ભૂગોળ
બનવાસી
બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…
વધુ વાંચો >બનારસ
બનારસ : જુઓ વારાણસી
વધુ વાંચો >બનાસ (નદી)
બનાસ (નદી) : રાજસ્થાનમાંથી નીકળતી આ નામની બે નદીઓ. બંનેનાં વહેણની દિશા જુદી જુદી છે. (1) એક બનાસ નદી ઉદેપુર જિલ્લાના કુંભલગઢ નજીકથી નીકળે છે અને અરવલ્લી હારમાળાને વીંધતી આગળ વધીને મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. તે ચિતોડગઢ, ભીલવાડા, ટોન્ક અને સવાઈ માધોપુર જિલ્લાઓમાંથી પસાર થઈને 500 કિમી.નો માર્ગ વટાવી રાજસ્થાનની…
વધુ વાંચો >બનાસકાંઠા
બનાસકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 33´થી 24° 45´ ઉ. અ. અને 71° 03´થી 73° 02´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ જિલ્લો કચ્છના નાના રણથી પૂર્વ તરફ અને રાજસ્થાનની દક્ષિણ સીમા તરફ આવેલો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 12,703 ચોકિમી. જેટલું છે, વિસ્તારની…
વધુ વાંચો >બન્દર સેરી બેગવાન
બન્દર સેરી બેગવાન : બ્રુનેઈ શહેર તરીકે ઓળખાતું બ્રુનેઈ દેશનું અગાઉ(1970 સુધી)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે. બન્દર સેરી બેગવાન બૉર્નિયોના કિનારે સારાવાકથી પશ્ચિમ તરફ સિરિયા અને કુઆલા બેલેટ જતા માર્ગ પર આવેલું છે. દક્ષિણ ચીની સમુદ્રના ફાંટા બ્રુનેઈ ઉપસાગરમાં મળતી બ્રુનેઈ…
વધુ વાંચો >બન્ની
બન્ની (Banni) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો ઉત્કૃષ્ટ પ્રકારના ઘાસચારાનો નીચી ભૂમિનો પ્રદેશ. તે કચ્છના મોટા રણ વચ્ચે વિશાળ વિસ્તાર આવરી લેતા રણદ્વીપ જેવો છે. અહીં ઘાસ, આકાશ અને પાણી સિવાયના અન્ય રંગોનો જાણે અભાવ વરતાય છે. આ પ્રદેશ આશરે 23° 50´ થી 24° 00´ ઉ.અ. અને 69° 00´થી…
વધુ વાંચો >બફેલો
બફેલો : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 53´ ઉ. અ. અને 78° 52´ પ. રે. તે યુ.એસ.–કૅનેડા સરહદે નાયગરા ધોધથી અગ્નિખૂણે આશરે 32 કિમી. અંતરે ઈરી સરોવરના પૂર્વ છેડે નાયગરા નદી પર આવેલું ઈરી પરગણાનું મુખ્ય મથક બની રહેલું છે. વસ્તી : 11,89,000 (1990). તે નાયગરા નદીખીણનો…
વધુ વાંચો >બયાના
બયાના : રાજસ્થાનમાં ભરતપુરની નૈર્ઋત્યે 45 કિમી.ના અંતરે આવેલ નગર. તેનું પ્રાચીન સમયનું નામ શ્રીપથ કે શ્રીપ્રસ્થ હતું. બયાનામાં યદુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં જૂનું ભરતપુર રાજ્ય તથા મથુરા જિલ્લાનો સમાવેશ થતો હતો. અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આ વંશનો રાજા જૈતપાલ શાસન કરતો હતો. તેનો વારસ વિજયપાલ હતો.…
વધુ વાંચો >બરડો
બરડો : સૌરાષ્ટ્રમાં જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ઈશાનથી નૈર્ઋત્ય પથરાયેલી 16 કિમી. ઉત્તર-દક્ષિણ અને 11 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈની ડુંગરમાળા. તેનો ઉત્તર છેડો જામનગર જિલ્લા તરફ અને દક્ષિણ છેડો પોરબંદર પંથક તરફ આવેલો છે. આ ડુંગરમાળાનો કુલ વિસ્તાર 181.30 ચોકિમી. જેટલો છે. દાનશાસનમાં બરટક પર્વતનો ઉલ્લેખ મળે છે, જે બરડાનું સંસ્કૃત…
વધુ વાંચો >બરબેરા
બરબેરા : પૂર્વ આફ્રિકામાં આવેલા સોમાલીલૅન્ડના વાયવ્યમાં એડનના અખાત પરનું બંદર. ભૌ. સ્થાન : 10° 25´ ઉ. અ. અને 45° 02´ પૂ. રે. વોકૂઈ ગૅલબીદ વહીવટી પ્રાંતના હર્ગેસા નગર તથા તોગધીર પ્રાંતના બુર્કો નગરથી આવતા મુખ્ય માર્ગોના છેડે તે વસેલું છે. તે આ વિસ્તારનું અગત્યનું શહેર તથા વેપારી મથક છે.…
વધુ વાંચો >