ભૂગોળ
સડબરી (Sudbury)
સડબરી (Sudbury) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યના અગ્નિભાગમાં આવેલા સડબરી જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 81° 01´ પ. રે.. તે હ્યુરોન સરોવરની જ્યૉર્જિયન પાંખથી ઉત્તરે 65 કિમી.ને અંતરે રામસે સરોવર પર આવેલું છે. ઇંગ્લૅન્ડના સડબરી પરથી તેનું નામ અપાયેલું છે. કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગના નિર્માણકાર્ય દરમિયાન…
વધુ વાંચો >સતના
સતના : મધ્યપ્રદેશનો ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 58´થી 25° 15´ ઉ. અ. અને 80° 15´થી 81° 15´ પૂ. રે.ની વચ્ચેનો 7,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંદા (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વ તરફ રેવા જિલ્લો, અગ્નિ…
વધુ વાંચો >સતલજ
સતલજ : ભારત અને પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં થઈને વહેતી પાંચ નદીઓ પૈકીની છેક પૂર્વ તરફની નદી. સમુદ્રસપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઈએ તિબેટના ઉચ્ચપ્રદેશ નજીક કૈલાસ પર્વતના વાયવ્ય ઢોળાવ પરથી, રાક્ષસતાલની પશ્ચિમે ઝરણા સ્વરૂપે તે ઉદ્ગમ પામે છે. તે સિંધુ નદીની મોટામાં મોટી સહાયક નદી ગણાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશનાં…
વધુ વાંચો >સદાનીરા
સદાનીરા : પ્રાચીન ગ્રંથો મુજબ ઉત્તર ભારતમાં વિદેહ અને કોશલની સરહદ પરની એક નદી. તેનું નામ નારાયણી અને શાલગ્રામી પણ મળે છે. તેનું પાણી સદા માટે પવિત્ર રહે છે, તેથી તેનું નામ સદાનીરા પડ્યું. સદા ભરપૂર પાણી રહેવાથી પણ આ નામ પ્રચલિત થયું. પટણાની પાસે ગંગી નદીને મળે છે તે…
વધુ વાંચો >સધમ્પ્ટન (1) (Southampton)
સધમ્પ્ટન (1) (Southampton) : ઇંગ્લૅન્ડના હૅમ્પશાયર પરગણાનું શહેર, વિભાગીય મથક તેમજ ઇંગ્લિશ ખાડી પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 1° 21´ પ. રે.. તે ટેસ્ટ અને આઇચેન (Itchen) નદીઓની બે નાળ (estuaries) વચ્ચે મુખભાગ પર ભૂશિર આકારનું ભૂપૃષ્ઠ રચે છે. આઇચેન નદીના પૂર્વકાંઠા પર અગાઉના સમયમાં…
વધુ વાંચો >સનશાઇન કોસ્ટ
સનશાઇન કોસ્ટ (Sunshine Coast) : ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં આવેલો 3,107 ચોકિમી. વિસ્તાર આવરી લેતો પાટનગર વિભાગ. ભૌગોલિક સ્થાન : તે 37° 47´ દક્ષિણ અક્ષાંશ અને 144° 56´ પૂ. રે. પર આવેલું છે. આ વિસ્તારમાં લૅન્ડ્ઝબર્ગ, મરુચી અને નૂસાનાં પરગણાંનો સમાવેશ થઈ જાય છે. તે દક્ષિણના બીરબુરુમથી ઉત્તરના પોમાના તેમજ…
વધુ વાંચો >સન સિટી (Sun City)
સન સિટી (Sun City) : દક્ષિણ આફ્રિકામાં મૂળ વતનીઓની ભૂમિ પૈકીના એક એવા બોફુથાત્સ્વાનામાં આવેલું પ્રવાસી વિશ્રામસ્થળ. સન સિટી લિટલ હૉલ નદી પાસેના પિલાન્સબર્ગ નૅશનલ પાર્કની અગ્નિ સરહદ પર વસેલું છે. આ શહેર દક્ષિણ આફ્રિકાનું ઘણું જ લોકપ્રિય પ્રવાસી વિશ્રામસ્થળ ગણાતું હોવાથી દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત…
વધુ વાંચો >સન્ડરલૅન્ડ (Sunderland)
સન્ડરલૅન્ડ (Sunderland) : ઈશાન ઇંગ્લૅન્ડના ટાઇન અને વિયરમાં આવેલો મહાનગરીય પ્રાંત. આ પ્રાંતમાં સન્ડરલૅન્ડ બંદર, રોકર અને સીબર્નનાં દરિયાઈ કંઠાર પરનાં વિશ્રામસ્થાનો તથા વૉશિંગ્ટન નામનું નવું નગર આવેલાં છે. બંદર ખાતે બધી જાતનો માલસામાન ભરી રાખવા માટેનાં વિશાળ ગોદામોની સુવિધા છે. દૂરતટીય (offshore) ખનિજતેલ-ઉદ્યોગના એક મથક તરીકે પણ તે ઉપયોગમાં…
વધુ વાંચો >સપ્તતીર્થ
સપ્તતીર્થ : સાત નગરીઓનાં તીર્થ. તીર્થ એટલે પાપનો નાશ કરનારું અને પુણ્ય આપનારું સ્થળ. નદી, તળાવ, નગરી, પર્વત, ઘાટ, દેવમંદિર, ગુરુ, બ્રાહ્મણ વગેરે તમામને ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે છે, તેથી તીર્થની સંખ્યા કરોડોની છે. પુરાણો અનુસાર સાત મોક્ષદાયિની નગરીઓને તીર્થ સમાન ગણવામાં આવી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી,…
વધુ વાંચો >સપ્તસિન્ધુ
સપ્તસિન્ધુ : વેદમાં ઉલ્લેખાયેલી હિમાલયમાંથી વહેતી સાત નદીઓ. સપ્તસિન્ધુ વગેરે નદીઓને સચરાચર જગતની માતાઓ ‘विश्वस्य मतर: सर्वा:’ ગણવામાં આવી છે. વિષ્ણુપુરાણ (2–3), ભાગવતપુરાણ (5–19), પદ્મપુરાણ વગેરે પુરાણોમાં ગંગા, સિન્ધુ, યમુના વગેરે નદીઓનાં વર્ણન મળે છે. ‘સિન્ધુ’ શબ્દની વિભાવના सिम्-धुन्वति ચોમેર પોતાના પ્રવાહથી બધું જ પૂરના કારણે હલબલાવે તે સિન્ધુ. સિન્ધુ…
વધુ વાંચો >