ભૂગોળ

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau)

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau) : દુનિયાનો સૌથી વધુ ઊંચો ઉચ્ચસપાટપ્રદેશ. હિમાલય પર્વતમાળા અને હિન્દુકુશ, કારાકોરમ, ક્યુએન લુન, તિયેન શાન અને ટ્રાન્સ અલાઈ જેવી મધ્ય એશિયાની અન્ય ઊંચી હારમાળાઓને જોડતો પામિરનો મોટો વિસ્તાર જે ઉચ્ચસપાટપ્રદેશનું ભૂમિસ્વરૂપ છે તે ‘દુનિયાના છાપરા’ (roof of the world) તરીકે જગપ્રસિદ્ધ છે. ફારસી ભાષામાં `પામિર'(પા-ઈ-મીર)નો અર્થ…

વધુ વાંચો >

પારડી

પારડી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો તાલુકો અને તાલુકા-મથક. આ તાલુકાની ઉત્તરે  વલસાડ તાલુકો, દક્ષિણે ઉમરગામ તાલુકો, નૈર્ઋત્યમાં દાદરા-નગરહવેલી, પૂર્વ તરફ ધરમપુર તાલુકો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 425.9 ચોકિમી. છે અને વસ્તી 28,495 છે (2011). સાક્ષરતાની ટકાવારી 80.7 છે. તાલુકાની મોટા ભાગની જમીન કાળી છે, તે…

વધુ વાંચો >

પારનેરા

પારનેરા : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી ટેકરી અને તે જ નામ ધરાવતું ગામ. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ ધરાવતી પારનેરાની ટેકરી વલસાડ શહેરથી આશરે 6 કિમી. દૂર દક્ષિણમાં 20o 33′ ઉ. અ. અને 72o 57′ પૂ. રે. પર આવેલી છે. જંગલ-આચ્છાદિત આ ટેકરીની દક્ષિણે તેની નજીકમાં જ પાર નદી…

વધુ વાંચો >

પારિયાત્ર

પારિયાત્ર : ભોપાલની પશ્ચિમેથી અરવલ્લી સુધીની ગિરિમાળા. આ ગિરિમાળા પારિયાત્ર અને પારિયાત્રકને નામે પણ ઓળખાય છે. ટૉલેમીએ તેનો ‘પ્રપીઓતઇ’ નામથી ઉલ્લેખ કર્યો છે. વસ્તુત: વિંધ્યાચલની ભોપાલની પશ્ચિમેથી આરંભાઈને છેક અરવલ્લીની ગિરિમાળાને જઈ મળતી ગિરિમાળા જ પારિયાત્રના નામે ઓળખાય છે. બૌધાયને તેનો નિર્દેશ કર્યો છે અને તેને આર્યાવર્તની દક્ષિણ સીમા ગણાવી…

વધુ વાંચો >

પાર્થિયા

પાર્થિયા : એશિયામાં કાસ્પિયન સમુદ્રની અગ્નિ દિશામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. અત્યારે એ પ્રદેશ ઈરાનમાં ખોરાસાન તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 520માં એકેમેનિયન રાજા દરાયસ પહેલાના બિસિટૂન અભિલેખમાં તેનો ઉલ્લેખ ‘પાર્થવ’ તરીકે થયો છે. પાર્થિયનો સાદું જીવન જીવતા અને યોદ્ધાઓ તરીકે જાણીતા હતા. શરૂઆતમાં પાર્થિયા સ્વતંત્ર હતું. પરંતુ ઈરાનના…

વધુ વાંચો >

પાલઘાટ (પલક્કડ)

પાલઘાટ  : જુઓ પલક્કડ

વધુ વાંચો >

પાલનપુર

પાલનપુર : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24o 10′ ઉ. અ. અને 72o 26′ પૂ. રે.. તેનું પ્રાચીન નામ પ્રહ્લાદનપુર છે. આબુના પરમારવંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહ્લાદનદેવે ઈ. સ. 1184માં તેની સ્થાપના કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો…

વધુ વાંચો >

પાલના

પાલના : રશિયાના કોર્યાક સ્વાયત્ત પ્રદેશનું નગર તથા પ્રમુખ કેન્દ્ર. તે પાલના નદીના મુખપ્રદેશથી 8 કિમી. અંતરે કામચાટકા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પર વસેલું છે. તે રશિયાના દૂર પૂર્વના પ્રજાસત્તાકનું મુખ્ય કેન્દ્ર છે. તેની પશ્ચિમે ઓખૉત્સ્ક સમુદ્ર, છેક ઉત્તરે કામેનકોજ નગર, ઈશાન દિશામાં ઓસોરા બંદર, અગ્નિ દિશામાં ઉકા બંદર તથા દક્ષિણે…

વધુ વાંચો >

પાલની (ટેકરીઓ)

પાલની (ટેકરીઓ) : દક્ષિણ ભારતમાં તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં નૈર્ઋત્ય-ઈશાન દિશામાં વિસ્તરેલી ટેકરીઓ. વાસ્તવમાં તે પશ્ચિમ ઘાટનું પૂર્વતરફી વિસ્તરણ છે. પાલઘાટથી દક્ષિણ તરફ તમિળનાડુ-કેરળ સરહદ પર આવેલી અનામલાઈ ટેકરીઓ જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાલની ટેકરીઓ પૂર્વ તરફ 24 કિમી. લંબાઈમાં અને 70 કિમી. પહોળાઈમાં વિસ્તરે છે. વધુ દક્ષિણ તરફ…

વધુ વાંચો >

પાલમપુર

પાલમપુર : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું સૌંદર્યધામ. ભૌ. સ્થાન : 32o 07′ ઉ. અ. અને 76o 32′ પૂ. રે.. તે રાજ્યના કાંગરા વૅલી વિસ્તારમાં 1,219 મીટરની ઊંચાઈ પર વસેલું છે. ચાના બગીચા તથા પાઇનનાં વૃક્ષોથી ઘેરાયેલા પાલમપુરની પાછળ આખુંય વર્ષ હિમાચ્છાદિત રહેતાં શિખરોવાળી ધવલધર પર્વતમાળા આવેલી છે. તે કુલુ,…

વધુ વાંચો >