલાસ પર્વતમાળા : આફ્રિકા ખંડના ઉત્તર અને વાયવ્ય ખૂણામાં આવેલી પર્વતમાળા. ભૌ. સ્થાન 33o ઉ. અ. અને 2o પ. રે.ની આસપાસ છે. ભૂમધ્ય સમુદ્રને સમાંતર પથરાયેલી આ પર્વતમાળા મોરૉક્કો, અલ્જીરિયા અને ટ્યૂનિશિયામાંથી પસાર થાય છે. તેની બે સમાંતર હાર આવેલી છે. તેનું સૌથી ઊંચું શિખર ટોબકલ છે, જે સમુદ્રની સપાટીથી…
વધુ વાંચો >ઍટૉલ
ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર…
વધુ વાંચો >એડન
એડન : યૅમૅન ગણરાજ્યની રાજધાની તથા પ્રાચીન વ્યાપારકેન્દ્ર. ભૌ. સ્થાન : 12o 45′ ઉ. અ. અને 45o 12′ પૂ. રે.. ઈ. પૂ. ત્રીજા શતકમાં વસેલું. અરબી ભાષામાં એ ‘આદન’ નામથી ઓળખાય છે. એડનના અખાતના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર તથા લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર તે બંદર આવેલું છે. વ્યાપારના મહત્વના બંદર તરીકે…
વધુ વાંચો >એડનનો અખાત
એડનનો અખાત (Gulf of Aden) : અરબી સમુદ્ર અને રાતા સમુદ્રને સાંકળતું ઊંડા જળનું થાળું. તે અરબ દ્વીપકલ્પ અને ઈશાન આફ્રિકાના ઈશાન ભાગ સોમાલિયાને જુદાં પાડે છે. ભૌગોલિક સ્થાન : તે 12o 00¢ ઉ. અ. અને 48o 00¢ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…
વધુ વાંચો >એડિનબરો
એડિનબરો : સ્કૉટલૅન્ડનું પાટનગર, પ્રદેશનું બીજા ક્રમનું મોટું શહેર અને શિક્ષણ તથા સંસ્કૃતિનું કેન્દ્ર. સ્કૉટલૅન્ડના દક્ષિણ-પૂર્વમાં ઉત્તર સમુદ્રના ફર્થ ઑવ્ ફોર્થ ખાડીના દક્ષિણ કિનારા નજીક તે આવેલું છે. તે લંડનની ઉત્તરે 700 કિમી. તથા ગ્લાસગો શહેરથી 71 કિમી.ના અંતરે છે. શહેરના ઈશાન ખૂણે આશરે 3 કિમી. અંતરે લીથ તથા આશરે…
વધુ વાંચો >ઍડિસ-અબાબા
ઍડિસ-અબાબા : ઇથિયોપિયાનું પાટનગર. તે શોઆ પ્રાંતમાં આવેલું સૌથી મોટું શહેર તથા ઉદ્યોગ, વ્યાપાર અને શિક્ષણનું મુખ્ય મથક છે. ભૌ. સ્થાન 9o 02′ ઉ. અ. 38o 42′ પૂ. રે. પર આવેલ છે. ઍડિસ-અબાબા શબ્દનો અર્થ છે ‘નવું પુષ્પ’. દેશના મધ્યવર્તી પઠાર પર, સમુદ્રની સપાટીથી 2,438 મીટર ઊંચું અને આજુબાજુ ડુંગરો…
વધુ વાંચો >એડીરોન્ડેક
એડીરોન્ડેક : ઉત્તર અમેરિકાના ઈશાન ખૂણે આવેલા ન્યૂયૉર્ક રાજ્યમાંની પર્વતમાળા. લૉરેશિયન ઉચ્ચપ્રદેશનો આ ભાગ પ્રાચીન સમયમાં આંતરિક સ્તરભંગક્રિયાને કારણે બનેલો છે. સમુદ્રની સપાટીથી લગભગ 1,524 મીટરની ઊંચાઈ ધરાવતો આ પ્રદેશ પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલવિસ્તારની રમણીયતાવાળો છે. તેથી તે સહેલાણીઓનું આકર્ષણકેન્દ્ર છે. તેનાં બરફાચ્છાદિત શિખરો તેમજ મોહવાક અને સેન્ટ લોરેન્સ નદીથી…
વધુ વાંચો >એડીલેઇડ
એડીલેઇડ : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યનું ટોરેન્સ નદીને કિનારે વસેલું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34o 55′ દ. અ. અને 138o 35′ પૂ. રે.. બ્રિટિશ રાજા વિલિયમ ચોથાની રાણી એડીલેઇડના નામ પરથી શહેરનું નામ પડ્યું. તેનું તાપમાન જાન્યુઆરીમાં 22.8o સે. અને જુલાઈમાં 11.8o સે. જેટલું રહે છે. ઑસ્ટ્રેલિયાની સર્વપ્રથમ મ્યુનિસિપાલિટીની રચના 1840માં…
વધુ વાંચો >