ભૂગોળ

લિથુઆનિયા

લિથુઆનિયા : 1991માં પુન:સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો દેશ. 1918થી 1940 સુધી તે એક સ્વતંત્ર દેશ હતો. તે પછી સોવિયેત યુનિયને 15 પ્રજાસત્તાક રાજ્યોને બળપૂર્વક પોતાનામાં સમાવી લીધેલાં, તેમાં લિથુઆનિયા પણ એક હતું. 50 વર્ષ સુધી તે સોવિયેત યુનિયનમાં ભેળવાયેલું રહ્યું. 1991માં વિભાજન થતાં તે સ્વતંત્ર બન્યું. ભૌગોલિક…

વધુ વાંચો >

લિપારી ટાપુઓ

લિપારી ટાપુઓ : સિસિલીના ઈશાન કાંઠાથી દૂર આવેલો સાત મોટા અને દસ નાના ટાપુઓથી બનેલો દ્વીપસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 38° 29´ ઉ. અ. અને 14° 56´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલા છે. તેમનો વિસ્તાર 134 ચોકિમી. જેટલો છે. તે સિસિલીના મેસિના પ્રાંતના એક ભાગરૂપ ગણાય છે. જૂના વખતમાં તે એઓલિયન…

વધુ વાંચો >

લિબરવિલ

લિબરવિલ : આફ્રિકા ખંડના પશ્ચિમ કિનારે આવેલા ગેબનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તે ગેબનના એસ્ત્વાયર પ્રાંતનું પણ વહીવટી મથક છે. ભૌગોલિક સ્થાન : 0° 23´ ઉ. અ. અને 9° 27´ પૂ. રે. તે ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને કિનારે ગેબન નદીના નાળપ્રદેશ પર વસેલું છે. ગેબનનું તે બંદર, વાણિજ્ય…

વધુ વાંચો >

લિબિયા

લિબિયા : ઉત્તર આફ્રિકામાં ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 20° ઉ. અ.થી 33° ઉ. અ. તથા 10° પૂ. રે.થી 25° પૂ. રે. વચ્ચેનો 17,59,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ –પશ્ચિમ અંતર 1,690 કિમી. અને ઉત્તર–દક્ષિણ અંતર 1,497 કિમી. જેટલું છે તથા તેને…

વધુ વાંચો >

લિબિયાનું રણ

લિબિયાનું રણ : જુઓ રણ.

વધુ વાંચો >

લિમ્પોપો (નદી)

લિમ્પોપો (નદી) : અગ્નિ આફ્રિકામાં આવેલી નદી. તે ટ્રાન્સવાલના ઊંચાણવાળા ભાગમાંથી નીકળે છે, દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતને બૉત્સ્વાના અને ઝિમ્બાબ્વેથી અલગ પાડે છે અને મોઝામ્બિકમાંથી પસાર થઈને, માપુટોથી ઈશાનમાં આવેલા ક્સાઈ-ક્સાઈ નજીક હિન્દી મહાસાગરને મળે છે. તેની લંબાઈ 1,600 કિમી. જેટલી છે. રડ્યાર્ડ કિપલિંગે તેની ‘The Elephant’s Child’ની વાર્તામાં આ…

વધુ વાંચો >

લિયાઉનિંગ (Liaoning)

લિયાઉનિંગ (Liaoning) : ચીનના મંચુરિયા રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 41° 30´ ઉ. અ. અને 123° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,51,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન દિશાએ કિરિન, પૂર્વે ઉત્તર કોરિયા, દક્ષિણે પૂર્વ સમુદ્ર, નૈર્ઋત્યમાં હોપેહ અને વાયવ્યમાં સ્વાયત્ત મૉંગોલિયાના વિસ્તારો આવેલા છે. શેનયાંગ (મુકડેન)…

વધુ વાંચો >

લિયૉન (Lyons)

લિયૉન (Lyons) : પૅરિસ અને માર્સેલ્સ પછીના ત્રીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે ફ્રાન્સના અગ્નિકોણમાં 45° 45´ ઉ. અ. અને 4° 51´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર રહોનના વહીવટી જિલ્લાનું તેમજ રહોન આલ્પ્સ વિસ્તાર પૂરતું પાટનગર પણ ગણાય છે. રહોન અને સિયૉન નદીઓ લિયૉન…

વધુ વાંચો >

લિવરપૂલ

લિવરપૂલ : વાયવ્ય ઇંગ્લૅન્ડમાં આવેલા મર્સીસાઇડનું મુખ્ય શહેર, દરિયાઈ બંદર તથા સ્થાનિક જિલ્લો. ભૌગોલિક સ્થાન : 53° 25´ ઉ. અ. અને 2° 55´ પ. રે.. તે મર્સી નદીના મુખભાગથી અંદર તરફ વિસ્તરેલી નદીનાળના પૂર્વ કાંઠા પર વસેલું છે. ઇંગ્લૅન્ડનાં પાંચ મોટાં ગણાતાં શહેરો પૈકીનું તે એક છે. ઉત્તર આટલાંટિક મહાસાગરમાં…

વધુ વાંચો >

લિસ્બન

લિસ્બન : યુરોપના પોર્ટુગલ દેશનું નૈર્ઋત્ય ભાગમાં આવેલું પાટનગર અને સૌથી મોટું શહેર. પોર્ટુગીઝ ભાષા મુજબ તેનું નામ ‘લિસ્બોઆ’ છે. ભૌગોલિક સ્થાન : 38° 43´ ઉ. અ. અને 9° 08´ પ. રે.. તે ટૅગસ નદીના મુખ (નાળ) પર વસેલું છે અને તેનો વિસ્તાર આશરે 84 ચોકિમી. જેટલો છે. આ નદીની…

વધુ વાંચો >