ભૂગોળ
વૈદિક ભૂગોળ
વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે. વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ…
વધુ વાંચો >વૈનગંગા (Wainganga)
વૈનગંગા (Wainganga) : મધ્યભારતની મહત્ત્વની નદી. આ નદી મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલી સાતપુડા હારમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. તે શિવની જિલ્લાના તેનાં ઉદભવસ્થાનમાંથી થોડાક અંતર માટે પૂર્વ તરફ વહી, શિવનીમાંડલા અને શિવનીબાલાઘાટ જિલ્લાઓની સરહદ રચે છે, જ્યાં તે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તે બાલાઘાટ અને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા…
વધુ વાંચો >વૈશાલી (જિલ્લો)
વૈશાલી (જિલ્લો) : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 40´ ઉ. અ. અને 85° 13´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફ્ફરપુર, પૂર્વે સમસ્તીપુર, દક્ષિણે ગંગાને સામે કાંઠે પટણા તથા પશ્ચિમે સરન જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >વૉર્સો
વૉર્સો : પોલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 15´ ઉ. અ. અને 21° 00´ પૂ. રે.. તેનું પોલિશ નામ વૉર્સઝાવા (Warszawa) છે. તે પૂર્વ પોલૅન્ડમાં વિસ્તુલા નદીકાંઠે વસેલું છે અને સાંસ્કૃતિક, ઔદ્યોગિક તેમજ વૈજ્ઞાનિક મથક છે. વૉર્સો તેના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન લગભગ બધો જ વખત એક…
વધુ વાંચો >વૉલ્ગા (નદી)
વૉલ્ગા (નદી) : યુરોપની લાંબામાં લાંબી નદી. તે સંપૂર્ણપણે રશિયામાં જ વહે છે. તે લેનિનગ્રાડથી અગ્નિકોણમાં આશરે 300 કિમી. અંતરે આવેલી વાલ્દાઈ ટેકરીઓમાંથી નીકળે છે. તે શરૂઆતમાં પૂર્વ તરફ અને પછીથી દક્ષિણ તરફ વહીને કાસ્પિયન સમુદ્રને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે સ્થળ સમુદ્રસપાટીથી 228 મીટરની ઊંચાઈ પર અને…
વધુ વાંચો >વૉલ્ગોગ્રાદ (સ્ટાલિનગ્રાદ)
વૉલ્ગોગ્રાદ (સ્ટાલિનગ્રાદ) : રશિયામાં આવેલું મહત્વનું ઉત્પાદનલક્ષી શહેર. ભૌગોલિક સ્થાન : 48° 45´ ઉ. અ. અને 44° 30´ પૂ. રે.. તે વૉલ્ગા નદીના મુખથી આશરે 400 કિમી. અંતરે વૉલ્ગા નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. 13મી સદીમાં આ શહેરની સ્થાપના થઈ ત્યારે તેનું મૂળ નામ ત્સેરિત્સિન હતું. જૉસેફ સ્ટાલિનના માનમાં 1925માં…
વધુ વાંચો >વૉલ્ટા
વૉલ્ટા : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ઘાના દેશની મુખ્ય નદી. નાઇલ નદીની જેમ આ નદી પણ બે પ્રવાહોમાં વહે છે : શ્યામ વૉલ્ટા (Volta-Noire) અને શ્વેત વૉલ્ટા (Volta-Blanche). આ બંને નદીપ્રવાહો બુર્કના ફાસોના વાયવ્ય ભાગમાંથી નીકળે છે અને દક્ષિણ તરફ જુદા જુદા માર્ગે વહીને તમાલેના દક્ષિણ ભાગમાં વૉલ્ટા સરોવરના ઉત્તર કાંઠે…
વધુ વાંચો >વૉશિંગ્ટન (રાજ્ય)
વૉશિંગ્ટન (રાજ્ય) : વાયવ્ય યુ.એસ.માં પૅસિફિક કાંઠે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 45° 50´થી 49° 00´ ઉ. અ. અને 117°થી 125° પ. રે. વચ્ચેનો આશરે 1,76,700 ચોકિમી. જેટલો વિસ્તાર (મહત્તમ લંબાઈ 378 કિમી, મહત્તમ પહોળાઈ 571 કિમી.) આવરી લે છે. સદાહરિત જંગલો અહીં આવેલાં હોવાથી તેને સદાહરિત રાજ્ય…
વધુ વાંચો >વૉશિંગ્ટન, ડી.સી.
વૉશિંગ્ટન, ડી.સી. : યુનાઇટેડ સ્ટેટ્સ(યુ.એસ.)નું પાટનગર. તે 38° 53´ ઉ. અ. અને 77° 02´ પ. રે.ની આજુબાજુનો 179 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બૃહદ વૉશિંગ્ટનનો વિસ્તાર 10,249 ચોકિમી. જેટલો છે. સમુદ્રસપાટીથી 7.6 મીટરની ઊંચાઈએ વસેલા આ મહાનગરનું નિર્માણ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું છે. તેની ઉત્તર, પૂર્વ અને દક્ષિણે મેરીલૅન્ડ…
વધુ વાંચો >વૌઠા
વૌઠા : અમદાવાદ જિલ્લાનું જાણીતું ધાર્મિક સ્થાન. ધોળકાથી આશરે 16 કિમી. દૂર ધોળકા તાલુકાની તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 37´ ઉ. અ. અને 72° 31´ પૂ. રે.. સાબરમતી, હાથમતી, વાત્રક અને તેની શાખાઓ – ખારી, મેશ્ર્વો, શેઢી અને માજમ – એ સાત નદીઓના…
વધુ વાંચો >