ભૂગોળ

બાલાશિનોર

બાલાશિનોર : મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાંનો એક તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 22° 57´થી 23° 18´ ઉ. અ. અને 73° 19´થી 73° 37´ પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો મહીસાગર જિલ્લાની પશ્ચિમ અને દક્ષિણ ખૂણાની સરહદે આવેલો છે. આ તાલુકાનો કુલ વિસ્તાર 305 ચો.કિમી. છે. તેનો ગ્રામ્ય વિસ્તાર 283.32 ચો.કિમી. જ્યારે 21.64 ચો.કિમી.…

વધુ વાંચો >

બાલાસોર

બાલાસોર : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો અને જિલ્લામથક બંને ‘બાલેશ્વર’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે. આજુબાજુનો 3,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં બંગાળનો…

વધુ વાંચો >

બાલાંગીર

બાલાંગીર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 43´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,551.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બારગઢ જિલ્લો, પૂર્વમાં સોનેપુર અને બૌધ જિલ્લા, અગ્નિકોણ તરફ ફુલબાની જિલ્લો, દક્ષિણે કાલહંદી તથા…

વધુ વાંચો >

બાલી

બાલી : ઇન્ડોનેશિયાનો ખૂબ જ જાણીતો બનેલો રમણીય ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 15´ દ. અ. અને 115° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. આ ટાપુ તેનાં ડાંગરનાં સીડીદાર ખેતરો, વનાચ્છાદિત નયનરમ્ય હરિયાળા દેખાતા પર્વતઢોળાવો તથા સુંદર સરોવરો અને દરિયાઈ રેતાળ પટ માટે વિશ્વવિખ્યાત બનેલો છે. ઇન્ડોનેશિયાના લગભગ બધા…

વધુ વાંચો >

બાલ્કન દેશો

બાલ્કન દેશો : યુરોપના અગ્નિકોણમાં આવેલા દ્વીપકલ્પને આવરી લેતા મુખ્ય પાંચ દેશોનો સમૂહ. આ નામ બલ્ગેરિયા અને યુગોસ્લાવિયામાં આવેલા બાલ્કન પર્વતો પરથી પડેલું છે. તુર્કી ભાષામાં ‘બાલ્કન’ શબ્દનો અર્થ પર્વત થાય છે. આ દેશો યુરોપ અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે મહત્વનું વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. આ વિસ્તારમાં જ્યારે જ્યારે યુદ્ધો…

વધુ વાંચો >

બાલ્કન દ્વીપકલ્પ

બાલ્કન દ્વીપકલ્પ : યુરોપ ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ત્રણ દ્વીપકલ્પો પૈકીનો પૂર્વ છેડે આવેલો દ્વીપકલ્પ. બાકીના બે આઇબેરિયન અને ઇટાલિયન દ્વીપકલ્પ છે. આ દ્વીપકલ્પની ઉત્તરે નીચલી ડૅન્યૂબ અને સૅવા નદીઓ, પૂર્વ તરફ કાળો સમુદ્ર, અગ્નિ તરફ ઈજિયન સમુદ્ર, દક્ષિણ તરફ ભૂમધ્ય સમુદ્ર, નૈર્ઋત્ય તરફ આયોનિયન સમુદ્ર તથા પશ્ચિમ તરફ એડ્રિયાટિક…

વધુ વાંચો >

બાલ્કન પર્વતો

બાલ્કન પર્વતો : પૂર્વ બલ્ગેરિયામાં કાળા સમુદ્ર પરની ઇમીન બુરુન ભૂશિરથી પશ્ચિમ તરફ યુગોસ્લાવ સીમા સુધી વિસ્તરેલા પર્વતો. આ પર્વતો મુખ્યત્વે ગેડવાળા ચૂનાખડકો તેમજ રેતીખડકોથી બનેલા છે, પરંતુ તેમની નીચેનો ભૂગર્ભીય વિભાગ સ્ફટિકમય ખડકબંધારણવાળો છે. બાલ્કન પર્વતોની આ હારમાળા ડૅન્યૂબ નદીથાળાની દક્ષિણ સરહદ રચે છે. તેની લંબાઈ 400 કિમી., પહોળાઈ…

વધુ વાંચો >

બાલ્ટિક સમુદ્ર

બાલ્ટિક સમુદ્ર : ઉત્તર યુરોપના પશ્ચિમ ભૂમિભાગ વચ્ચે આવેલો સમુદ્ર. તે આટલાન્ટિક મહાસાગરના એક ફાંટારૂપે યુરોપના વાયવ્ય ભાગમાં પથરાયેલો છે. આ સમુદ્ર આશરે 50°થી 65° ઉ. અ. અને 10°થી 27° પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 4,20,000 ચોકિમી. જેટલો છે. તેની લંબાઈ આશરે 1,600 કિમી. અને પહોળાઈ…

વધુ વાંચો >

બાલ્ટિમોર

બાલ્ટિમોર : યુ.એસ.ના મેરીલૅન્ડ રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર, યુ.એસ.નાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર તથા દુનિયાભરમાં મોટાં ગણાતાં કુદરતી બારાં પૈકીનું એક બારું. ભૌગોલિક સ્થાન : તે 39° 17´ ઉ. અ. અને 76° 36´ પ. રે. આવેલું છે. મેરીલૅન્ડ રાજ્યનું વાણિજ્ય, શિક્ષણ તથા ઉદ્યોગનું મુખ્ય મથક પણ છે. તે…

વધુ વાંચો >

બાવળા

બાવળા : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 49´ 30´´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે. અમદાવાદથી તે 32 કિમી. દૂર નૈર્ઋત્ય દિશામાં ઉતાવળી નદીના કાંઠે વસેલું છે. બાવળા અમદાવાદ–ભાવનગર મીટરગેજ પરનું રેલમથક છે અને અમદાવાદ–ભાવનગર રાજ્ય ધોરીમાર્ગ દ્વારા ધંધૂકા, બરવાળા, વલભીપુર અને ભાવનગર સાથે…

વધુ વાંચો >