ભૂગોળ
વાલેન્શિયા (શહેર)-1
વાલેન્શિયા (શહેર)-1 : વેનેઝુએલામાં આવેલું ત્રીજા ક્રમે ગણાતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 10° 11´ ઉ. અ. અને 68° 00´ પ. રે.. તે કારાબોબો રાજ્યનું પાટનગર છે. તે કારાકાસથી નૈર્ઋત્યમાં 154 કિમી. અંતરે આવેલું છે. આ શહેર વાલેન્શિયા સરોવરની નજીક વસેલું છે. આ શહેર દેશના ખૂબ જ વિકસિત ઔદ્યોગિક વિસ્તારમાં…
વધુ વાંચો >વાલેન્શિયા (શહેર)-2
વાલેન્શિયા (શહેર)-2 : સ્પેનનાં મૅડ્રિડ અને બાર્સિલોના પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર તથા તે જ નામ ધરાવતો પ્રાંત અને પ્રાંતીય પાટનગર. ભૌગોલિક સ્થાન : 39° 28´ ઉ. અ. અને 0° 22´ પ. રે.. આ શહેર ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ ભાગમાં વાલેન્શિયાના અખાતને કાંઠે માત્ર 5 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં તુરિયા…
વધુ વાંચો >વાલ્પારાઇસો
વાલ્પારાઇસો : ચીલીનું મોટામાં મોટું શહેર અને મુખ્ય દરિયાઈ બંદર. વાલ્પારાઇસો પ્રદેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 71° 30´ પ. રે.. તે પૅસિફિકના કાંઠા પર સાન્ટિયાગોથી વાયવ્યમાં આશરે 110 કિમી.ને અંતરે આવેલું છે. વાલ્પારાઇસો આજે તો ખૂબ જ અદ્યતન અને વિકસિત શહેર બની રહેલું છે. આ…
વધુ વાંચો >વાલ્વિસ બે (Walvis Bay)
વાલ્વિસ બે (Walvis Bay) : દક્ષિણ આફ્રિકાનો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો પ્રદેશ. તે વિંધોકથી પશ્ચિમી નૈર્ઋત્ય તરફ 275 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 59´ દ. અ. અને 14° 31´ પૂ. રે.. તે દેશના બાકીના વિસ્તારના…
વધુ વાંચો >વાંકાનેર
વાંકાનેર : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 22° 37´ ઉ.અ. અને 70° 56´ પૂ.રે.. તે રાજકોટથી ઉત્તર તરફ આશરે 52 કિમી.ના અંતરે મચ્છુ નદીના કાંઠે વસેલું છે. વાંકાનેર તાલુકાનું ભૂપૃષ્ઠ બેસાલ્ટ ખડકોની ટેકરીઓથી બનેલું છે. આ ખડકો મકાન તેમજ માર્ગ-બાંધકામ માટે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણથી…
વધુ વાંચો >વાંસદા
વાંસદા : નવસારી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 73° 22´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1388ના ‘વસંતામૃત’ નામના હસ્તલિખિત ગ્રંથની પ્રશસ્તિ પ્રમાણે પાટણના કર્ણદેવના ત્રીજા પુત્ર ધવલનો પુત્ર વાસુદેવ દક્ષિણ ગુજરાતમાં નાના…
વધુ વાંચો >વિક્ટોરિયા
વિક્ટોરિયા : ઑસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 34° 00´થી 38° 50´ દ. અ. અને 141°થી 150° પૂ. રે. વચ્ચેનો આશરે 2,27,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ન્યૂ સાઉથ વેલ્સ, પૂર્વમાં પૅસિફિક મહાસાગર, દક્ષિણે ટસ્માનિયા સમુદ્ર (બાસની સામુદ્રધુની) તથા પશ્ચિમે સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્ય…
વધુ વાંચો >વિક્ટોરિયા
વિક્ટોરિયા : કૅનેડાના પશ્ચિમ ભાગમાં આવેલા બ્રિટિશ કોલંબિયાનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 25´ ઉ. અ. અને 123° 22´ પ. રે.. તે વાનકુવર ટાપુના અગ્નિ છેડાની ધાર પર કૅનેડાયુ.એસ.ની સરહદ નજીક આવેલું છે. તેનો શહેરી વિસ્તાર માત્ર 18 ચોકિમી. જેટલો જ છે, પરંતુ મહાનગરનો વિસ્તાર આશરે 400 ચોકિમી. જેટલો છે.…
વધુ વાંચો >વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.)
વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.) : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં ટેક્સાસ રાજ્યના વિક્ટોરિયા પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 29° 00´ ઉ.અ. અને 97° 15´ પ. રે.. તે કૉર્પસ ક્રિસ્ટિથી ઈશાન તરફ 137 કિમી.ને અંતરે ગ્વાડેલૂપ નદી પર આવેલું છે. 1940ના દસકાથી આ સ્થળ ખનિજતેલ, કુદરતી વાયુ તેમજ પેટ્રોકેમિકલ પેદાશોના ઉત્પાદનનું મહત્વનું મથક બની…
વધુ વાંચો >વિક્ટોરિયા (સેશલ્સ)
વિક્ટોરિયા (સેશલ્સ) : હિન્દી મહાસાગરમાં આવેલા સેશલ્સ ટાપુજૂથનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 4° 38´ દ. અ. અને 55° 27´ પૂ. રે.. સેશલ્સ પ્રજાસત્તાકનું પાટનગર તેમજ મોટામાં મોટું શહેર. ટાપુજૂથનું એકમાત્ર બંદર. વિક્ટોરિયા ટાપુ માહે ટાપુના ઈશાન કાંઠે આવેલો છે. બંદર ઊંડા જળનું હોવાથી અહીં એકસાથે ચાર જહાજો લાંગરી…
વધુ વાંચો >